જારા ના ગાંઠિયા – સોડા વગર : દરેક ગુજરાતીઓની પસંદ ગાંઠિયા હવે બનશે તમારા રસોડે…

જારા ના ગાઠિયા – સોડા વગર :

બેસનમાંથી બનતા ગાંઠિયા લોકોનું નાસ્તા સાથેનું ટોપ મોસ્ટ મનપસંદ ફરસાણ છે – એક રીતે તેને સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. રોડ પર લારીઓમાં, હાઇવે પર ઢાબાઓમાં કે રેસ્ટોરંટમાં ગાંઠિયા મળતા હોય છે. દરેક જગ્યાએ ગાંઠિયા સાથેના પોત પોતાના અલગ અલગ સર્વિંગ્સ હોય છે. જેવાકે….. ચા, મરચાનું અથાણું, કઢી, ડુંગળી – ટમેટાનું સલાડ, તળેલા લાલ – લીલા મરચા, ખમણેલા ગાજર-પપૈયાનો સંભારો કે બટેટાની લસણ વાળી ચિપ્સ અને ગાંઠિયા સાથે ખવાતી ચટણી ….

ગૃહિણીઓ ઘરે પણ સરસ ગાંઠિયા બનાવતા હોય છે. ગાંઠિયા બેસન, ઓઇલ, સોડા, પાણી, મીઠું, મરી, હિંગ અને અજમાના કોમ્બિનેશનથી બનતા હોય છે. પરંતુ સોડા હેલ્થ માટે અનફીટ હોવાથી આજે હું અહીં સોડા વગરનાં પણ છતાંએ સોફ્ટ અને ક્રંચી એવા ગાંઠિયાની રેસિપિ આપી રહી છું. જે બધાને ચોક્કસથી પસંદ પડશે. બહુજ ઓછી સામગ્રીથી બનતા ગાઠિયા બનાવવા પણ બહુ સરળ છે.

જારાના ગાઠિયા – સોડા વગર બનાવવા માટેની સામગ્રી:

  • 1 ½ કપ બેસન
  • ½ કપ પાણી
  • ½ કપ ઓઇલ
  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન હિંગ
  • ½ ટી સ્પુન મરી – અધકચરા ખાંડેલા
  • ¾ ટી સ્પુન મીઠું
  • ગાંઠિયા તળવા માટે તેલ
  • ½ ટી સ્પુન હિંગ ઉપરથી ગાંઠિયા સ્પ્રીંકલ કરવા માટે

જારાના ગાઠિયા – સોડા વગર બનાવવાની રીત:

સૌ પ્રથમ બેસનને ચાળી લ્યો. બેસનને હંમેશા ચાળીને જ લેવો.

ચાળેલા બેસનમાં ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન હિંગ, ½ ટી સ્પુન મરી –અધકચરા ખાંડેલા અને ¾ ટી સ્પુન મીઠું ઉમેરો.

હવે ઉમેરેલા બધા મસાલા સરસથી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ એક ઉંડા બાઉલમાં ½ કપ પાણી અને ½ કપ ઓઇલ મિક્સ કરી લ્યો.

ત્યારબાદ બ્લેન્ડરથી તેલ- પાણીના મિશ્રણને 2-3 મિનિટ બ્લેંડ કરો. આ પ્રોસેસ તેલ-પાણીને ગ્રાઇંડરના જારમાં ભરીને પણ કરી શકાય છે અને હાથથી પણ કરી શકાય છે.

મિશ્રણ એકદમ ફ્લફી થઇ હલકું અને વ્હાઇટ કલરનું થઇ જાય ત્યાં સુધી સતત બ્લેંડ કરો. – ગ્રાઇંડ કરો અથવા હાથથી ફીણો.

ગાંઠિયા સોફ્ટ અને ક્રંચી બનાવવા માટે આ સ્ટેપ ખૂબજ અગત્યનું છે.

હવે મસાલા ઉમેરેલા બેસનમાં બ્લેંડ કરેલું તેલ-પાણીનું મિશ્રણ થોડું થોડું ઉમેરીને લોટ બાંધી લ્યો.

જારામાંથી ગાઠિયા પાડી શકાય તેવો લોટ બાંધી લ્યો. જરુર પડે તો જ વધારે બેસન ઉમેરવું.

હવે ગાંઠિયા પાડવાના જારા( પિક્ચરમાં બતાવેલ છે) ને બન્ને બાજુથી ઓઇલથી ગ્રીસ કરી લ્યો. જેથી ગાંઠિયા સરસ પડશે.

મોટા લોયામાં ગાઠિયા તળવા માટે ઓઇલ ગરમ મૂકો. ઓઇલ એકદમ ગરમ થઇ જાય એટલે ફ્લૈમ મિડિયમ રાખો.

ત્યારબાદ લોયા પર જારો મૂકી થોડો બાંધેલો લોટ પહેલા જરા મસળીને પછી જારામાં મૂકો. હથેળી પાણીથી જરા ભીની કરીને લોટ પર થોડું વજન આપીને ગરમ-ગરમ ઓઇલમાં ગાંઠિયા પાડો.

એક બાજુ બરાબર તળાઇ જાય એટલે ફેરવીને બીજી સાઇડ પણ બરાબર તળી લ્યો.

તળાઇને બરાબર સોફ્ટ અને ક્રંચી થઇ જાય એટલે પ્લેટમાં કાઢીને તેના પર ગરમ હોય ત્યાં તરત જ હિંગ સ્પ્રિંકલ કરી લ્યો. જેથી હિંગની ગાંઠિયામાં સરસ અરોમા આવશે.

આ પ્રમાણે બાકીના બધા ગાંઠિયા બનાવી લ્યો.

ચા કે તમને મન પસંદ-ભાવતા, ઉપર જણાવેલા કોમ્બિનેશન સાથે નાસ્તામાં લ્યો.

ઘરે બાનાવેલા ગાંઠિયા હેલ્થ સારા અને ટેસ્ટ્માં પણ બેસ્ટ બને છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *