વરસાદમાં માત્ર ભજીયા જ કેમ ખાવા ? અરે આ ભાખરીના લોટનો ગરમાગરમ શીરો પણ તો ટ્રાય કરો

એવું નથી કે બહાર વરસાદ પડતો હોય અને તમે ઘરમાં હોવ તો તમારે ભજીયા જ બનાવવા. અરે  આવા ઝરમર વરસાદમાં તો ગરમાગરમ શીરો પણ મજ્જા પાડી દે.

તો ચાલો બનાવીએ ભાખીના લોટનો શીરો.

સામગ્રી

1 વાટકી ભાખરીનો લોટ

2 વાટકી પાણી

¾ વાટકી ઘી

½ વાટકી ગોળ અથવા ખાંડ (ચોમાસામાં ખાંડ ઓછી ખાઈએ તેટલું સારું)

ભાખીના લોટનો શીરો બનાવવાની રીત

સૌ પ્રથમ એક તપેલી લઈ તેમાં બે વાટકી પાણીને ગરમ કરવા મુકવું. ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરવું.

પાણી ઉકળીને ગરમ થાય ત્યાં સુધી. એક જાડા તળિયા વાળી કડાઈ લેવી અથવા તો નનસ્ટીક પેન લેવું. તેમાં ઘી એડ કરવું.

ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ભાખરીનો લોટ પણ એડ કરી દેવો.

હવે લોટને ઘીમાં બરાબર શેકવો. ગેસ ધીમા તાપે રાખવો અને લોટને હલાવતા રહેવો.

5-7 મિનિટમાં લોટ બરાબર શેકાઈ જશે. લોટનો રંગ થોડો ઘેરો થઈ ગયો હશે અને ઘી થોડું છુટ્ટું પણ પડવા લાગશે.

હવે પાણી ગરમ થઈ ગયું હશે. ગરમ પાણીને શેકાયેલા લોટમાં એડ કરવું. અને મિશ્રણને હલાવતા રહેવું. અહીં પાછળથી ગોળ એડ કરવામાં આવશે પણ અહીં તમે ગરમ પાણીમાં ગોળ એડ કરીને પણ શીરામાં એડ કરી શકો છો.

પાણી થોડું ઉડી જાય એટલે તેમાં ગોળ ઉમેરવો અને તેને શેકાયેલા લોટ સાથે વ્યવસ્થિત હલાવી લેવું. અહીં દેશી ગોળ લેવામાં આવ્યો છે. તમે વ્હાઇટ ગોળ પણ વાપરી શકો છો પણ તેને જીણો સમારેલી લેવો જેથી કરીને તે તરત જ ઓગળી જાય.

અહીં તમે ખાંડ પણ વાપરી શકો છો. પણ નાના બાળકો ખાતા હોય તો ગોળ વાપરવો વધારે યોગ્ય છે.

2-3 મિનિટ હલાવ્યા બાદ ગોળ પિઘળીને મિક્સ થઈ જશે અને ઘી પણ છુટ્ટું પડવા માંડશે. અને શીરાનો કલર પણ ઘેરો થઈ ગયો હશે.

તો તૈયાર છે ભાખરીના લોટનો માત્ર દસ જ મીનીટમાં તૈયાર થઈ જતો સ્વાદિષ્ટ શીરો.

હવે તમે સોડમ માટે ઇલાઈચી અને જાયફળ એડ કરી શકો છો. અને એમનમ પણ ખાઈ શકો છો.

પીરસતી વખતે તમે ઉપરથી શુકોમેવો પણ એડ કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

સ્ટેપ બાય સ્ટેપ ભાખરીના લોટનો શીરો બનાવવા માટે વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *