જીરા રાઈસ – બહાર હોટલમાં મળે છે તેવા જીરા રાઈસ હવે ઘરે પણ બનાવી શકશો…

સૌના પ્રિય રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસની પર્ફેક્ટ રેસીપી

આજે તમે બહાર જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જાઓ એટલે જીરા રાઇસનો ઓર્ડર આપવાનું ચુકતા નથી. અને એમ પણ આપણે ગુજરાતીઓ તો દાળભાતના શોખીન એટલે આપણને ચોખા તો જોઈએ જ. પણ રેસ્ટોરન્ટના આ જીરા રાઈસ આપણી ડાઢે વળગી જાય છે. અને દીવસો સુધી તેનો સ્વાદ આપણી જીભે વળગેલો રહે છે. તો હવે તમારે જીરા રાઈસ માટે રેસ્ટોરન્ટ સુધી લાંબા થવાની કોઈ જ જરૂર નથી કારણ કે આજની આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસ બનાવવાની પર્ફેક્ટ રીત. જેને તમે સરળતાથી બનાવી શકશો અને ઘરના સભ્યો તેમજ મહેમાનોને આંગળી ચાંટતા કરી દેશો.

Advertisement

જીરા રાઈસ બનાવવા માટેની સામગ્રી

1 કપ બાસ્મતી ચોખા

Advertisement

1 ટી સ્પૂન જીરુ

1 ટી સ્પૂન ઘી

Advertisement

સ્વાદ અનુસાર મીઠુ

1 ચમચી બટર

Advertisement

1 ચમચી તેલ

1 ટી સ્પૂન જીરુ પાઉડર

Advertisement

1 ટી સ્પૂન લીંબુ

1 ચમચો જીણી સમારેલી કોથમીર

Advertisement

જીરા રાઈસ બનાવવાની પર્ફેક્ટ રીત


સૌ પ્રથમ એક પેનમાં એકથી ડોઢ લીટર પાણી લઈ તેને ઢાંકીને ઉકળવા મુકી દેવું.

Advertisement


ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક કપ પલાળેલા બાસ્મતી ચોખા એડ કરી લેવા. ચોખાને બે પાણીએ ધોઈને બે કલાક પલાળીને પાણી નીતારીને એડ કરવા.


હવે તેમાં સ્વાદઅનુસાર મીઠું નાખવું જેથી કરીને ચોખામાં મીઠું ઉતરી જાય. અને તેની જ સાથે 1 ટી સ્પૂન ઘી પણ ઉમેરી લેવું. જેથી કરીને ચોખા એકબીજાને ચોંટે નહીં. તેમજ ચોખા બફાયા બાદ તેમાંથી સોડમ આવે.

Advertisement

તેની સાથે સાથે તેમાં 1 ટી સ્પૂન લીંબુનો રસ એડ કરવો. તેનાથી રાઇસ ફુલેલા તેમજ એકદમ વ્હાઇટ બનશે.


હવે ચોખાને બરાબર ઉકળવા દેવા. 5-7 મિનિટમાં જ ચોખા ઉકળવા લાગશે. વચ્ચે વચ્ચે તેને થોડા હલાવી લેવા એટલે છુટ્ટા રહે. ધીમે ધીમે ચોખા ઉપર આવવા લાગશે એટલે સમજવું કે ચોખા બફાવા લાગ્યા છે.

Advertisement


ચોખા બફાયા છે કે નહીં તે જોવા માટે એક ચમચામાં ચોખા લઈ તેનો દાણો દબાવીને ચેક કરી લેવો. પહેલેથી પલાળેલા ચોખા એડ કર્યા હોવાથી ચોખા બફાતા વાર નહીં લાગે.


ચોખા બફાઈને તૈયાર થઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી લેવા. અને તેમાંથી બધું જ પાણી નીતારી લેવું.

Advertisement


પાણી નીતારી લીધા બાદ ચોખાને એક મોટા પાત્ર થાળી કે પછી તાંસમાં લઈ છુટ્ટા કરી દેવા. જેથી કરીને દરેક ચોખાનો દાણો છુટ્ટો રહે.

હવે તેને ઠંડા થવા માટે બાજુ પર મુકી દો.

Advertisement


હવે એક પેન લઈ તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેમાં એક ચમચી માખણ અને એક ચમચી તેલ એડ કરવું.


માખણ અને તેલ ગરમ થાય કે તરત જ તેમાં 1 ટી સ્પૂન જીરુ એડ કરવું. જીરુ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવું.

Advertisement


હવે તેમાં ચોખા એડ કરી દેવા. અને તેને હળવા હાથે મિક્ષ કરી લેવા. અને થોડું મીઠું પણ એડ કરી મીક્ષ કરી લેવું.


હવે તેમાં જીણી સમારેલી કોથમીર અને રોસ્ટેડ જીરા પાઉડર એડ કરી બરાબર મીક્ષ કરી લેવું.

Advertisement


તો તૈયાર છે સહુના માનીતા જીરા રાઇસ. જેને તમે દાલ ફ્રાઇ, પંજાબી કરી, રાજમા અથવા છોલે સાથે સર્વ કરી શકો છો. અને રાઇતા સાથે પણ જીરા રાઇસનું કોમ્બીનેશન ખુબ જ સરસ લાગે છે. તો આજે જ બનાવો રેસ્ટેરન્ટ સ્ટાઇલ જીરા રાઈસ.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

Advertisement

સ્ટેપ બાઈ સ્ટેબ રેસીપી જોવા નીચે આપેલી વિડિયો પર ક્લીક કરો.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *