ઇન્સ્ટન્ટ જલેબી કોઈ પણ જાત ના આર્ટીફીસીયલ ફૂડ કલર વગર

જલેબી એટલે દરેક ને મનપસંદ , જલેબી એમનમ ખાઈ શકાય કે પછી રબડી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. આજે આપણે ટ્રેડિશનલ રીત કરતા અલગ રીત થી જલેબી બનાવીશું. આજે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવના છીએ, જે બનાવામાં ખુબ જ સરળ છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી:

  • ૧ કપ સુજી
  • ૧/૪ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ દહીં
  • ૧ કપ પાણી
  • ૧/૨ ચમચી બકીંગ પાઉડર
  • ૨-૩ ચમચી કેસર વાળું પાણી
  • કાજુ બદામ સ્લાઈસ કરેલા ગાર્નિશિંગ માટે.

ચાસણી માટે

  • ૧ કપ ખાંડ
  • ૧ કપ પાણી
  • ૧ ચમચી લીંબુ નો રસ

સૌ થી પેલા મિક્સિંગ બાઉલ માં સુજી લઇ લો , ચણા નો લોટ લઇ લો , દહીં નાખી દો , બરાબર મિક્સ કરી લઇ અને જરૂર મુજબ પાણી નાખી અને મિક્સ કરી લો. બેટર પાતળું ન થઇ જાય તેનું ધ્યાન રાખવાનું છે. બરાબર મિક્સ થઇ જાય એટલે ઢાંકી અને ૨૦-૨૫ મિનિટ માટે ઢાંકી અને રેવા દેવાનું છે,

ચાસણી બનાવા માટે ખાંડ અને પાણી મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા જવાનું છે , ૧ તાર ની ચાસણી બને ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળવા દેવાની છે , ૧ તાર ની ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી દેવાનો છે જે થી ચાસણી કડક ન થઇ જાય. ચાસણી એક સાઈડ રાખી દો.

૨૦-૨૫ મિનિટ થઇ જાય એટલે સૂજી જોઈ લો જરૂર લાગે તો થોડું પાણી નાખી અને મિક્સ કરી લો, હવે તેમાં કલર માટે આપણે કોઈ પણ જાત નો આર્ટીફીસીયલ કલર નથી લેવાના . તેના માટે થોડું કેસર લઇ ૨-૩ ચમચી પાણી માં મિક્સ કરી લો અને કેસર વાળું પાણી સૂજી બટર માં નાખી દેવાનું છે. અને મિક્સ કરી લો. આ રીતે કેસર નું પાણી નાખવા થી સરસ કલર આવશે જલેબી માં અને બીજો કોઈ ફૂડ કલર નઈ નાખવો પડે.

હવે બેકિંગ પાઉડર નાખી અને મિક્સ કરી લેવાનું છે. બસ હવે જલેબી બનાવા માટે બટર રેડી છે , તો અહીં મેં જલેબી બનાવા માટે એક ઝીપ લોક બેગ લીધી છે તેમાં બેટર લઇ લીધું છે , તમે બીજી કોઈ પણ જાડા પ્લાસ્ટિક વળી બેગ કે સોસ ની બોટલ નો ઉપયોગ કરી શકો.

તેલ ને ગરમ કરવા મુકવાનું છે , ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી અને જેટલી તમે એક સાથે પાડી શકો તેટલી જલેબી પડતા જવાનું છે. ફેરવતા જઈ અને ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળી લઇ પછી બાર નીકાળી અને ચાસણી માં નાખી દો, આ રીતે બધી જલેબી બનાવી દેવાની છે અને ચાસણી માં પલાળતી જવાની છે. બસ રેડી છે ઇન્સ્ટન્ટ જલેબી કાજુ બદામ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી અને ગરમ ગરમ સર્વ કરો. આ જલેબી તમે રબડી બનાવી ને ગરમ ગરમ રબડી જલેબી પણ સર્વ કરી શકો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *