શિયાળું વસાણું – ઇસબગોલનો આથો જો શિયાળામાં કાંઈક નવીન ખાવા માંગો છો તો બનાવો આ વસાણું…

શિયાળું વસાણું

ઇસબગોલનો આથો

સામગ્રી :

  • ઇસબગોલ 100 ગ્રામ
  • દેશી ઘી 400 ગ્રામ
  • દળેલી ખડી સાકર 200 ગ્રામ
  • નાળિયેર ખમણ 50 ગ્રામ
  • કાજુ-બદામનાં ટુકડા 50 ગ્રામ
  • સમારેલું અંજીર 20 ગ્રામ
  • કિશમીશ કાળી દ્રાક્ષ 20 ગ્રામ
  • એલચી પાવડર 1 ચમચી
  • સૂંઠ પાવડર 2 ચમચી
  • ગંઠોડા પાવડર 2 ચમચી
  • કાળા મરીનો પાવડર 2 ચમચી
  • કેસરનાં તાંતણા 15 17

રીત : સૌ પ્રથમ એક એલ્યુમિનિયમનો બેઠાં ઘાટનો ડબ્બો લેવો. એમાં ઘી ગરમ કરવાં મૂકવું, હવે ગેસ પરથી ઉતારી લેવું, ઘી એકદમ ગરમ હોય એમાં જ બધું ઉમેરવું એટલે દળેલી ખડી સાકર ઉમેરી હલાવવું. ઇસબગોલ ઉમેરવું કાજુ-બદામનાં ટુકડા ઉમેરવાં. કિશમીશ કાળી દ્રાક્ષ સમારેલું અંજીર ઉમેરી હલાવી લેવું.

હવે બધાં ઓસડિયાં ઉમેરવાં એલચી પાવડર સૂંઠ પાવડર ગંઠોડા પાવડર કાળા મરીનો પાવડર કેસરનાં તાંતણા ઉમેરી સરખી રીતે હલાવી લેવું….

લો તૈયાર છે ઇસબગોલનો આથો.

( નોંધ- આ વસાણું દરરોજ સવારે નરણાં કોઠે એક એક ચમચી લેવું, પાચનશક્તિ માટે ફાયદા કારક છે આ વસાણું.)

રસોઈની રાણી : હીરલ હેમાંગ ઠકરાર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *