જેલેપિનોઝ ( હેલેપિનોઝ ) પિકલ – બહાર માર્કેટમાં તૈયાર મળે છે એ નહિ પણ હવે ઘરે જ બનાવો…

જેલેપિનોઝ ( હેલેપિનોઝ ) પિકલ :

આપણે ઘણા પ્રકારના પિકલ-અથાણાઓ બનાવતા હોઇએ છીએ. તેમાં રાઇ કુરિયા, મેથી કુરિયા, લાલ મરચુ, હલળર, હિંગ જેવા કેટલાયે સ્પાઇસિસ ઉમેરતા હોઇએ છીએ. અને એકદમ સ્પાઇસી બનાવતા હોઇએ છીએ. આ પ્રકારના પિકલ કેરી, ગુંદા, ગાજર, મરચા વગેરેમાંથી બનવવામાં આવતા હોય છે. અહીં આપેલી રેસિપિમાં તીખા હેલેપિનોઝ–મરચાનો પિકલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સાદા મરચા કરતા થોડા વધારે જાડી છાલ વાળા હોય છે. અને આમાં સાદા અથાણા જેવા કોઈજ સ્પાયસીસ મિક્ષ કરવામાં આવ્યા નથી. તેમાંથી આ બધા સ્પાયસિસ વગર જ સરસ ટેંગી પિકલ બનાવી શકાય છે.

માર્કેટમાં ઘણા સ્ટોર્સમાં હેલેપિનોઝપિકલ મળતું હોય છે. હું અહીં હેલોપિનોઝનું પિકલ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ટાકોઝ, બર્ગર, વગરેમાં મૂકીને તેને વધારે સ્પાયસી બનાવી શકાય છે. આ હેલેપિનોઝ પીક્લ જારમાં ભરી ઘણા ટાઇમ સુધી વાપરી શકાય છે. પિક્લ ભરવા માટેના કાચના જારમાં કેનીંગ કરવા માટે તેને ગરમ કરીને ક્લીન કરવામાં આવે છે.

આ પિકલ બનાવવું ખૂબજ સરળ છે. હેલોપિંસની રિંગસ કાપી તેના પર કુકિંગ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. તેમાં વિનેગર ઉમેરવામાં આવે છે અને તેના કારણે આ પિકલનો ટેસ્ટ આપણે જે રેગ્યુલર બનાવતા પિકલ –અથાણા કરતા બિલ્કુલ અલગ જ આવે છે. જે નાચોઝ, ટાકોઝ, બુરિટોઝ, પિઝા, પાસ્તા, બર્ગર, વગરે પર મૂકીને ખાવાથી તેનો સ્વાદ ઓર વધી જ્તો હોવાથી બધાને વધારે ટેસ્ટી લાગે છે. જેમાં તમારે વધારે સ્ટ્રોંગ ટેસ્ટની જરુર હોય તેમાં આ પિકલ ચોક્કસથી વાપરો. તેમજ તમને વધારે પડતા મસાલેદાર અથાણા પસંદ ના હોય ત્યાં આ પિકલ ચોક્કસથી વાપરી શકાય છે. બનાવવું સરળ હોવા છ્તાં તેને ક્લીન જારમાં ભરી, ટાઇટ કરી સેટ થઈ પર્ફેક્ટ ટેસ્ટ આવતા 8-10 દિવસ લાગે છે. એ દરમ્યાનમાં હેલેપિનોઝ્માં સરસ સ્ટ્રોંગ વિનેગરનો ટેસ્ટ બેસી જાય છે.

આ પિકલનો તીખો, મીઠો, ખાટો એવો સરસ ટેંગી ટેસ્ટ આવે છે. તો આ પિકલ બનાવવા માટે હું અહીં રેસિપિ આપી રહી છું તમે પણ તેને ફોલો કરીને ચોક્કસથી બનાવ્જો.

જેલેપિનોઝ (હેલેપિનોઝ) પિકલ બનાવવાની રીત :

  • 3 જાડી છાલના મરચા (હેલેપિનોઝ )
  • ½ કપ વ્હાઇટ વિનેગર
  • 1 કપ પાણી
  • 1 કળી લસણની ફોતરા કાઢીને સ્લાઇટ ક્ર્શ કરેલી
  • 1 ટી સ્પુન સી સોલ્ટ અથવા રેગ્યુલર સોલ્ટ
  • 1 ટી સ્પુન સુગર
  • ½ ટી સ્પુન ઇટાલિયન હર્બ્સ (ઓપ્શનલ)

સૌ પ્રથમ મરચાને ધોઇને કોરા કરી લ્યો.

હવે તેની જાડી રિંગ્સ બને એ રીતે શાર્પ ચપ્પુથી કટ કરી લ્યો.

હવે એક પેનમાં 1 કળી લસણની ફોતરા કાઢીને સ્લાઇટ ક્ર્શ કરેલી, 1 ટી સ્પુન સી સોલ્ટ અથવા રેગ્યુલર સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરો. મિક્ષ કરો. ત્યારબાદ તેમાં 1 કપ પાણી ઉમેરી ફ્લૈમ ચાલુ કરો. ગરમ થઈને સુગર અને સોલ્ટ મેલ્ટ થઈ જાય એટલે તેમાં હવે તેમાં ½ કપ વ્હાઇટ વિનેગર ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન ઇટાલિયન હર્બ્સ (ઓપ્શનલ) અને 1 લસણની કળી ઉમેરો, વધારે ટેસ્ટ જોઇએ તો 2 કળી લસણ ઉમેરી, મિડિયમ ફ્લૈમ પર 5 મિનિટ ઉકાળો.

હવે હેલેપિનોઝની કાપેલી રિંગ ઉકળતા પાણીમાં ઉમેરી મિક્ષ કરી દ્યો. મિક્ષ કરીને ફ્લૈમ ઓફ કરીને તતજ સ્ટવ પરથી નીચે ઉતારી 30 મિનિટ ઢાંકીને એક બાજુ મૂકી દ્યો.

એકાદવાર હલાવી લ્યો. તેનો કલર ચેંજ થઈ જતો લાગશે. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે) બરાબર કલર ચેંજ થઈ રેડી મળે છે એવા થઈ જાય અને એકદમ રુમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ તેને તેમાં રહેલા ઉકળેલા પાણી સહીત સ્ટરીલાઈઝ્ડ કરેલી બોટલમાં ભરી એરટાઇટ કરી, 2 મહિના સુધી રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય.

હવે આ જેલેપિનોઝ (હેલેપિનોઝ) પિકલ ઉપયોગ કરવા માટે રેડી છે.

જરુર પડે તે મુજબ તેને બહાર કાઢી નાચોઝ, ટાકોઝ, બુરિટોઝ, પિઝા, પાસ્તા, બર્ગર વગરે પર મૂકીને ટેસ્ટી બનાવવાથી ઘરે પણ રેસ્ટોરંટ જેવો જ ટેસ્ટ આવશે.

સલાડ, વેજી બર્ગર, બ્લેક્બીન બર્ગર, સેંડવીચ વગેરેમાં પણ ઉમેરીને તેનો ટેસ્ટ ઓર વધારી શકાય છે. બધાને આ હેલેપિનોઝ પિકલનો ટેસ્ટ ખૂબજ ગમશે અને ભાવશે.

તો તમે પણ એક વાર જરુર થી આ રેસિપિ ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *