એવી કઈ મહિલાઓ હોય છે જેમને ગર્ભવતી થવામાં આવે છે તકલીફ, જાણો શું છે મુખ્ય કારણ…

વધારે વજનવાળી મહિલાને ગર્ભવતી થવામાં સંતુલિત વજનવાળી મહિલાની સરખામણીએ એક વર્ષથી વધુ સમય લાગે છે. વધારે વજનથી પીડાતી મહિલાઓમાં ગર્ભપાતની આશંકા એ બે ગણી વધી જાય છે.ફર્ટીલીટી સલ્યુશંસ, મેડીકવર ફર્ટીલીટીના કલીનીકલ ડાયરેક્ટર અને સીનીયર કન્સલ્ટન્ટ ડૉ શ્વેતા ગુપ્તાના જણાવ્યા પ્રમાણે વધારે વજન અથવા જાડી સ્ત્રીઓમાં ગર્ભધારણની સંભાવના બહુ ઓછી હોય છે.સંશોધન જણાવે છે કે વધારે વજન એ એક જ મુખ્ય કારણ નથી, પણ ઇનફર્ટીલીટીનું મહત્વપૂર્ણ કારણ જરૂર છે.

વધારે વજનને કારણે એન્દ્રોજન અસંતુલીન જેવા હોર્મોનનું અત્ય્ધીકરણ નિર્માણ થવાની સમસ્યા થાય છે અથવા અંડોત્સર્જન અને શુક્રાણું માટે નુકશાન કારક એવા પ્રતિરોધ હોર્મોન બને છે. જો તમે એક સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવશો તો તેનાથી ફક્ત તમારી પ્રજનન ક્ષમતા જ વધશે પણ તેનાથી તમે સ્વસ્થ પણ રહેશો.ત્યાં જ બીજા હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે વધારે વજનને કારણે શરીરને બહુ વધારે નુકશાન થાય છે. વજન વધારાથી પીડિત વ્યક્તિઓમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેસર, હૃદય રોગ અને એટલે સુધી કે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઇ શકે છે. આજે યુવાનોમાં વજન વધારો થવાની તકલીફ વધી રહી છે.

એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવું અને ફોન વાપર્યા કરવો આ એક કારણ હોઈ શકે છે તેની પાછળ. અને આજ કારણ છે આજકાલ ના બાળકો એ નાનપણથી જ વજન વધારેની તકલીફ હોય છે.બાલાજી એક્શન મેડીકલ ઇન્સ્ટીટયુટના સીનીયર કન્સલ્ટન્ટ ડૉ. જી.એસ લાંબાના કહેવા પ્રમાણે જો તમે સતત તણાવમાં રહેતા હશો તો પણ તમારું વજન વધી શકે છે. તણાવ એ વજન વધારવા માટે ઘણી રીતે કારણભૂત હોય છે. તણાવના કારણે આપણા શરીરમાં ઘણા હોર્મોન જન્મ લેતા હોય છે જેમાં કોર્ટીસોલ પણ એક છે. આ હોર્મોન ચરબી સ્ટોરેજ અને શરીરની ઊર્જાને ઓછી કરવાનું કામ કરે છે.

આને કારણે ભૂખ પણ વધારે લાગે છે અને તમને ગળ્યું અને ચરબીવાળું ભોજન લેવાની ઈચ્છા વધી જાય છે.તેઓ એવું પણ જણાવી રહ્યા છે કે તણાવની સ્થિતિમાં ચરબીના સ્વરૂપે ઊર્જા જમા થવા લાગે છે અને એ આપણા પેટ પર સૌથી વધારે અસર કરે છે અને ચરબી વધવા લાગે છે. વજન વધારાના કારણે હૃદય રોગ, ડાયાબિટીસ, ઓસ્તિયો-અર્થરાઈટીસ વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ થઇ શકે છે. આ બધાથી છુટકારો પામવા માટે દરેક વ્યક્તિએ દરરોજ થોડી થોડી કસરત શરુ કરવી જોઈએ. કસરતની સાથે સાથે દરેક વ્યક્તિએ ખાવા પીવામાં પણ તકેદારી રાખવી જોઈએ. વધારે તણાવથી દૂર રહેવું જોઈએ. અને ફીટ અને સ્વસ્થ રહેવા માટે પોતાના પ્રોફેશનલ અને પ્રાઈવેટ જીવનની વચ્ચે સંતુલન રાખવું પણ બહુ જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *