હોમ મેડ ફ્રુટી – ઉનાળામાં બાળકોને ઠંડુ પીણું જોઈતું હશે તો હવે બહારથી ફ્રૂટી લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો…

જ્યારે કેરી ની સીઝન પૂર બહાર માં હોય ત્યારે કેરી માંથી બનતી અવનવી વાનગીઓ યાદ આવી જાય. અને એમાં પણ ઠંડક આપે એવા શરબત , શેઇક અને આઈસ્ક્રીમ ની વાત જ અલગ છે.. કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે બને એટલો એનો ઉપયોગ કરો .

નાના બાળકો ને અત્યંત પ્રિય એવું કોઈ પીણું જો હોય તો એ ફ્રુટી છે. ફ્રુટી નું નામ સાંભળીને જ બાળકો એકદમ ખુશ થઈ જતા હોય છે.
આજે ફ્રુટીને ઘરે સાવ સરળ રીતે બનાવી શકાય એવી રેસિપી હું લાવી છું.


બહાર મળતા કોઈ પણ મેંગો ડ્રિન્ક માં ઘણા બધા કેમિકલ અને કલર હોય છે જે સ્વાસ્થ્ય ને નુકસાનકારક હોય છે. આવા પીણાં રોજ બાળકો ને આપી શકતા નથી.

જો ઘરે જ ખૂબ સરળતા થી બહાર જેવા ટેસ્ટ ની ફ્રુટી બનાવી શકાય તો શું કામ બાળકો ને નિરાશ કરીએ.. વેકેશન માં રોજ આપી શકો એવી સ્વાદિષ્ટ ટેંગી ફ્રુટી આજે જ ઘરે બનાવો..

ફ્રુટી બનાવા માટેની સામગ્રી:-


2 નંગ પાકી કેસર કેરી અથવા હાફૂસ કેરી

1/2 નંગ કાચી દેશી કેરી

1 કપ ખાંડ

1/2 લીંબુ નો રસ

4 ગ્લાસ પાણી

રીત:-

સૌ પ્રથમ કાચી અને પાકી કેરી ને ધોઈ ને સાફ કરી ને છાલ નીકાળી લો. પછી કટકા કરી ને પ્રેશર કુકર માં એક ગ્લાસ પાણી ઉમેરી ને બાફી લો.


ઠંડુ થાય એટલે બાફેલી કેરી ને હેન્ડ બ્લેડર થી ક્રશ કરી ને ગરણી થી ગાળી લો જેથી કેરી ના રેસા દૂર થઇ જાય . હવે ગાળેલા કેરી ના પલ્પને અલગ રાખો.


હવે એક તપેલી માં ખાંડ અને બાકી નું પાણી ગરમ કરવા મુકો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો અને પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો.


હવે ગાળેલા કેરી ના પલ્પ માં ખાંડ નું ગરમ કરેલું પાણી જોઈતા પ્રમાણ માં ઉમેરો અને મિક્સ કરી ને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.


ચિલ્ડ થાય એટલે બાળકો ને મનગમતું પીણું કોઈપણ ટાઈમે સર્વ કરો…


એકવાર જરૂર થી ટ્રાય કરો … પછી ક્યારેય તમારે બહાર થી ફ્રુટી નહીં લાવવી પડે.

નોંધ:-

કાચી કેરી ઉમેરશો તો જ ખાટો અને મીઠો ટેસ્ટ બેલેન્સ થશે. ખાંડ અને પાણી ગરમ કરીને વાપરવાથી એનો ટેસ્ટ વધુ સારો આવે છે.

ફ્રુટી ની ઘટત્તા તમારી ઈચ્છા મુજબ રાખી શકાય.. ખાંડ પણ વધુ કે ઓછી કરી શકો કેરીની ખટાશ મુજબ… મારે ખાંડ નું પાણી 3 ગ્લાસ માંથી 2.5 ગ્લાસ જ જોયું .. તમારે કેરી ની ખટાશ મુજબ ઉમેરવાનું રહેશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *