ઇન્ડિયન ક્રીકેટ જર્સી વિષેની અજાણી વાતો જાણી તમને પણ મેન ઇન બ્લૂ પર ગર્વ થશે

શું તમે ભારતીય ક્રિકેટ જર્સી પરના આ ત્રણ સ્ટાર્સ પાછળનું કારણ જાણો છો ? તે જાણીને તમને ગર્વ થશે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam) on

ભારતીય ક્રિકેટની વન ડે ઇન્ટરનેશનલની જર્સી પર આ અંકિત કરવામાં આવેલા ત્રણ તારકો વિષે જાણી તમને ગર્વની લાગણી થશે.

ભારતનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અનંત અને બિનશર્તી છે. ભારત હાલની ODI માં સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આપણે હવે આપણા મેન ઇન બ્લૂ ક્રિકેટર્સ પર પહેલાં કરતાં પણ વધારે ગર્વ કરવા લાગ્યા છીએ. આપણી આપણા ક્રિકેટર્સ પ્રત્યેના પ્રેમ અને સમર્પણની કોઈ જ સીમા નથી.

 

View this post on Instagram

 

A post shared by follow the blues WC 19 (@followtheblueswc) on

બધાને 2જી એપ્રિલ 2011ની તે રાત્રી યાદ જ હશે જ્યારે ભારતના હાથમાં વર્લ્ડ કપ હતો. તે દિવસ આજે પણ આપણા મનમસ્તિષ્ક પર તાજો છે. ધોનીએ પોતાની આગવી શૈલીમાં મેચ પૂરી કરી અને તે જીતને સચીનને સમર્પિત કરી.

તે વિજયની ઉજવણી અને ‘વર્લ્ડ ચેમ્પિયન’નું ટાઇટલ જાણે કાલની જ વાત હોય તેવું લાગી રહ્યું છે.
હાલ ચાલી રહેલી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં બીસીસીઆઈના લોગો પરના ત્રણ સ્ટાર્સ તમે જોતાં જ હશો.

 

View this post on Instagram

 

A post shared by Brij Singh (@chefdefeast) on

તે દરેક તારકો આપણા વિશ્વકપના વિજયોના પ્રતિક સમાન છે, 1983, 2007 અને 2011. આપણા મેન ઇન બ્લુ ખરેખર પોતાની જીતો પોતાના ખભા પર લઈ ફરી રહ્યા છે.

તે વિષે વિરાટ કોહલી કંઈક આમ કહે છેઃ

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam) on

“મને ખ્યાલ છે કે અમારા પર કરોડો લોકોની આશાઓ ટકેલી છે. અને માટે જ હું હંમેશા જવાબદારી પૂર્વક અને ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમું છું. અમારા પર સતત દબાણ હોય છે અને માટે જ મારે હંમેશા એકાગ્ર રહેવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam) on

હું ખરેખ અમારી આ જર્સી પરના ત્રણ તારકોને લઈને ગર્વ અનુભવુ છું. મને આપણી આજની ભારતીય ક્રીકેટ ટીમ તેમજ તેણે જે અત્યાર સુધીમા હાંસલ કર્યું છે તેના પર ગર્વ છે. હું ખરેખર ત્રણ વર્લ્ડ કપ જીતનારી મારી આ ટીમ પર ગર્વ અનુભવું છું.”

ખરેખર અમે પણ અમારા આ મેન ઇન બ્લુ પર ગર્વ અનુભવીએ છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *