ઈદડા…. 💕 – નાના મોટા દરેકને પસંદ આવતા આ ઇદડા હવે બનાવો સરળ રીતે અને પીરસો અલગ અલગ સ્ટાઈલમાં..

ગુજરાતીઓનું સૌથી લોકપ્રિય એવું એક ફરસાણ એટલે ઈદડા. ઈદડા એ એક એવું ફરસાણ છે જે સૌને ભાવતું હોય છે અને એમાય રસની સાથે પીરસવામાં આવે તો તો ટેસ પડી જાય.

તો આજે આપણે ઈદડા બનાવતા શીખીએ.

સામગ્રી….

3 નાની વાડકી ચોખા

1 નાની વાડકી અડદની દાળ

મીઠુ

સાજીના ફુલ

લાલ મરચું

મરી પાવડર

વઘાર માટે……

2 ચમચી તેલ

તલ

રાઈ

હીંગ

લીલા મરચા

લીમડાના પાન

કોથમીર

સૌ પ્રથમ તો 3 ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ એમ જે માપની વાડકી લો એ પ્રમાણે બન્ને લેવા.

હવે એને બરાબર ધોઈને 6 કલાક પલાળી રાખવા.

ત્યારબાદ એને મિક્સરમાં વાટી લો.

હવે એમાં મીઠું ઉમેરો.

ઢોકળા મૂકવાના સ્ટેન્ડ પર એક થાળીમાં તેલ લગાવી દો.


હવે તૈયાર કરેલ ખીરામા 1 ચમચી સાજીના ફુલ ઉમેરીને તરત હલાવો અને તેલ લગાવેલી થાળીમાં ખીરું રેડો.


તેની ઉપર મરી પાવડર અને લાલ મરચું ભભરાવો.


ઢોકળાના કૂકરમા આ થાળી મૂકીને ઢાંકી દો.

લગભગ 20 મિનિટ બાદ ઢાંકણ ખોલો અને ચપ્પુ વડે જોઈ લો કે બફાઈ ગયું છે કે નહીં??

હવે એમાં કાપા પાડી દો.

હવે એનો વઘાર કરીએ.

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો.


હવે એમા ઝીણા સમારેલા લીલા મરચા નાંખો લીમડાના પાન નાંખીને ગેસ બંધ કરી દો હવે એમાં હીંગ અને તલ નાંખીને હલાવો.

આ વઘાર ઈદડાની થાળી પર રેડો.

છેલ્લે કોથમીર ભભરાવો.

તો તૈયાર છે સૌના મનપસંદ ઈદડા…. 👍

ઈદડા ગમે તેની સાથે ખાઈ શકાય છે….. રસ, તેલ, ચટણી, ચા અથવા કોફી.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *