ઈડલી ચાટ – ખૂબ જ ઝડપ થી બની જતી ક્રિસ્પી ઈડલી ચાટ ની રેસિપી..

ચાટ નું નામ સાંભળતા જ બધા ના મોમાં પાણી આવી જાય છે. એમાં પણ કંઈક નવું હોય તો બાળકો ને તો મજા પડી જાય.

ખૂબ જ ઝડપ થી બની જતી ક્રિસ્પી ઈડલી ચાટ ની રેસિપી આજે હું લઇ ને આવી છું.

એટલે હવે જ્યારે ઈડલી બનાવો તો ચોક્કસ થી થોડી વધુ બનાવજો આ ચાટ બનાવા માટે.

ઈડલી ચાટ માટેની સામગ્રી:-

4-5 ઈડલી ના કટકા

તેલ તળવા માટે

ચાટ માટે:-

1 કપ વલોવેલું દહીં

મીઠું સ્વાદાનુસાર

ખાંડ નો ભૂકો સ્વાદાનુસાર

મરચું સ્વાદાનુસાર

2 ચમચા ફણગાવેલા મગ અને મઠ ( ના હોય તો બાફેલા પણ લઈ શકો)

1 ચમચો દાડમ ના દાણા

2 ચમચા ડુંગળી સમારેલી

સેવ

કોથમીર-ફુદીના ની ચટણી

ખજૂર-આંબલી ની ચટણી

કોથમીર સમારેલી

સર્વ કરવા માટે ટૂથપીક

ઈડલી ચાટ બનાવાની રીત:-

સૌ પ્રથમ ઈડલી ના કટકા કરી લો. બહુ નાના કટકા ના કરવા એક માંથી ચાર ભાગ જ કરો જેથી એમાં ટૂથપીક ભરાવી ને સર્વ કરવું સરળ રહે.

બધા ઈડલી ના કટકા ને ગરમ તેલ માં એકદમ આછું ગુલાબી થાય ત્યાં સુધી તેજ આંચ પર તળી લો. અને તેને પેપર નેપકીન પર નીકાળી લો જેથી વધારા નું તેલ નીકળી જાય.

દહીં માં ખાંડ નો ભૂકો અને મીઠું નાખી ને મિક્સ કરી લો.

હવે એક પ્લેટ માં ઈડલી ના કટકા ગોઠવી લો.


એની ઉપર દહીં ઉમેરો.હવે ફણગાવેલા મગ-મઠ ભભરાવો.


હવે મીઠી ચટણી, લીલી ચટણી, દાડમ ના દાણા, ડુંગળી સમારેલી ઈડલી ઉપર ઉમેરો.

ત્યાર બાદ મરચું છાંટો. કોથમીર અને સેવ નાખી ને બધી ઈડલી પર ટૂથપીક ભરાવો અને ક્રિસ્પી ચાટ સર્વ કરો.

નોંધ:-

તમે તમને ગમતું કાઈ પણ ચાટ માં ઉમેરી શકો છો.

ફણગાવેલા કઠોળ ની બદલે બાફેલા મગ અને ચણા પણ લઇ શકો છો.

દહીં અને ચટણી તમારા સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો.

તમે ઈડલી ના તળો અને આમ જ ઉપયોગ માં લઇ શકો છો. બસ થોડી પાપડી પૂરી ઉમેરો એટલે એનાથી ક્રિસપી રહશે ચાટ.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *