શું તમે તરબુચના બીયા ફેંકી દો છો ? જાણો તેના વિવિધ ફાયદા

શું તમે તરબુચના બીયા ફેંકી દો છો ? હવે એવું ન કરતા.

મિત્રો ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે બજારમાં તમને ઉનાળાના ફળો પણ મળવા લાગ્યા હશે જે સ્વાસ્થ્ય માટે પણ લાભપ્રદ હોય છે. ઉનાળામાં સૌથી વધારે ફળ કોઈ વેચાતુ હોય તો તે છે તરબુચ. તમને બધાને જાણ હશે કે તેમાં ઘણા બધા ખનીજ, વિટામીન્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોય છે.

પણ શું તમને ખબર છે કે ટેટી કરતાં તરબુચના બીયામાં વધારે પોષકતત્ત્વો હોય છે, જે ઘણાબધા રોગોમાં રાહત આપે છે.

તરબુચના બીયામાં, પ્રોટીન જેમ કે એમિનો એસીડ હોય છે જે તમારા શરીરને સાફ કરે છે અને સાથે સાથે વાળને લગતી સમસ્યા પણ દૂર કરે છે. તેના માટે તમારે તરબુચના કાચા બીજને મીઠા લીંમડાના પાન સાથે વાટી લેવાના હોય છે અને તેની આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાડવાની હોય છે.

આ ઉપરાંત તમે તરબુચના બીજનું તેલથી મોઢા પર મસાજ કરી શકો છો તેમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થશે અને ત્વચા સુંદર બનશે.
વાટેલા તરબુચના બીયાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને મગજની યાદશક્તિ પણ વધે છે. તરબુચના બીયા ખીલમાં પણ રાહત આપે છે.

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારે રોજ સવારે તરબુચના બીજ ઉકાળી તેનું સેવન કરવું જોઈએ. તમારા શરીરનું શર્કરાનું સ્તર ધીમે ધીમે ઘટી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *