ગોળ ની જલેબી – હવે જલેબી પણ બહાર મળે છે તેવી જ બનાવી શકશો ઘરે જ…

કેમ છો ફ્રેંડસ …

લોકડાઉન ચાલી રહયું છે તો બધાય કઈક ને કયિક નવું બનાવાનો પ્રયત્ન કરી રહયા છે .ગૃહિણીઓ તો પાવ, બ્રેડ પિઝા બેઝ બધું ઘરે બનાવતા થઈ ગયા છે….આપણાં ગ્રુપ પર તો ઘણું બધું નવુ શીખવા મળે છે અને સ્ટેપ બાય સ્ટેપ પિક પણ હોય છે એટલે બનાવવા પણ બધાયને સહેલું પડતું હોય છે …

આજે હું પણ તમારા માટે ફેમસ રેસિપી જલેબી લાવી છું.પણ હા, હું આજે ખાંડ નહીં પણ ગોળ ની જલેબી બનાવાંની છું.. ખાંડ જેવી જ એકદમ ક્રિસ્પી જલેબી તૈયાર થશે….તો જોઈ લઇ એ ગોળ ની જલેબી બનાવવા ની સામગ્રી :-

“ગોળ ની જલેબી”

સામગ્રી :-

  • ૧ વાટકી – મૈદા
  • ૧ વાટકી – દહીં
  • ૨ ચમચા – રવો
  • ૨ ચમચી – દૂધ
  • ૩ વાટકી – ગોળ
  • દોડ વાટકી – પાણી
  • ઘી – તળવા માટે

રીત :-

સૌ પ્રથમ એક બાઉલ માં મૈદો લઈ તેમાં દહીં નાખી આખી રાત પલાડી રાખવું.

ગોળ ને સમારી તેમાં પાણી નાખી આખી રાત પલાડી રાખવુ.

સવારે જલેબી ના બેટર માં રવો અને દૂધ નાખી સરખુ ફેટી લેવુ પાણી બિલકુલ નાખવાનું નથી.

ગોળ માં પાણી નાખી ઉકાળી લેવું.સાધારણ એક તારની ચાસણી જેટલું ઘટ કરવાનું છે.

હવે કઢાઈ માં ઘી ગરમ કરી જલેબી ઉતારવી. સોસ ની બોટલ અથવા દૂધ ની થેલી માં બેટર નાખી જલેબી ઉતારવી.

હવે ઉતારેલી જલેબી ને ગોળ ના ચાસણી માં પાંચ મિનિટ માટે ડુબાડી રાખવી . એકદમ મસ્ત ક્રિસ્પી જલેબી તૈયાર થશે….

હવે ટેનશન વગર જલેબી ની મજા માણો કેમ કે આપણે તો ગોળ ની જલેબી બનાવી છે ….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *