જીંજરા ના લાડુ – શેકેલા જીંજરા તો અવારનવાર ખાતા હશો હવે બનાવો આ ટ્વીસ્ટ સાથે લાડુ…

કેમ છો મિત્રો….

આજે હું એક મસ્ત મીઠાઈ લઈને આવી છું… જીંજરા ના લાડુ.. જીંજરા/ પોપટા/ લીલા ચણા – જે નામ કહો..એ પ્રોટીન થી ભરપૂર અને શિયાળા માં મળે છે. તેને કાચા, સેકી ને પછી કોઈ પણ રીતે રાંધી ને વાપરી શકાય છે. મેં આજે તેમાં થી મીઠાઈ બનાવી છે. આમાંથી તમે હલવો.બરફી પણ બનાવી શકો છો…

લીલા ચણા શરીરને વિટામિન પણ પુરુ પાડે છે. તેમાં હરિતદ્રવ્યની સાથે સાથે વિટામિન એ, ઇ, સી, કે, અને બી સંકુલ હાજર હોય છે. આ વિટામિન ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લીલા ચણા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી મસલ્સ મજબૂત બનાવે છે. લીલા ચણા ખાવાથી શરીરમાં વિટામીન અને મિનરલની ખામીને પૂરી કરવામાં આવે છે. આ શરીરમાં માથાથી લઇને પગ સુધીના દરેક પાર્ટમાં લાભ પહોંચાડે છે. એનાથી સ્કીન પણ નિખરે છે.

નાસ્તામાં દરરોજ લીલા ચણાનું સેવન કરવું જોઈએ. કારણ કે લીલા ચણામાં વિટામિન સી પણ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદગાર છે. જેમને હાડકાની સમસ્યા છે, તેને તમારા આહારમાં ચોક્કસપણે શામેલ કરો. તો ચાલો એકદમ સિમ્પલ રીતે બનાવી દઈયે જીંજરા ના લાડુ… 😋😋😋

“લીલા જીંજરાના લાડુ”….

  • 1 કપ લીલા ચણા
  • 3/4 કપ માવો
  • 3/4 કપ દળેલી ખાંડ
  • 4 ચમચી ઘી
  • 1 ચમચી કાજુ -બદામ નો પાઉડર
  • 1/8 નાની ચમચી એલચી પાઉડર

લીલા ચણા ને સાફ કરો.

લીલા ચણા ને પાણી થી સરખા ધોઈ લો.

હવે કોરા પાડો. મિકસર માં ક્રશ કરી લેવા.

યેક પેન માં ઘી ગરમ કરો.લીલા ચણા ની પેસ્ટ ને સાંતળો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો 7 મિનીટ લાગશે શેકાતા. હવે આ પેસ્ટ ને અેક વાસણ માં કાઢી લો.

માવાને શેકો હલકો રંગ બદલવાનું શરૂ કરે પછી ગેસ બંધ કરો

માવા માં લીલા ચણા ની પેસ્ટ, ખાંડ, એલચી પાવડર ,બદામ -કાજુ પાઉડર ઉમેરો.

તેને સારી રીતે મિકસ કરો. હવે મિશ્રણ ને ઠંડું પડવા દો. પછી તેના નાના લાડુ બનાઈ લો.

લાડુ ને પેપર કપ માં મૂકી દો.

તૈયાર છે લીલા ચણા ના લાડુ….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *