instant સેવ ખમણી – હવે સવાર સવારમાં ઘરમાં બધાની માટે બનાવો સેવ ખમણી, સરળ અને ટેસ્ટી…

instant સેવ ખમણી

સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.પણ હું તમને ઇન્સ્ટન્ટ સેવ ખમણી શીખવીશ .એટલે સવાર ના નાસ્તા નો પ્રશ્ન નઈ થાય ….તો ચલો શીખી લઇએ ….

સામગ્રી :

  • – 1/2 કપ ચણાની દાળ નો કકરો લોટ લીધો છે …
  • – 2 મોટી ચમચી લસણ ની પેસ્ટ
  • – 1 ચમચી આદુ ની પેસ્ટ
  • – 2-3 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – દૂધ જરૂર મુજબ
  • – 5 ચમચી ખાંડ.
  • – રાઈ
  • – હિંગ
  • – સેવ
  • – તેલ પા કપ
  • – હળદર ચપટી
  • – 1/2 ચમચી લીંબુના ફૂલ અથવા લીંબુ નો રસ
  • – 1/2 ચમચી ખાવા ના સોડા .

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ એક બોવેલ માં ચણાનો કકરો લોટ લેવો …તે પછી તેમાં લીંબુ ના ફૂલ ,મીઠું ,હિંગ ,હળદર અને આદુ અને માર્ચ ની પેસ્ટ ઉમેરી પાણી ઉમેરી ખીરું ત્યાર કરવું …

સ્ટેપ :2

ત્યારપછી stem cooker માં થાળી ઢોકળા ની જેમ થાલી માં ખીરું પાથરી .કૂક કરી દેવું …અને થઈ જાય પછી થોડી વાર ઠડુ કરી ..આકા પડી 7-8 ચમચી દૂધ ઉમેરવું …તે પછી હાથ થી crumbles કરી લેવા …

સ્ટેપ :૩

સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ ગરમ કરો, એમાં રાઈ અને હિંગ ઉમેરો, હવે એમાં લસણ, આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો, હવે લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો, એમાં crumbles એટલે ચણાની દાળ ની ખીરું માંથી બનાવેલું ભૂકો ઉમેરી સાંતળો…ગેસ ની ફ્લેમ મિડિયમ રાખવી.

સ્ટેપ :4

હવે ખાંડ ઉમેરી મિક્સ કરો, થોડી વાર પછી ગેસ બંધ કરી મરચા ,કોથમીર અને સેવ ભભરાવી સર્વ કરો.

નોંધ:

  • – જેમને વિરુદ્ધ આહાર થી પ્રોબ્લેમ હોય એ દૂધ ની જગ્યા એ પાણી વાપરી સકે.
  • – દાડમ ના દાણા પણ ઉમેરી સકો.
  • – આ રીતે દૂધ ઉમેરી કુક કરવાથી ખમણી બહુ સારી હલકી અને ફૂલેલી થશે.
  • – લીલું લસણ ઉમેરવાથી પણ સ્વાદ બહુ સરસ આવે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *