ઈડલીનું ખીરું ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તેના માટેની ખાસ ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ

આજે આપણે ઈડલી નુ ખીરુ ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તેના માટેની ખાસ ધ્યાનમાં રાખવાની સીક્રેટ ટિપ્સ જોઈશું. આપણા ઘરમાં અઠવાડિયામાં એક વાનગી તો બનતી હોય છે સાઉથ ઇન્ડિયન. ઈડલી, ઢોસા. આ બધું તો બનતું જ છે જો એમાં ઈડલી ની વાત આવે તો ઈડલી તો બધાને બહુ પસંદ આવે છે પણ જ્યારે ઘરે બનાવીએ ત્યારે એમ થાય કે આ વસ્તુ નાખવાની રહી ગઈ. અને એમ થાય કે આ વખતે એટલી સોફ્ટ નહીં થઈ. થાય છે ને આવું?તો ચાલો જોઈએ તેની ટિપ્સ.

1- જ્યારે આપણે ઘરે ઈડલી નુ ખીરુ બનાવતા ત્યારે શું વાતનું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા તો દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે. ઘરે બનાવવું બહુ ઇઝી છે. હવે મોટા ભાગે ઈડલી નુ ખીરુ બહારથી જ આવતું હોય છે. કારણ કે જે ખીરું ઘરે બનાવીએ તેની ઈડલી સારી નથી થતી. જો તમે ઘરે ખીરુ બનાવશો તો તમારી ઈડલી એકદમ સોફ્ટ થશે. અને એકદમ પરફેક્ટ બનશે.

2- તમને જે પ્રોસેસ લાંબી લાગે છે ને. કે આગલા દિવસે ચોખા પલાળો અને સવારે તેને પીસો. અને તે સાંજના ઈડલી બનાવી શકશો. તેનું પ્લાનિંગ અગાઉ થી કરવું પડે ત્યારે ઈડલી બને.સાચી વાતને? આજે એવી રીતે ઈડલી નું ખીરું બનાવીશું કે ફટાફટ સવારે વિચાર કરો અને સાંજે ઇડલી ખાવ. સૌથી પહેલા દાળ અને ચોખા લેવાના છે. 2 કપ ચોખા અને એક કપ અડદની દાળ. ઈડલી માં થોડું ચોખાનું પ્રમાણ ઓછું હોય છે. ઢોસા માં આપણે ૩ વાટકી ચોખા લેતા હોય છે. તેનું કારણ એ છે કે અડદની દાળ સોફ્ટ નેસ આપે છે અને ચોખા છે તે ક્રિસ્પી નેસ આપે છે.

3- આપણે ઢોસા વધારે ક્રિસ્પી જોઈતા હોય છે ચોખાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ઈડલી માં બે વસ્તુ બેલેન્સ કરતું હોય છે. હવે આમાં ચોખા કયા વાપરવાના. ચોખા તમારે બાસમતી ચોખા નથી વાપરવાના. તમે ઘરમાં રૂટિનમાં ખાતા હોય એટલે તમે જાડા ચોખા લઈ શકો છો. ઈડલી માટે બેસ્ટ જે પીડા ચોખા આવે છે. આ ચોખા થી તમે ખીરું બનાવો તો એકદમ પરફેક્ટ બનશે. હવે તેવી જ રીતે અડદની દાળ લેવાની છે. આ બંને વસ્તુને પલાળી અને પીસીને તૈયાર કરતા હોય છે.

4- સૌથી પહેલા બંને નો લોટ બનાવી ને રાખવાનો છે. અને કરકરો લોટ વાટી ને રાખવાનો છે. આલોટ તમે મિક્સરમાં દળી શકો છો. આ રીતે તૈયાર કરેલો લોટ તમે રાખી મૂકો. અને ચોખા અને અડદની દાળમાં બે ચમચી મેથીના દાણા પણ ઉમેરવાના છે. ક્રશ કરતી વખતે જ ઉમેરવાના છે. આમ કરવાથી આથો બહુ સરસ આવે છે. હવે તમારી પાસે લોટ તો તૈયાર થઈ ગયો છે. હવે ઈડલી બનાવવાની કેટલી ઇઝિ થઈ ગઈ છે. હવે લોટને જ્યારે ઇચ્છો ત્યારે પલાળી દેવાનું છે. ઢોકળા હાંડવા નો લોટ પલાળી એ તેવી જ રીતે પલાળી દેવાનું છે.

5- આપણે લોટને દહી અને છાશ અથવા પાણી લઈ લોટ પલાળી લઈશું. અને હલાવી ખીરું તૈયાર કરી લેવાનું છે. જો એક વાટકી લોટ હોય તો તેમાં પા કપ દહીં અને લગભગ અડધા કપ જેટલું પાણી લઇ અને તેની છાશ બનાવી લેવાની છે અને તેને નવસેકી ગરમ કરી લેવાની છે. આમ કરવાથી આથો બહુ સરસ આવશે. આ બધું ઉમેરી એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવાનું છે. જો એકદમ ઘટ્ટ કરશો તો લોટને ફુલવાની જગ્યા નહીં મળે. અને જો વધારે પ્રમાણમાં ખીરું ઢીલું હશે તો તો પણ તેની ઈડલી સરસ નહીં બને.

6- હવે ખીરું તૈયાર કરી કોઈપણ ગરમ જગ્યાએ ઢાંકીને મૂકી દેવાનું છે. બે કલાક માટે રહેવા દઇશું. બે કલાક પછી તેને ફરીથી વાટી લેવાનું છે. જો તમે એમ નમ બનાવશો તો ઢોકળા નું ખીરું હોય તેવું લાગશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડું કરકરુ રહે તેવું ખીરું તૈયાર કરવાનું છે. હવે જે ખીરું તૈયાર થાય તેનો કલર પણ એકદમ બદલાઈ ગયો હસે. તે પણ મીડીયમ ઘટ જ રાખવાનું છે. વધારે પ્રમાણમાં પાણી નથી ઉમેરવાનું. હવે જે ખીરું તૈયાર થઈ ગયું તેને ગરમ જગ્યા પર મૂકી દો. લગભગ પાંચથી છ કલાક માટે મૂકી દઈશું.

7- હવે જ્યારે તમે ઈડલી બનાવતા હોય ત્યારે તમે જોશો કે આથો આવી ગયો છે.અને જો આથો એકદમ સરસ ના આવ્યો હોય તમારું ખીરું જે છે તે ફૂલી ને ડબલ થઈ ગયું હોય.જે ખીરું તૈયાર કર્યું હતું.તેમાં ફ્રુટ સોલ્ટ ઉમેરવાનું છે. જો તમે સોડા ઉમેરી દો અને થોડું પણ વધારે પડશે તો ઈડલી પીળી પડી જશે. અને સોડા ઉમેરો તો તેનું માપ ખાસ ધ્યાન રાખજો.

8- જ્યારે તમે ફ્રુટ સોલ્ટ ઉમેરતા હોય ત્યારે આ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે થોડું ખીરું લઈ અને તેમાં જ ફ્રુટ સોલ્ટ ઉમેરવાનો છે બધામાં નથી ઉમેરવાનો. અને જો પાછળથી ઈડલી બનાવશો તો તે સોફ્ટ નહીં થાય. અને ઢોકળી યુ ગરમ કરી તેના પર ઈડલી ઉતારતા જવાનું છે. ગરમા ગરમ ઈડલી તૈયાર થઈ જશે. હવે ખીરું તમારું વધારે ઢીલું થઇ ગયું હશે તો તમને ઈડલી વધારે વચ્ચેથી કાચી લાગશે. અને તમે તેને વધારે વાર કુક કરશો તો શું થશે કે એકદમ પહેલા ફૂલી જશે અને પછી વચ્ચે ખાડો પડી જશે. અને બેસી જશે અને જે વચ્ચેનો ભાગ એકદમ હાર્ડ થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનુ કે ખીરું એકદમ ઢીલું પણ ન હોવું જોઈએ. તમે આ ટિપ્સથી ઘરે ચોક્કસથી ઈડલી નું ખીરું બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *