હેલ્ધી જાવંત્રી અડદિયા – આ વર્ષે શિયાળામાં બહારથી તૈયાર અડદિયા લાવવાની જરૂર નથી બનાવો આ સરળ રીતે..

અડદિયા એ એક લોક પ્રિય પરંપરાગત સ્વીટ છે જે દર વર્ષે ગુજરાતી લોકોના ઘરો માં શિયાળાની શરુઆત થી જ બનાવવામાં આવે છે. કેમકે અડદિયા અડદ ના લોટ માંથી બનતા હોવાથી ખૂબજ પૌષ્ટિક છે. ઘી, પૌષ્ટિક વસાણા, સાકર, ગુંદર, ડ્રાય ફ્રુટ વગેરે ના કોમ્બિનેશન થી લાડુ શેઇપ કે સ્ક્વેર અથવા તો ડાયમંડ શેઇપ માં બનાવવામાં આવે છે. અડદ ની દાળ ઘી, વસાણા, ગુંદર અને ડ્રાય ફ્રુટ સાથે શરીર માં ગરમી ઉત્પન્ન કરે છે શરીરને શક્તિ મળે છે. આ મેંદા વગર ની સ્વીટ છે. ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે. બાળકો થી માંડીને વૃધ્ધ લોકો સુધીના બધા જ માટે પૌષ્ટિક છે કેમકે આ વાનગી રસાયણોથી મુક્ત, ઔષધિય ગુણો થી ભરપૂર હોય છે.

જાવંત્રીની વાત કરી એ તો તે જાયફળ ની ફરતે રહેલું ફૂલ જેવું છે. જાયફળ તેમાં વિંટળાયેલું હોય છે. જાય્ફળકરતાંપણ તેની અરોમા અને સ્વાદ સ્ટ્રોંગ હોય છે. તેનો રંગ લાલાશ પડતો કેશરી જેવો હોય છે. જાયફળ માંથી કાળજી પૂર્વક અલગ પાડવામાં આવે છે. સૂર્ય ના તાપ માં સૂકવી, બરાબર સૂકાય પછી તેનો પાવડર બનાવવામાં આવે છે.

મરી અને તજ સાથેનું તેનું કોમ્બીનેશન સારું રહે છે. હેલ્થ માટે જોઇએ ખાસ તો ચેતાતંત્ર ની સમસ્યાઓના ઉપચાર માટે જાવંત્રી નો ઉપયોગ થાય છે. કારણકે તેનાં થી મગજ શાંત પણ થાય છે અને ઉત્તેજીત પણ થાય છે. તેમાં રહેલું યુજેનોલ દાંતના દુ:ખાવા માં રાહત આપે છે. શરદી માં ત્થા અનિદ્રા માં તેનાં તેલનું માલિશ કરવાથી ફાયદો થાય છે.

પિમ્પલ્સ ને દૂર કરવા અને ચહેરાને ગ્લો આપવા માટે જાવંત્રીના પાવડરને દૂધ માં મિક્સ કરી પેસ્ટ બનાવી લગાડવાથી ફાયદો થાય છે. સ્ત્રી ઓ ને ડિસમેનોરીયલ માં રાહત થાય છે. શરદી, ખાંસી અને અસ્થમામાં અને સૂકી ઉધરસ માં પણ ઉપયોગી છે. ત્વચ, સ્વર અને રંગ પણ સુધારે છે, થાક ને દૂર કરે છે. ઉબકા ઉલ્ટી મટાડે છે.

બધા ઘર માં બનતા અડદિયા, ઘર ના લોકોના ટેસ્ટ પ્રમાણે, વધતા ઓછા પ્રમાણમાં મસાલા ઉમેરીને કરવામાં આવે છે. બાળકોને વધારે પ્રમાણમાં જુદજુદા મસાલાઓ ભાવતા નથી હોતા. તો આજે હું બધાને ભાવે એવા માઇલ્ડ ટેસ્ટ ના જાવંત્રી ફ્લેવર ના અડદીયા બનાવવાની રીત આપુ છું તો જરુરથી બનાવજો. બનાવીને ટેસ્ટ કરી ને લાઇક કરી મને કોમેંન્ટ માં જણાવજો.

જાવંત્રી અડદિયા ચાસણી વગર બનતા હોવાથી 6 મહિના સુધી બગડતા નથી. તેથી હોસ્ટેલ માં રહેતા બાળકો ને નાસ્તા માટે આપવા બહુજ અનુકૂળ રહે છે. કેમકે આ અડદિયા પૌષ્ટિક પણ છે.

જાવંત્રી અડદિયા :સામગ્રી :

  • 3 કપ અડદ નો કરકરો લોટ
  • ¼ કપ દૂધ + ¼ કપ ઘી – લોટ માં ધ્રાબો દેવા માટે
  • 1 ½ ટેબલ સ્પુન ગુંદર
  • 2 ¼ કપ ઘી થીજેલું – વધારે લેવું નહિ.
  • 2 ¼ કપ દળેલી સાકર
  • 1 ટેબલ સ્પુન ફ્રેશ દૂધ ની મલાઇ
  • 1 ટેબલ સ્પુન જાવંત્રી પાવડર
  • ½ ટેબલ સ્પુન તજ પાવડર
  • ½ કપ કાજુ – કાપેલા
  • ¼ કપ કિશમિશ
  • ½ કપ બદામ
  • પિસ્તા ના સ્લિવર્સ જરુર પુરતાં – ગાર્નિશિંગ માટે

જાવંત્રી અડદિયા બનાવવા ની રીત :

સૌ પ્રથમ 3 કપ અડદ નો કરકરો લોટ ચાળી લ્યો. ¼ કપ દૂધ + ¼ કપ ઘી એક નાના બાઉલ માં મિક્સ કરી ગરમ કરો. તેનાથી લોટ માં ધ્રાબો દ્યો. દૂધ –ઘી નું આ ગરમ મિક્સ લોટ માં મેળવી ને હાથ થી બરાબર ભેળવી દ્યો. હવે તેને તે જ વાસણમાં દબાવી દ્યો. 1 કલાક રેસ્ટ આપો.

ત્યારબાદ ધ્રાબો દીધેલો લોટ ગ્રાઇંડર માં ગ્રાઇંડ કરી લેવો. અથવા હવાલા થી ચાળી લેવો.

એક થીક બોટમ ના લોયા માં 2 ¼ કપ ઘી થીજેલું ઘી લઇ ગરમ કરવું.

ઘી તળવા જેવું બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં 1 ½ ટેબલ સ્પુન ગુંદર એકદમ સરસ ફુલી ને ક્રંચી થઇ જાય તેવો તળવો.

ટિપ્સ : ઘી વધારે લેવું નહિ. ઘી વધારે હશે તો તે પ્રમાણે સાકર પાવડર વધારે લેવો પડશે અને અડદિયા માં વધારે પડતી સ્વીટ્નેસ આવી જશે.

ટિપ્સ : ઘી વધારે હશે અને સાકર પાવડર વધારે નહિ ઉમેરવામાં આવે તો અડદિયા નો શેઇપ આપી શકાશે નહિ કેમકે અડદિયાનું બેટર ઢીલું રહેશે.
ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રાઇંડ કરેલો લોટ ઉમેરી દ્યો. ઘી – લોટ મિક્સ કરી દ્યો.

હવે મિડિયમ સ્લો ફ્લૈમ રાખી લોટ શેકી લ્યો. સતત મિશ્રણ ને હલાવતા રહો. જેથી બોટમ પર બેસી ના જાય.

જેમ મિશ્રણ શેકાતું જશે તેમ તેમાં બબલ થતાં દેખાશે અને મિશ્રણ પણ ફ્લફી થતું લાગશે.

મિશ્રણને થોડું લાલાશ પડતું ગોલ્ડન કલર જેવું થાય ત્યાં સુધી શેકો. શેકાતાં તેમાંથી સરસ અરોમા આવશે.

ત્યારબાદ ફ્લૈમ ધીમી કરી, તેમાં ½ કપ કાપેલા કાજુના ટુકડાં, ¼ કપ કિશમિશ અને ½ કપ કાપેલી બદામ ના ટુકડાં ઉમેરી મિક્સ કરી ક્રંચી થાય ત્યાં સુધી તેમાં જ હલાવો.

ત્યારબાદ તેમાં ફ્રેશ દૂધની 1 ટેબલ સ્પુન ફ્રેશ દૂધ ની મલાઇ ( મલાઇ વધારે ઉમેરશો નહિ) ઉમેરી મિક્સ કરો.

મલાઇ બરાબર ફુટી જાય એટલે મિશ્રણ સાથે મિક્સ કરી ગેસ બંધ કરી દ્યો.

10 મિનિટ ઠરવા દ્યો. ઠરે એટલે તેમાં તળેલો ક્રંચી ગુંદર, જાવંત્રી પાવડર અને તજ પાવડર ઉમેરી ને મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં દળેલી સાકર નો પાવડર ઉમેરી મિક્સ કરો. બરાબર મિક્સ થઇ જાય એટલે હેલ્થિ જાવંત્રી અડદિયાનું મિશ્રણ તેમાં જ હાથથી દબાવી દ્યો.

તેમાં થી થોડું મિશ્રણ લઇ અડદિયા વાળો.

તમને મનપસંદ સાઇઝ ના – નાના – મોટા, કે મનપસંદ શેઇપ ના અડદિયા બનાવો.

તેના પર પિસ્તા ના સ્લિવર્સ થી ગાર્નીશ કરો.

હેલ્ધિ જાવંત્રી અડદિયા સવારે નાસ્તા થી માંડીને દિવસ દરમ્યન ગમે ત્યારે ખાઇ શકાય છે.

નાના, મોટા અને બાળકો બધાંને જાવંત્રી ફ્લેવર ના આ અડદિયા જરુરથી ભાવશે જ કેમકે જાવંત્રીની સરસ ખૂશ્બુદાર અરોમા હોય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *