ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ

આજે આપણે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે પરફેક્ટ માપ સાથે ઈડલી નું પ્રિમીક્સ જોઈશું.આમાં બિલકુલ પણ આથો લાવવાની જરૂર નથી.અને સાથે બનાવીશું ફ્રેશ કોકોનટ યુઝ કર્યા વગર કોકોનટ ચટણી બનાવીશું અને કૂકર માં બનાવીશું સંભાર.તો ચાલો રેસિપી શરૂ કરીએ.

સામગ્રી:

  • ચોખા નો લોટ
  • અડદ ની દાળ
  • જાડા પૌવા
  • ઈનો
  • મીઠું
  • તેલ
  • રાઈ
  • જીરું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ડુંગળી
  • ટામેટા
  • દુધી
  • તુવેર દાળ
  • ધાણાજીરું પાવડર
  • સંભાર મસાલો
  • કોથમીર
  • ગોળ
  • આંબલી નો પલ્પ
  • લીલા મરચા
  • મીઠો લીમડો
  • સૂકા લાલ મરચા
  • હીંગ
  • કોપરા નું છીણ
  • દહીં
  • ઘી

રીત

1- પહેલા આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું તેમાં એક કપ અડદ ની દાળ નાખીશું.ત્યારબાદ ૧/૪ કપ જાડા પૌવા એડ કરીશું.હવે આને રોસ્ટ કરી લઈશું.આમાં રહેલો ભેજ નીકળી જશે જેથી આ લાંબા સમય સુધી સારું રહેશે.

2- હવે બે મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું.હવે ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી લઈશું ત્યારબાદ બે કપ ચોખા નો લોટ લઈ લઈશું.હવે અડદ ની દાળ અને પૌવા મિક્સર માં ક્રશ કરેલા હતા તે પણ એડ કરીશું.

3- હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.સારી રીતે મિક્સ થઈ જાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લઈશું.આને તમે ફ્રીઝ વગર બહાર એક મહિના સુધી સારું રહે છે.અને ફ્રીઝ માં બે થી ત્રણ મહિના રાખી શકો છો.તો ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે નું પ્રીમિક્સ બિલકુલ તૈયાર છે.

4- હવે ઈડલી કઈ રીતે બનાવવાની તે જોઈ લઈશું.તમારે જેટલી ઈડલી બનાવવી હોય તેટલું પ્રિમિક્સ લઈ લેવાનું.અત્યારે આપણે બધું જ પ્રીમિકસ લઈ લઈશું તેમાં એક કપ ખાટું દહીં લઈ લઈશું.ત્યારબાદ એક કપ પાણી એડ કરીશું.હવે તેને મિક્સ કરતા જઈશું.

5- હવે મિક્સ કરતા જઈ તેમાં થોડું પાણી એડ કરીશું.હવે આને દસ મિનિટ માટે રહેવા દઈશું.જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેને એક સાઈડ હલાવી લઈશું.જેથી બેટર માં ગાઠા ના પડે. બેટર ને ફેટતી વખતે જરૂર લાગે તો પાણી એડ કરીશું.આમાં આપણે ત્રણ ચમચી પાણી એડ કર્યું છે.

6- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું, હવે બીજા બાઉલ માં તમારે જેટલી ઈડલી બનાવવાની હોય તેટલું બેટર લઈ લઈશું.હવે તેમાં ઈનો એડ કરીશું.તેની પર એક ચમચી પાણી એડ કરીશું જેથી ઈનો એક્ટિવ થઈ જાય.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

7- તમે વીડિયોમાં જોઇ શકો છો કે બેટર આપણુ એકદમ સરસ થઈ ગયું છે.હવે તેલ થી ગ્રીસ કરેલી ઈડલી સ્ટેન્ડ માં બેટર રેડી દઈશું સ્ટીમર ને પણ પહેલા પાણી ગરમ કરવા મૂકી દેવાનું.હવે ઈડલી ને કુક કરવા મૂકી દઈશું.

8- હવે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ.એક કપ કોપરાનું છીણ લઈ લઈશું.અને એક કપ દહીં લઈ લઈશું,આ બન્ને ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લઈશું.હવે તમારા સ્વાદ મુજબ મીઠું નાખી દો.ત્યારબાદ એક લીલું મરચું એડ કરીશું.

9- હવે આપણે બધું મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે વઘાર કરી લઈશું હવે એક ચમચી તેલ મુકીશું હવે તેમાં એક ચમચી રાઈ મૂકી દઈશું.ત્યારબાદ આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું.ત્યારબાદ પા ચમચી અડદ ની દાળ એડ કરીશું.હવે દાળ ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે દાળ નો કલર બદલાઈ ગયો છે.હવે ગેસ બંધ કરી દઈશું.

10- હવે આ વઘાર ને જે ચટણી બનાવી હતી તેમાં એડ કરી દઈશું તમે વીડિયોમાં જોઇ શકો છો કે કેટલી સરસ ચટણી બની છે જો તમારી પાસે ફ્રેશ કોકોનટ હોય તો તે પણ યુઝ કરી શકો છો.હવે પંદર મિનિટ પછી જે ઈડલી કુક કરવા મૂકી હતી તે ચેક કરી લઈશું.હવે ઈડલી સરસ થઈ ગઈ છે અને થોડી ઠંડી થાય એટલે તેને બહાર કાઢી લઈશું.હવે ઈડલી ને ચપ્પા થી બહાર કાઢી લઈશું.

11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણી ઈડલી એકદમ સરસ બની ને તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ બની છે.તો તમે આ રીતે પ્રિમિકસ બનાવી ને ઈડલી બનાવી શકો છો.આથો લાવવાની પણ જરૂર નઈ પડે.હવે કૂકર માં સંભાર કંઈ રીતે બને તે પણ જોઈ લઈશું.હવે કૂકર માં એક ચમચી તેલ લઈશું,અને એક ચમચી ઘી વઘાર માં મુકીશું.હવે એક ચમચી રાઈ એડ કરીશું.

12- હવે એક ચમચી જીરૂ એડ કરીશું. હવે પા ચમચી હિંગ નાખીશું ત્રણ થી ચાર સૂકા લાલ મરચા એડ કરીશું અને આઠ થી દસ મીઠા લીમડાના પાન એડ કરીશું.ત્યારબાદ ત્રણ લીલા મરચા કટ કરેલા એડ કરીશું.ત્યારબાદ એક ચમચી અડદ ની દાળ એડ કરીશું.આ બધું એક મિનિટ માટે સાંતળો. ત્યારબાદ એક ડુંગળી એડ કરીશું.અને એક બટાકો એડ કરીશું છાલ કાઢી ને ટુકડા કરેલા એડ કરીશું.

13- હવે બે ટામેટા એડ કરીશું.ટુકડા કરેલી દુધી એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને દોઢ ચમચી સંભાર મસાલો નાખીશું ત્યારબાદ બે ચમચી આંબલી નો પલ્પ એડ કરીશું.હવે એક ચમચી ગોળ નાખીશું ત્યારબાદ બે ગ્લાસ પાણી એડ કરીશું.

14- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે એક કપ તુવેર ની દાળ લીધી છે તે એડ કરીશું.દાળ ને અડધો કલાક પલાળી ને રાખવાની.જેથી તે બધા શાકભાજી જોડ સરસ રીતે બફાય જાય.હવે ધીમા ગેસ પર ચાર સીટી કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે બધી જ વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે.હવે તેમાં બ્લેન્ડર નથી ફેરવવાનું.હવે તેને વિસ્કર થી વિસ્ક કરી લઈશું.

15- આના થી બધી વસ્તુ મેસ થઈ જશે તમે વિડિયો માં જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ મેસ થઈ ગઈ છે હવે સંભાર ને પાતળો કરવા માટે એક ગ્લાસ પાણી એડ કરીશું.હવે દાળ ને થોડી વાર ઉકળવા દઈશું.હવે તેમાં કોથમીર એડ કરીશું.તો બિલકુલ તૈયાર છે ટેસ્ટી સંભાર.તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : નિરાલી કોરાટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *