હવે મહેમાન આવે તો રબડી બહારથી લાવવાની જરૂરત નહિ રહે, બનાવો આ સરળ રીતે…

મિઠાઈ કોને ના ભાવે? તેમાય રબડી નું નામ પડે એટલે સૌ ના મો માં પાણી આવી જાય રબડી આપણે બહાર થી લાવી ને ખાઇએ છે પણ કોઇ દિવસ ઘરે બનાવવા નો વિચાર કર્યો?

તો ચાલો આજ આપણે ઘરે રબડી બનાવતા શીખીએ ખુબજ ઓછી સામગ્રી મા અને તે પણ એકદમ બહાર જેવી જ.

સામગ્રી:

• ૨-લિટર દૂધ

• અડધુ બાઉલ મલાઇ

• ૨૦૦-ગ્રામ ખાંડ

• ૩-ચમચી તપકીર

• ૫ થી ૬ એલચી

રીત:


૧ એક મોટા તપેલા મા દૂધ ગરમ મૂકવું એક વાર ઉભરો આવે એટલે દૂધને ધીમા તાપે ચમચો ફેરવતા ફેરવતા ઉકાળવુ


૨ છ થી સાત ઉભરા આવે એટલે ચમચો ફેરવવા નો બંધ કરી ધીમા ગેસે દૂધ ઉકાળવા દેવું થોડી વાર માં ઉપર મલાઇ આવસે તેને ચમચા વડે આપળે અડધો બાઉલ મલાઈ લીધી છે તેમા એકઠી કરવી આ પ્રક્રિયા ત્રણ થી ચાર વખત દોહરાવવી

૩ તપકીર મા થોડું પાણી નાખીને સ્લરી બનાવવી તેને દૂધમાં નાખી ને ચમચા થી સતત હલાવતા રહેવું જેથી દૂધ નીચે ચોટે નહી તપકીર ને લીધે દૂધ ફટાફટ ઘટ્ટ થવા લાગસે

૪ એકઠી કરેલી મલાઇ ને દૂધ ઘટ્ટ થાય એટલે દૂધમાં નાખી દેવી

૫ ખાંડ અને એલચી ને એક સાથે મિક્સ્ચર માં પીસી લેવા

૬ મલાઇ નાખ્યા ની પાંચ મિનિટ બાદ પીસેલા એલચી અને ખાંડ દૂધમાં નાખી દેવા

૭ એક બાઉલ મા રબડી ને કાઢી લેવી રુમ ટેમ્પરેચર મા આવી જાય એટલે રબડી ને ફ્રિઝ મા સેટ કરવા મુકવી અને પછી ઠંડી ઠંડી પીરસવી.

* સેઇમ આ પ્રોસીઝર થી રબડી બનાવશો તો ખુબજ સ્વાદિષ્ટ બનશે અને સેઇમ બહાર જેવો જ ટેસ્ટ આવશે.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *