જામનગરની પ્રખ્યાત ઘૂઘરા ચાટ હવે બનાવો તમારા રસોડે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “જામનગરના પ્રખ્યાત તીખા તમતમતા ઘૂઘરા” જે ખાવામાં એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ ચટપટા ખાવાની મજા કઈક અલગ જ છે બાળકોને જયારે પણ ભૂખ લાગે ત્યારે બપોરે નાસ્તામાં આપી શકાય તેના માટે બેસ્ટ ઓપ્સન છે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ખાવાનું મન થશે. એકવાર ઘરે જરૂરથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ઉપર ના પડ માટે –

  • ૧ કપ મેંદો
  • ૩ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  • મીઠું સ્વાદ અનુસાર

પુરણ માટે –

  • ૨૫૦ ગ્રામ બાફી ને છીણેલા બટેટા
  • ૧/૪ કપ વટાણા
  • ૧ ટેબલ સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧/૨ ટેબલ સ્પૂન આદુ ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર

ચાટ બનાવવા માટે –

  • લસણ ની ચટણી
  • લીલી ચટણી
  • ખજૂર આંબલી ની ચટણી
  • મસાલા શીંગ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણી સેવ
  • દાડમ ના દાણા (ઓપ્શનલ)

રીત –

૧. સૌથી પેહલા મેંદા માં મીઠું અને તેલ નું મોણ ઉમેરી ને ઠંડા પાણી થી રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધી લો. આને કપડા થી ઢાંકી ને અડધો કલાક બાજુ માં મૂકી દો.

૨. હવે પુરણ માટે ની બધી સામગ્રી ને એક બાઉલ માં મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.

૩.લોટ ને ફરી થી મસળી ને એના નાના નાના ૮ લુવા કરી દો.

૪. હવે એક લુવો લઇ ને એને લંબગોળ વણી લો.

૫. એક સાઈડ માં પુરણ મૂકી ને પછી ફરતે પાણી લગાડી ને ઘૂઘરો વાળી લો કે પછી કાંટા ની મદદ થી એને સીલ કરી દો.

૬. બધા ઘૂઘરા વળાઈ જાય એટલે તળી લો.

૭. હવે પીરસવા માટે ઘૂઘરા માં કાણું પાડી ને ચાટ માટે આપેલી બધી જ વસ્તુ થી ગાર્નિશ કરી દો.

૮. તીખી તમતમતી જામનગરી ઘૂઘરા ચાટ તૈયાર.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *