જાંબુની બરફી – રથયાત્રા સ્પેશિયલ ભોગ ભગવાનને આજે એક નવીન મીઠાઈ બનાવીને ધરાવો…

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા હવે દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે.. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

આજે જગન્નાથ જી ના રથયાત્રા માં પ્રસાદ માં ખાસ “જાંબુ “અને “મગ” ની પ્રસાદી ચઢાવવા માં આવતી હોય છે.. તો આજે ખાસ ભોગ માટે જાંબુ બરફી બનાવી છે.. જાંબુ નું ફળ ઘણા બધા રોગો ને મિનિટો માં દૂર કરી દે છે અને આ ફળ ને મધુમેહ ના દર્દીઓ માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. જાંબુ ના અંદર ઘણા પ્રકારના ખનીજ પદાર્થ મળે જે શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે.

જાંબુ માં આયર્ન, વિટામિન અને ફાઇબર વધારે માત્રા માં મળે છે અને આ ત્રણે વસ્તુઓ શરીર માટે લાભદાયક હોય છે. જાંબુ ને ખાવાનું બહુ જ ફાયદાકારક હોય છે … તો ચાલો રથયાત્રા સ્પેશિયલ ભોગ બનાવીએ…

જાંબુ ની બરફી

સામગ્રી –

  • ૨૫૦ ગ્રામ માવો મોળો
  • ૪૦૦ગ્રામ જાંબુનો પલ્પ
  • ખાંડ જરૂર મુજબ
  • ઈલાયચી પાઉડર
  • 1/2ચમચી ઘી

રીત

સૌ પ્રથમ જાંબુના ઠળિયા કાઢી તેને મિક્સર માં ક્રશ કરી લો. હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં જાંબુનો પલ્પ નાખી ને હલવો.

૫ મિનિટ પછી તેમાં જરૂર મુજબ ખાંડ નાખી બધું પાણી બળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

બધું પાણી બળી જાય એટલે તેમાં માવો નાખી સતત હલાવતા રહેવું. મિશ્રણ પેન છોડે એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી ઘી લગાવેલી ડિશમાં કાઢીને ઠંડુ થવા દો.

ઠંડુ થયા બાદ તેના પીસ કરી સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *