હોટલ સ્ટાઈલ બટર તવા પુલાવ – પાવભાજી સાથે બનાવો કે પછી છોલે પૂરી સાથે, આ પુલાવ દરેકને પસંદ આવશે…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક સૌ ની ફેવરિટ હોટેલ સ્ટાઈલ તવા પુલાવ ની રેસીપી લાવી છું એક વાર બનાવશો તો વારે વારે બનાવશો એની ગેરેંટી મારી, બાળકો ને વડીલો બધા ને પસંદ આવશે, બાળકો જો શાક ના ખાતા હોય તો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે શાક ખવડાવવા નો તો ચાલો નોંધી લો સામગ્રી …

3-કપ બાસમતી ચોખા (જુના)

1-કપ બટાકા

1-કપ કેપ્સીકમ

1-કપ ગાજર

1- કપ વટાણા

1-કપ કાંદા

1-કપ ટામેટા

**મસાલા —

એવરેસ્ટ પાવભાજી નો મસાલો અેક ટેબલસ્પૂન

એવરેસ્ટ ગરમ મસાલો એક ટેબલસ્પૂન

લાલ મરચાંનો પાઉડર એક ટેબલસ્પૂન

હળદર અડધી ટીસ્પૂન

મીઠું સ્વાદ અનુસાર

હિંગ 1/4ટી સ્પુન

1-ટેબલસ્પુન જીરૂ

3-4 નંગ તમાલ પત્ર

3-4 નંગ લવિંગ

3-4ટુકડા તજ

3-4 એલચી

એક ટેબલસ્પૂન જેટલી કસુરી મેથી

3-4 ટેબલસ્પૂન બટર અથવા ઘી /તેલ

1 ટેબલસ્પૂન લીંબુનો રસ

***રીત —


1–સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને અડધો કલાક સુધી પલાળી દો, ત્યારબાદ તેને થોડું મીઠું નાખીને છુટા રાંધી લો મે તેના સાથે વટાણા પણ રાંધી લીધા છે, યાદ રાખો કે ચોખા વધારે બફાય ના જાય, થોડા કડક હોય ત્યારે તેને ઓસાવી લો અને ઠંડા થવા દો,


2–તે દરમ્યાનમાં બધા શાક ને ધોઈ ને તેને લાંબા સમારી લેવા


3- ઉપર જણાવ્યા મુજબ ના મસાલા રેડી રાખવા.


4–ત્યાર બાદ એક મોટી કડાઈ મા બટર અથવા ઘી અને તેલ મિક્સ કરી ને ગરમ થાય એટલે તેમાં જીરૂ, તજ લવિંગ, એલચી અને તમાલ પત્ર નાખી સાંતળો ત્યાર બાદ તેમાં કાંદા સાંતળો 2મીનીટ પછી તેમા બાકી ના શાક ઉમેરો થોડી વાર ધીમા તાપે સીઝવા દો ,


5– હવે તેમાં બધા મસાલા અને કસુરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો મસાલા ને 2-3 મિનિટ સુધી સાંતળી તુરંત તેમા ટામેટાં નાખી અને 1મિનીટ સુધી જ હલાવવુ


6–હવે તેમાં રાંધેલો ભાત ભેળવવો અને હળવા હાથે મિક્સ કરીને ને તેમા લીંબુનો રસ નિચોવી ઉપર કોથમીર ગારનીશ કરી કાંદા અને કાકડી ના રાયતા અને પાપડ સાથે પીરસી દો


ધ્યાનમાં રાખવા ની બાબત —કોઈપણ જાત ના પુલાવ બનાવતી વખતે બાસમતી ચોખા હંમેશા જૂના જ પસંદ કરવા જો નવા હશે તો ભાત એકદમ ગળેલો થશે ,શાક મા પણ તમે ફ્લાવર ફણસી ઉમેરી શકો છો.


તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ તવા બટર પુલાવ ત્યાં સુધી હુ કરુ બીજી રેસીપી ની તૈયારી ,…

મારી રેસીપી આપ સૌને ને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *