જો તમે પણ ભોજનમા કરો છો ફક્ત ચપાતીનુ સેવન તો થઇ શકો છો આ જીવલેણ સમસ્યાના શિકાર…

મિત્રો, સામાન્ય રીતે દરેક વ્યક્તિના ઘરે ભોજન સાથે રોટલી અવશ્યપણે પરોસવામા આવે છે અને આપણે રોજીંદા આહારમા રોટલીનુ સેવન પણ કરીએ છીએ. રોટલીના સેવનથી ક્યારેય પણ કોઈ વ્યક્તિનુ મન ભરાતુ નથી. બજારમા જોવા મળતી ખાવાપીવાની ચીજવસ્તુઓ ભલે ગમે તેટલી સ્વાદિષ્ટ હોય પરંતુ, તમે તેનુ દરરોજ સેવન કરી શકતા નથી.

image source

ઘણા લોકોનુ તો રોટલી ખાધા વિના પેટ જ ભરાતુ નથી પરંતુ, ઘણીવાર લોકો જાણતા-અજાણતા રોટલી ખાતા સમયે અમુક એવી ભૂલો કરી બેસે છે કે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ નાખે છે. શું તમને ખ્યાલ છે કે, વધુ રોટલી ખાવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે, તો ચાલો આજે આ લેખમા આ અંગે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

પ્રવર્તમાન સમયમા લોકો પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ, રનિંગ અને યોગા જેવી પ્રવૃતિઓનો સહારો લે છે. ઘણા લોકો તો પોતાનુ વજન ઘટાડવા માટે ડાયેટિંગ પણ શરુ કરી દે છે અને તે લોકો ચોખાનુ સેવન તો સાવ બંધ જ કરી દે છે અને તેની જગ્યાએ રોટલીનુ વધારે પડતુ સેવન કરવા માંડે છે. મોટાભાગના લોકોનુ એવુ માનવુ છે કે, તેનાથી શરીરને કોઈપણ પ્રકારનુ નુકશાન થતુ નથી પરંતુ, આજે અમે તમને તેના સેવનથી થતી હાનીકારક અસરો વિશે જણાવીશુ.

તો ચાલો જાણીએ રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી-કેવી ગંભીર અસરો પડે છે?

image source

જો ભોજનમા ત્રણેય ટાઈમ તમે રોટલીનુ સેવન કરો છો તો તેના કારણે તમારુ વજન વધી શકે છે. આ સિવાય જો તમે દિવસમા ત્રણવાર એટલે કે સવાર, બપોર અને સાંજે રોટલી સેવન કરો છો તો તમે ૪૦૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ મેળવો છો અને સામાન્ય રીતે વ્યક્તિને એક દિવસમા ફક્ત ૨૫૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટની આવશ્યકતા હોય છે.

image source

વધુ પડતુ કાર્બોહાઇડ્રેટનુ સેવન કરવાને કારણે તમારુ વજન ઓછું થવાને બદલે વજન વધવાની શરૂઆત થઇ જાય છે. આ ઉપરાંત રોટલીમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ અને પ્રોટીન સમાવિષ્ટ હોય છે, જે તમારી પાચનની પ્રક્રિયાને મજબૂત બનાવે છે અને સાથે જ રોટલી ખાવાથી શરીરમા લોહી પણ સાફ થાય છે પરંતુ, જો વધારે પ્રમાણમા રોટલીનુ સેવન કરવામા આવે તો તે શરીર માટે ઝેર સમાન સાબિત થાય છે.

image source

વધારે પડતી રોટલીનુ સેવન કરવાથી શરીરમા ઓક્સલેટ બનવા લાગે છે. જેના કારણે તમે અનેકવિધ પ્રકારની ગંભીર બીમારીઓથી પીડાઈ શકો છો. વળી વધુ પ્રમાણમા રોટલી ખાવાથી તમારી પાચક ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે તમે ગેસ, કબજિયાત અને બળતરાની સમસ્યાથી પણ પીડાઈ શકો છો. માટે જો શક્ય બને તો તમારી ડાયેટમા રોટલી સાથે ભાતનો પણ સમાવેશ કરો અને બેલેંસ્ડ ડાયેટ માટે દહી અને સલાડ પણ ખાવ, જેથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *