હોમમેડ જમ્બો બન – હવે સોફ્ટ અને એકદમ જાળીદાર બન બનાવી શકશો તમારા રસોડે શીખો આવીરીતે…

1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે. કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. કોઈપણ યીસ્ટ સાથેની વાનગી બનાવતી વખતે પહેલા 2 ચમચી હૂંફાળા પાણીમાં ચપટી ખાંડ અને યીસ્ટ નાખી 10 મિનિટ માટે રાખી ચેક કરી લેવું કે યીસ્ટ એક્ટીવ થાય છે કે નહીં. આ એક ધ્યાન રાખવાથી હંમેશા સારું રિઝલ્ટ મળે છે.

સમય: 2:30 કલાક

Advertisement

2 વ્યક્તિ માટે

ઘટકો:

Advertisement
  • • 1/2 કપ મેંદો
  • • 1/2 કપ ઘઉંનો લોટ
  • • 1 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર
  • • 1/2 ટીસ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન એક્ટીવ ડ્રાય યીસ્ટ
  • • 1 ટેબલ સ્પૂન ખાંડ
  • • 1/2 કપ દૂધ
  • • 1 ટેબલ સ્પૂન બટર કે ઓલિવ ઓઇલ (અથવા સુગંધ વગરનું તેલ)

પધ્ધતિ:

એક બાઉલમાં 1/4 કપ દૂધને હૂંફાળું ગરમ કરી તેમાં ખાંડ ઓગાળવી. તે પછી એક્ટીવ ડ્રાય યીસ્ટ નાખી મિક્સ કરી, ઢાંકીને 10 મિનિટ માટે હૂંફાળી જગ્યાએ રાખવું. યીસ્ટ એક્ટીવ થઇ ફૂલી જશે.

Advertisement

બીજા બાઉલમાં બન્ને લોટ, મિલ્ક પાઉડર અને મીઠું ચાળીને લેવા. તેમાં એક્ટીવ યીસ્ટ ના મિશ્રણને ઉમેરી નરમ લોટ બાંધવો. જરુર પડે તેમ બાકીનું 1/4 કપ દૂધ ઉમેરતા જવું. યીસ્ટ ના કારણે શરુઆત માં લોટ ખૂબ ચીકણો બંધાશે. તેને પહોળી જગ્યા પર થોડોક લોટ છાંટી 5-6 મિનિટ માટે મસળવો. તેમાં બટર કે ઓઇલ ઉમેરી મસળતા જવું. જેમ ગ્લૂટેન બનશે તેમ ચીકાશ ઓછી થશે. હાથને બિલકુલ ચોંટતું બંધ થાય ત્યાં સુધી મસળવો.

પછી તેલ લગાવી બાઉલમાં ક્લીંગ રેપથી કવર કરી એકથી દોઢ કલાક રેસ્ટ આપવો. એક કલાક પછી લોટ ફૂલીને બમણો થઇ જશે. પંચ કરી દબાવી ફરી 1-2 મિનિટ માટે મસળવો. પછી ગ્રીઝ કરેલા 6 ઇંચના મોલ્ડમાં ક્રેક ના રહે તેવો ગોળો બનાવી મૂકવો.

Advertisement

મોલ્ડને ફરી રેપ કરીને 30-45 મિનિટ માટે રેસ્ટ આપવો. ફરી લોટ ફૂલીને બમણો થઇ જશે. ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું. રેડી ફૂલેલા લોટ પર દૂધનું બ્રશિંગ કરવું. અને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 15-20 મિનિટ માટે બેક થવા દેવું.

ઉપર આછો બ્રાઉન કલર આવે એટલે બહાર લઇ તેની પર તરત જ બટર કે ઘીનું બ્રશિંગ કરવું જેથી પડ સૂકાય નહીં. મોલ્ડમાંથી ગરમ જ ગ્રીલ પર લઇ ભીનું કપડું ઢાંકીને ઠંડું થવા દેવું. (મોલ્ડમાં રાખી ઠંડું કરવાથી અંદર વરાળ વળી શકે છે.)

Advertisement

આ બન 2-3 દિવસ સુધી બહાર સારા રહે છે.આ માપ પ્રમાણે તમે એકસાથે ઘણા બન્સ બનાવીને રાખી શકો છો. જેમાંથી દાબેલી, વડાપાવ, મસ્કા બન, ગાર્લિક બન વગેરે બનાવી શકાય છે.

રસોઈની રાણી : પલક શેઠ

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *