હોટ ચોકલેટ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ચોકલેટ ડ્રિન્ક તો એકવાર જરૂર બનાવજો…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું હોટ ચોકલેટ બનાવવા માટેની સરળ રેસિપી. ઘરમાં કોઈપણ હોય નાના કે મોટા દરેકને ચોકલેટ પસંદ હોય છે. અને જયારે જયારે તમે હોટ ચોકલેટનો કોઈ શોર્ટ વિડિઓ જોતા હશો તો તમને પણ બનાવવા માટેનું મન થતું હશે તો આજે હું તમારા બધા માટે ખાસ લાવી છું આ રેસિપી. ચોકલેટ માટે ક્યારેય પણ બાળકો ના કહેતા નથી અને જયારે તમે આ હોટ ચોકલેટ બનાવીને આપશો તો તેઓ ખુશ થઇ જશે.

સામગ્રી

  • કોકો પાવડર
  • મિલ્ક
  • દળેલી ખાંડ
  • ડાર્ક ચોકલેટ
  • કોર્ન ફ્લોર

રીત

1- સૌથી પહેલા ૫૦૦ એમએલ દૂધ લઈશું.અહીંયા આપણે ફેટ વગર નું દૂધ લીધું છે.દૂધ થોડું ગરમ થાય એટલે કોકો પાવડર માં થોડું દૂધ નાખી મિક્સ કરી લઈશું.જો તમે ડાયરેક નાખશો તો ગઠ્ઠા પડી જશે.

2- હમેશા તેની પેસ્ટ બનાવી ને એડ કરવાનું.હવે કોકો પાવડર દૂધ માં મિક્સ થઈ ગયું છે.હવે તેને દૂધ માં મિક્સ કરી લઈશું.હવે તેમાં ડાર્ક ચોકલેટ ને છીણી લઈશું.તમે કોઈ પણ ડાર્ક ચોકલેટ લઈ શકો છો.

3- હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેને બે મિનિટ માટે ઉકાળી લઈશું.હવે એક ચમચી કોર્ન ફ્લોર માં બે ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી દઈશું.અને તે મિક્સર ને દૂધ માં એડ કરીશું.

4- જો તમારે વધારે ઘટ્ટ જોઈએ તો બે થી ત્રણ ચમચી કોર્ન ફ્લોર લેવાનો.હવે ત્રણ થી ચાર મિનિટ ઉકાળી લઈશું.ત્યારબાદ બે ચમચી દળેલી ખાંડ નાખીશું.ખાંડ તમારા સ્વાદ મુજબ નાખી શકો છો.હવે તેને મિક્સ કરી લઈશું.

5- હવે તેને ઠંડુ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઠંડુ થયા પછી એકદમ સરસ કલર આવ્યો છે.હવે બે ગ્લાસ માં કાઢી લઈશું. હવે ઉપર થી ચોકલેટ ખમણી લો.જો તમારી પાસે આઈસ ક્રીમ હોય તો તે પણ મૂકી શકો છો.તો બિલકુલ તૈયાર છે એકદમ હોટ ચોકલેટ મિલ્ક. ઠંડીની ઋતુ આ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા આવશે.તો જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *