હોટ ચોકલેટ કોફી – આવી ગુલાબી ઠંડીમાં મસ્ત હોટ ચોકલેટ કોફી મળે તો મોજ આવી જાય…

ઠંડી ઋતુ માં ગરમ વસ્તુ હોય તે પીવાની અને ખાવાની મજા જ કઈ અલગ છે, અને ખાસ કરી ને અલગ અલગ ટાઈપ ના સૂપ , મસાલા ચા , અને હોટ કોફી પીવાની પણ ખુબ જ મજા છે અને આ બધી વસ્તુ ઠંડી માં રેગ્યુલર પિતા પણ હોઈએ છે. આજે આપણે એકદમ સરળ રીતે બનતી હોટ ચોકલેટ કોફી ની રેસિપી જોઇશુ.

સામગ્રી

  • અડધો કપ પાણી
  • અડધી ચમચી કોફી
  • ૨ ગ્લાસ ફૂલ ફેટ દૂધ
  • ૧ ચમચી ખાંડ
  • ૨ ચમચી ચોકલેટ સીરપ

સૌ થી પેહલા એક વાસણ માં અડધો કપ પાણી ગરમ કરવા મુકો , પાણી ઉકાળવા લાગે એટલે તેમાં અડધી ચમચી કોફી નાખી દો.

કોફી નું પ્રમાણ તમને જે પ્રમાણે કોફી નો ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછી રાખવી. કોફી નાખ્યા પછી અડધી મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે .

ત્યાર પછી તેમાં ૨ ગ્લાસ ફૂલ ફેટ દૂધ નાખી દેવાનું છે , તમારે જેટલા ગ્લાસ કે કપ કોફી બનાવી છે તે પ્રમાણે દૂધ અને બધી સામગ્રી વધારે ઓછી કરી લેવી .

દૂધ નાખ્યા પછી ૧ ચમચી ખાંડ નાખી દો . ખાંડ પણ કોફી નો જેટલો ગળ્યો ટેસ્ટ પસંદ હોય તે રીતે નાખવી. ૨ ચમચી ચોકલેટ સીરપ નાખી દો મિક્સ કરી અને ૨ મિનિટ જેટલું ઉકાળવા દેવાનું છે. ઉકલી જાય એટલે બધી કોફી ને ગલી લેવાની છે બીજા વાસણ માં.

ત્યાર બાદ તેમાં બહાર કેફે માં મળતો કોફી માં જે રીતે ઉપર ફીણ હોય તેવા ફીણ થાય તેના માટે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવાની છે જ્યાં સુધી ઉપર ફીણ આવે ત્યાં સુધી.

હવે જે ગ્લાસ માં કોફી સર્વ કરવા ની છે તેમાં સાઈડ પર વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ચોકલેટ સીરપ લગાવી દો.

તેના થી કોફી પિતા વખતે ટેસ્ટ પણ સરસ આવશે અને લૂક માં તો એકદમ કેફે સ્ટાઇલ લાગશે. તો આ રીતે ચોકલેટ સીરપ લગાવાઈ જાય પછી કોફી ને ગ્લાસ માં નાખી દો. ઉપર કોફી પાઉડર સ્પ્રિન્કલ કરી દો.

બસ તૈયાર છે એકદમ કેફે સ્ટાઇલ હોટ ચોકલેટ કોફી.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *