કિચન ટીપ્સ: જો જમવામાં વધી જાય નમક કે મરચું, તો અજમાવો આ ઘરેલું નુસ્ખા…

મિત્રો, રસોઈ એ એક પ્રકારની વિશેષ કળા છે પરંતુ, જો તેમા સહેજ પણ બેદરકારી દર્શાવવામા આવે તો તે તમારા મૂડ તેમજ ભોજનનો સ્વાદ બગાડી શકે છે. ઘણીવાર એવુ બનતુ હોય છે કે, ભોજન રાંધતી વખતે નમક વધી જતુ હોય છે અને તેના કારણે તમારા ભોજનનો સ્વાદ પણ બગડી જતો હોય છે.

image source

તો ક્યારેક મિર્ચ અને અન્ય મસાલાઓનુ પ્રમાણ પણ ખોરાકમા વધી જતુ હોય છે, જેના કારણે તમારી ખાવાની મજા ખરાબ થઈ જાય છે. ચાલો આજે આ લેખમાં અમે તમને અમુક એવી સરળ ટીપ્સ વિશે જણાવીએ કે, જેનો ઉપયોગ કરીને તમે તમારા બગડેલા ભોજનનો સ્વાદ અને તમારો મૂડ બંને સુધારી શકો છો. તો ચાલો જાણીએ.

જ્યારે ભોજનમા લાલ મિર્ચ વધી જાય તો શું કરવું?

image source

જો ભોજનમા લાલ મિર્ચ વધુ થઇ ગઈ હોય તો તેને ઘટાડવા માટે તમે દૂધ અથવા દહીનો ઉપયોગ કરી શકો છો. તમે ગ્રેવીમા જાડા દહીનો ઉપયોગ ના ફક્ત તમારી ગ્રેવીને સારી બનાવે છે પરંતુ, તમારા ખોરાકનુ તીખાશપણું પણ ઘટાડે છે.

જો ભોજન વધારે પડતુ હોય મસાલેદાર તો શું કરવુ?

image source

ઘણીવાર તમારુ ભોજન વધારે પડતુ મસાલેદાર બની જતુ હોય છે અને તમને તે સમયે એ સમજાતુ નથી કે, ભોજનમા કયો મસાલો વધારે છે? ત્યારે તે ભોજનમા થોડું મધ અથવા ખાંડ ઉમેરીને તમારા ભોજનને સુધારી શકો છો. આ સમયે એ વાત ધ્યાનમાં રાખો કે, આ મીઠાશનો ઉપયોગ ખુબ જ ઓછી માત્રામા કરવો નહીતર તમારી મસાલેદાર વાનગી મિષ્ટાનમા ફેરવાઈ શકે છે.

જો ભોજનમા નમક અને મિર્ચ વધી જાય તો શું કરવુ?

image source

આ ઉપરાંત જો ભોજન રાંધતી વખતે ગ્રેવીમા નમક અને મિર્ચ બંનેનુ પ્રમાણ વધી ગયુ હોય ત્યારે મગફળી અથવા અન્ય કોઈપણ નટની પેસ્ટ અથવા ક્રશ કરેલી પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે નટ બટર પણ ઉમેરી શકો છો. એ વાત ધ્યાનમા રાખો કે, તમારે નટપેસ્ટનો ઉપયોગ એ જ સબ્જીમા કરવો જેની સાથે તે યોગ્ય રીતે ભળી શકે.

જો ભોજનમા નમકનુ પ્રમાણ વધી જાય તો શું કરવુ?

image source

આ સિવાય જો તમારા ખોરાકમા નમકનુ પ્રમાણ વધી ગયુ હોય તો તમે સખત મહેનત કર્યા વિના તેને તુરંત જ ઠીક કરવા માંગો છો તો તમે તમારી વાનગીમા લીંબુનો રસ ઉમેરી શકો છો. લીંબુ એ તમારા ભોજનના વધારાના મસાલાને ઘટાડે છે અને નમકના પ્રમાણને ઘટાડે છે.

જો ભોજનમા અન્ય મસાલા વધી જાય તો શું કરવુ?

જો ખાવામા નમક, મસાલા, મરચુ વધી જાય તો તમે ઇંડાની જરદી ઉમેરીને તેને સુધારી શકો છો. તે ખોરાકમાં વધારાનો મસાલો ઘટાડીને ગ્રેવીને જાડી બનાવવામા પણ મદદ કરે છે. ધ્યાન રાખો કે, આ નુસખો અજમાવતી વખતે સીધુ ઇંડાને ના ઉમેરો પરંતુ, ઇંડાને ઉકાળીને ગ્રેવીમા ઉમેરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *