જાળીદાર સોફ્ટ અને સ્પોનજી નાઈલોન ખમણ – ૧૦૦% જાળીદાર ખમણ બનાવો ઇનો વગર…

આજે આપણે બનાવીશું દુકાનવાળા જેવા જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી નાયલોન ખમણ બનાવીશું. તમે આ જ રીતથી ખમણ બનાવશો તો દુકાનવાળા ના ખમણ ને ભૂલી જશો. તમારે આ રેસિપીની પરફેક્ટ માપ સાથે તેને કેટલું ફીણવાનું છે અને કેટલું ટેસ્ટ આપવાનું છે. અને ખમણ માં કેટલું પાણી એડ કરવાનું છે તે બધી જ રેસીપી તમે ફોલો કરશો તો તમારા ખમણ એકદમ સોફ્ટ અને જાળીદાર અને મોડા માં ઓગળી જાય એવા બનશે. તો તમે વિડિયો ને અંત સુધી જોતા રહેજો.

સામગ્રી

  • બેસન
  • મીઠું
  • હળદર
  • ખાંડ
  • લીંબુ ના ફૂલ
  • બેકિંગ સોડા
  • લીલા મરચાં
  • મીઠો લીમડો
  • તેલ
  • રાય

રીત-

1- નાયલોન ખમણ બનાવવા માટે સૌથી પહેલા આપણે માપ નું પરફેક્ટ હોવું જરૂરી છે. આપણે દોઢ કપ બેસન લઈશું. અને તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં પોણો કપ પાણી લઈશું.

2- હવે તેમાં ચાર ચમચી ખાંડ નાખીશું. અને એક ચમચી લીંબુનાં ફૂલ લઈશું. અને હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. અને અડધી ચમચી હળદર નાખીશું. હવે તેને ચાર મિનિટ સુધી હલાવતા રહીશું.

3- હવે ધીમે ધીમે બેસન નાખતા રહીશું. અને લગભગ ચારથી પાંચ મિનિટ ફરીથી ફેટી લઈશું.હવે ખીરું સરસ થઇ ગયું છે. હવે તેને દસ મિનિટ માટે મૂકી દઈશું. બેસનને ફીણિયા બાદ ટેસ્ટ આપો ખૂબ જરૂરી છે.

4- હવે એક તપેલું લઈશું. અને તેમાં પાણી મુકીશું. અને તેમાં કાઠો મુકીશું. અને પાણીને ગરમ કરી લઈશું. હવે એક ડબ્બો લઈ લઈશું અને ધ્યાન રાખવાનું કે ઊંડું વાસણ લેવાનું.અને તેમાં તેલ લગાવી લઈશું.


5- હવે દસ મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે બે ચમચી તેલ નાખીશું. તેલ નાખવાથી આપણા ખમણ એકદમ સોફ્ટ થાય છે. અને તેને બેથી ત્રણ મિનિટ માટે સરસ ફેટી લઈશું.

6- હવે આપણે એક ચમચી બેકિંગ સોડા નાખીશું. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બેકિંગ સોડા વધારે નથી નાખવાનો. અને તેની ઉપર એક ચમચી પાણી નાખીશું. અને ફરી ૧ મિનીટ માટે તેને ફેટી લેવાનું છે.

7- હવે આપણે ખીરાને ડબ્બામાં લઈ લઈશું. ખીરાને ડબ્બામાં લઈ લીધા પછી ધ્યાન રાખવાનું છે કે આપણે ડબ્બાને શેજ પણ હલવાનો નથી સીધો જ ગરમ કરેલા પાણીના તપેલા છે એમાં મૂકી દેવાનું. અને મીડીયમ ગેસ પર બાર થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરવાનું છે.

8- હવે તેને ઢાંકી લઈશું.પાણી થોડું વધારે નાખવાનું જેથી એવો ડર ના રહે કે પાણી ઓછું થઈ ગયું હસે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ ફૂલી ગયા છે. હવે આપણે ડબ્બાને કાઢી લઈશું.

9- હવે આપણે તેને ઠંડુ થવા દઈશું. આપણું ખમણ એકદમ ઠંડું ના થવું જોઈએ. થોડું ગરમ રહેવા દેવાનું. હવે આપણે ચપ્પાથી સાઈડમાં કટ કરી લઈશું. હવે આપણે તેને પાણી પીવડાવવાનું છે. ગરમ ખમણ માં આપણે અડધો કપ ઠંડુ પાણી નાખીશું.

10-હવે તેને ચમચીથી બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે ખમણ ગરમ હોવાં જોઈએ.અને પાણી ઠંડું હોવું જોઈએ. તમે ઉપર પાણી નાખશો તો ઉપરનું પડ એકદમ સંકોચાઇ જશે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

11- હવે આપણે ખમણને એકદમ ઠંડુ થવા દઈશું. હવે તેને આપણે કટ કરી લઈશું. હવે ચપ્પાથી જે સાઈઝના તમારે જોઈએ તે સાઈઝના કટ કરી શકો છો. હવે આપણે વઘાર કરીશું.


12- હવે આપણે વઘાર કરવા માટે એક પેન મૂકી દઈશું. હવે તેમાં બે મોટી ચમચી તેલ નાખી શું. તેલ ગરમ થઇ જાય એટલે 2 મોટી ચમચી રાય નાખીશું. અને 3 લીલા મરચાં સમારીને નાખીશું.પાચ થી છ મીઠા લીમડાના પાન નાખીશું. અને પા ચમચી હિંગ નાખી શું.

13- હવે તેને એક મિનિટ માટે હલાવી લઈશું. અને અડધો કપ પાણી નાખી શું. અને બે મોટી ચમચી ખાંડ નાખી શું. અને પાણીના ભાગનું આપણે મીઠું નાખી શું. અને ખાંડ ઓગળી જાય એક સરસ ઉભરો આવે ત્યાં સુધી કુક કરી લઈશું.

14- હવે આપણો વઘાર થઈ ગયો છે. હવે આ વઘારને આપણે ખમણ ઉપર સ્પ્રેડ કરીશું. ધ્યાન રાખજો કે ખમણ ઠંડા અને વઘાર ગરમ છે.વઘાર ને આપણે બધા ખમણ પર સ્પ્રેડ કરી લઈશું. બધી બાજુ સરખું જ સ્પ્રેડ કરવાનું છે.


15- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે વઘાર નાખ્યા બાદ આપણા ખમણ એકદમ ફુલવા માંડ્યા છે. હવે તેને આપણે ખમણ ને બે કલાક માટે ઠંડા થવા દઈશું.

16- હવે બે કલાક થઈ ગયા છે અને આપણા ખમણ ઠંડા થઇ ગયા છે.હવે તેના પર જીણા સમારેલા ધાણા નાખીશું. અને લીલા કોપરાનું છીણ નાખી શું. અને ગાર્નિશિંગ કરી લઈશું. હવે આપણે એ ચપ્પાથી કટ છુટા પાડી લઈશું.

17- હવે એક સર્વિંગ પ્લેટમાં કટ ને કાઢી લઈશું. અને સર્વે કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે પરફેક્ટ નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *