જૈન મિનિ બાજરા ખાખરા – ગુજરાતીઓની પસંદ ખાખરા હવે બનાવો બાજરીના લોટમાંથી પણ…

ખાખરા લાઇટ મિલ તરીકે લેવામાં આવતા હોય છે. બ્રેક્ફાસ્ટ કે નાસ્તામાં લેવામાં આવતા હોય છે. ખાખરા અનેક પ્રકારના લોટમાંથી બનાવવામાં આવે છે. ઘઉં, બાજરો, રાગી, મલ્ટી ગ્રેઇન, ઘઉં અને થોડા ચણાના કે મેંદાના લોટના મિશ્રણ કે બિમાર વ્યક્તિ માટે માત્ર ચણાના લોટમાંથી પણ બનાવવામાં આવતા હોય છે. ખાખરા રાઉંડ, ટ્રાયેંગલ કે સ્ક્વેર શેઇપમાં બનતા હોય છે. તો નાની – મોટી સાઇઝમાં પણ બને છે. નાની સાઈઝના ખાખરા ટ્રાવેલિંગમાં લઇ જવા માટે અને નાસ્તા માટે પણ ખૂબજ અનુકૂળ રહે છે.

આજે હું અહિં બાજરા સાથે થોડા ઘઉંના લોટનું કોમ્બિનેશન કરીને જૈન મિનિ બાજરા ખાખરાની રેસિપિ આપી રહી છું. જે ખાસ ડાયાબિટિસવાળી અને હાર્ટ્ની ટ્રબલ વાળી વ્યક્તિઓ માટે તેમજ ડાયેટિંગ કરનાર વ્યક્તિઓ માટે નાસ્તામાં લેવામાં તેમજ હેલ્થ માટે પણ ખૂબજ અનુકૂળ આવશે.

જૈન મિનિ બાજરા ખાખરા બનાવવા માટે ની સામગ્રી:

  • 1 કપ બાજરાનો લોટ ( બ્લેક મિલેટ )
  • 4 ટેબલ સ્પુન ઘઉં નો લોટ
  • ½ ટી સ્પુન તલ – તલ વધારે લેવા નહી – ખાખરા બરાબર વણાશે નહિ.
  • ½ હળદર પાવડર
  • 2 ટી સ્પુન ઓઇલ મોણ માટે
  • 1 ટી સ્પુન સૂકી મેથીના પાન
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 ટી સ્પુન મરી પાવડર
  • પિંચ હિંગ
  • સ્વાદ મુજબ મીઠું

જૈન મિનિ બાજરા ખાખરા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 1 કપ બાજરાનો લોટ અને 4 ટેબલ સ્પુન ઘઉંનો લોટ લ્યો. તેને એક મિક્ષીંગ બાઉલમાં, મેંદાના લોટની ચાળણીથી ( બન્ને લોટ ને સાથે જ ) ચાળી લ્યો. અને સારી રીતે મિક્ષ કરી લ્યો.

આ પ્રોસેસ ખૂબ જરુરી છે. તેનાથી ખાખરાનો લોટ સ્મુધ થશે અને ખખરા સરસ પાતળા વણાશે. તેમજ વણતી વખતે ફાટશે નહી.

હવે ચાળીને મિક્ષ કરેલા લોટ માં ½ ટી સ્પુન તલ – તલ વધારે લેવા નહી – ખાખરા બરાબર વણાશે નહિ, ½ ટી સ્પુન હળદર પાવડર, 2 ટી સ્પુન ઓઇલ મોણ માટે, 1 ટી સ્પુન આખુ જીરું, 1 ટી સ્પુન મરી પાવડર, પિંચ હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરો.

હવે તે મિશ્રણમાં 2 ટી સ્પુન ઓઇલ અને 1 ટી સ્પુન સૂકી મેથીના પાનને અધકચરા કરીને ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે હુફાળા પાણી વડે ખાખરા બનાવવા માટેનો લોટ બાંધો. થોડું થોડું પાણી ઉમેરી લોટ મસળતા જઇને ભાખરીની કણેક કરતા સહેજ જ સ્મુધ લોટ બાંધો.

તેના પર ઓઇલ લગાવીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ એકદમ સરસ મસળીને ફરીથી કણેક બનાવી લ્યો.

તેમાંથી 18 થી 20 મિનિ ખાખરા બનશે. તે પ્રમાણે જરુર મુજબ જ એક એક લુવુ બનાવી એક-એક ખાખરો વણતા જઇ ખાખરો ઓઇલ વગર જ રોસ્ટ કરતા જવો.

બધા લુવા અને ખાખરા એક સાથે બનવવાથી ડ્રાય થતા જશે અને રોસ્ટ કરવામાં તૂટતા જશે.

નોન સ્ટિક તવી ગરમ મૂકી, ગરમ થઇ જાય એટલે સ્લો ફ્લૈમ પર ખાખરા રોસ્ટ કરો.

ખાખરા રોસ્ટ કરતી વખતે મુસલિનનું કપડું ફોલ્ડ કરી, ખાખરા પર ઓલ ઓવર પ્રેસ કરતા જઇ, ખાખરો ઓઇલ વગર જ બન્ને બાજુ ફેરવીને લાઇટ પિંક રોસ્ટ કરી લેવો. બાજરાના ખાખરા સરસ ક્રંચી બનશે. આ પ્રમાણે બધા ખાખરા વણીને રોસ્ટ કરી લેવા.

સર્વ કરવા માટે જૈન મિનિ બાજરા ખાખરા રેડી છે. ચા, શિંગની કોરી ચટણી, અચાર કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

એર ટાઇટ કન્ટેઇનરમાં બધા ખાખરા સ્ટોર કરી લેવા. જરુર મુજબ ઉપયોગમાં લેવા.

જૈન મિનિ બાજરા ખાખરા બધાને હેલ્થ અને ટેસ્ટમાં ફાવશે અને ભાવશે.

મારી આ રેસિપિ કેવી લાગી એ કોમેંટ માં જણાવજો.

મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. કેમકે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *