હોટ ડોગ – બાળકો બહારનું હોટ ડોગ ખાવાની જીદ કરે છે તો ઘરે જ બનાવી આપો આ હેલ્થી હોટ ડોગ..

ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીરમાં પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનેવીશું .

આજે આપણે તમને જણાવશે કે કેવી રીતે હોટ ડોગ તૈયાર કરવું અને તમે સરળતાથી તમારા રસોડામાં ખ્યાલ આપી શકો છો.

સામગ્રી :

  • – 50 ગ્રામ પનીર.
  • – 1 નગ જીણું ગ્રીન કેપ્સિકમ
  • – 1 નગ જીણું સમારેલો કાંદો
  • – 2 ચમચી ટોમેટો સોસ
  • – 1/2 ચમચી ગરમ મસાલો
  • – 1/2 ચમચી મરચું પાવડર
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 1/2 ચમચી આમચૂર પાવડર
  • – 1 ચમચી ઘી અથવા બટર
  • – 1 ચમચી જીણું સમારેલું લસણ
  • – કોથમીર જરૂર મુજબ
  • – હોટ્ડોગ બન

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ તૈયારી કરવા માટે કાંદો અને કૅપ્સિકમ જીણું સમારેલું રાખવું અને પનીર ના નાના ચોરસ કટ કરી રાખવું .અને લસણ ને જીણું સમારી રાખવું .

સ્ટેપ :2

હવે ,એક પેન માં બટર લઇ .ગરમ થાય એટલે તેમાં લસણ સમારેલું ઉમેરવું .ત્યારપછી કાંદો અને કેપ્સિકમ ઉમેરી સાથળવું .સંતળાય જાય પછી પનીર ઉમેરવું …તે પછી મસાલા કરવા જેવા કે ટોમેટો સોસ,ગરમ મસાલો, મરચું પાવડર,આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી થોડી વાર ચડવા દઈ મિક્સ કરી લેવું .અને ઉપરથી કોથમીર ઉમેરી .આ સ્ટુફીન્ગ ડીશ માં કાઢી લેવું .

સ્ટેપ :3

એક હોટ ડોગ બન લઇ વચ્ચે થી કાપો પડી પનીર નું સ્ટુફીન્ગ ભરી .પેન માં બટર મૂકી બન ને બને બાજુ સેકી લઇ .તમે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો .

નોંધ :

– મેં અહીં પનીર લીધું છે તમે આમ વેરિએશન કરી શકો છો જેવા કે બાફેલા મગ ,બટાકા કાબુલી ચણા નું સ્ટુફીન્ગ કરી શકો છો .

– તો આવું હેલ્થી હોટ ડોગ ઘરે જ બનાવી ખવડાવો ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *