હોટ એન્ડ સૉર સૂપ – હવે બહાર હોટલમાં મળે છે એવું જ સૂપ તમે પણ બનાવી શકશો.

લગભગ દરેક રેસ્ટોરાંના મેન્યુમાં ટોમેટો સૂપ અને હોટ એન્ડ સૉર સૂપ હોય જ છે. તમે રેસ્ટોરાંમાં તો આ સૂપ પીધો જ હશે, પણ તમે આ સૂપ સાવ સરળતાથી ઘરે પણ બનાવી શકો છો.તો જરૂર થી આજે જ બનાવો ..

સામગ્રી :

  • – 1 ટેબલ સ્પૂન તેલ
  • – 1 ટેબલ સ્પૂન આદુ-લસણ( સુધારેલા પણ લઇ શકો )
  • – 2 લીલા મરચાં
  • – 2 ટેબલ સ્પૂન ગાજર (જરૂર લાગે તો ઉમેરવું )
  • – 2 ટેબલ સ્પૂન કેપ્સીકમ
  • – 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લૉર
  • – 1 નાની ચમચી ચીલી સૉસ
  • – 2 નાની ચમચી સૉયા સોસ
  • – મીઠું સ્વાદ પ્રમાણે
  • – 1/4 ચમચી મરી પાવડર
  • – 1/4 ચમચી વિનેગર( મેં અહીં લીંબુ વાપર્યું છે )
  • – 1 ટેબલ સ્પૂન લીલી ડુંગળી

આ રીતે બનાવો :

સ્ટેપ :1

– કોબીજ, ગાજર, કેપ્સિકમ, આદુ, લસણ, લીલા મરચાં વગેરે શાકભાજી ઝીણા સમારીને અલગ રાખો.

– એક કપ પાણીમાં કોર્ન ફ્લોર રેડી કરી લેવું .સોયા સૉસ, ચીલી સૉસ પણ વાડકી માં કાઢી લો.

સ્ટેપ :2

– પેનમાં તેલ ગરમ કરીને આદુ-લસણ સાંતળો અને પછી સમારેલા શાકભાજી પણ વારાફરથી નાખો અને સાંતળો.થોડું સાદું પાણી ઉમેરવું .ત્યારપછી કોર્ન ફ્લોરનું પાણી પણ તેમાં ઉમેરો અને બને સોસ ઉમેરી ઉકળવા દો.

હવે તેમાં મીઠું અને મરી પાવડર પણ નાખી દો.અને છેલ્લે લીંબુ નો રસ ઉમેરવો .

સ્ટેપ :3

એક-બે ઉભરા આવે એટલે ગેસ બંધ કરીને લીલી ડુંગળીથી ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.

નોંધ :

– વેજીટેબલ્સ સાંતળો ત્યારે ગેસ હાઈ ફ્લેમ પર રાખો. વેજીટેબલ્સ ક્રંચી રાખવાના છે, ઓવર કુક નથી કરવાના.એટલું ધ્યાન રાખવું .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *