જોધપુરનું ફેમસ ગુલાબ જાંબુનું શાક – હવે જોધપુર રાજસ્થાનનું આ મસાલેદાર સબ્જી બનશે તમારા રસોડે…

આજે આપણે બનાવીએ છીએ રાજસ્થાન જોધપુર નું ફેમસ ગુલાબ જાંબુ નું શાક. આ તીખી મીઠી ખાટી સબ્જી છે. અને ખુબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે જોઈ લયએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ગુલાબ જાંબુ
  • ડુંગળીની પેસ્ટ (એક મીડીયમ ડુંગળી)
  • ટામેટા ની પેસ્ટ બે મોટા
  • કોથમીર
  • આદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • ગરમ મસાલો
  • મીઠું
  • રેગ્યુલર મસાલા

રીત

1- હવે આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે ગુલાબ જાંબુ ને ગરમ પાણી તેમાં આપણે દસથી પંદર મિનિટ સુધી રહેવા દઈશું.

3- હવે આપણે લગભગ પાંચ થી છ ગુલાબ જાંબુ લઈશું. હવે તેની ચાસણી કાઢી નાખવા ની જરૂર નથી. ગુલાબજાંબુ ગરમ પાણીમાં નાખીશું.

4- આ ગરમ પાણીમાં નાખવાથી જે એક્સ્ટ્રા ગળપણ છે તે ઓછી થઈ જશે. આપણે લગભગ સાત ગુલાબજાંબુ લીધા છે. આ ગરમ પાણીમાં લગભગ ૧૦થી ૧૫ મિનિટ સુધી રહેવા દેવાનું છે.

5- હવે આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે એક પેનમાં 1 મોટી ચમચી તેલ લઈશું.

6- હવે તેલ ગરમ થઇ ગયું છે તેમાં નાની ચમચી જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું.

7- હવે તેમાં બે નાની ઇલાયચી નાખીશું. હવે આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીશું. એક ચમચી જેટલું.

8- હવે આપણે તેને સેકી લઈશું. હવે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ની પેસ્ટ ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને શેકાવા દઈશું.

9- આ શાક બહુ ટેસ્ટી થાય છે. જોધપુર રાજસ્થાન નું ફેમસ ડીસ છે. આ શાકમાં બધા જ ટેસ્ટ છે. ગળપણ છે. તીખાશ છે. ટામેટા ની ખટાશ પણ આવશે. ટામેટા ને શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની.

10- કેમકે ગ્રેવી સેકાસે નય તો શાક ટેસ્ટી નહિ બને. તમારે ત્યાં સુધી સાંતળવા નું છે કે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી.

11- હવે આપણી ડુંગળી શેકાય ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ બદલાઈ ગયો છે. અને તેલ પણ છુટુ પડી ગયું છે.

12- હવે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટા ની પેસ્ટ ઉમેરીશું. તેને હવે સરસ શેકાવા દઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે. 13- આ સ્ટેજ પર હવે આપણે મસાલા એડ કરીશું. એક ચમચી હળદર નાખીશું.

14- હવે તેમાં આપણે એક નાની ચમચી ધાણાજીરું નાખીશું. એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો.

15- હવે આપણે મસાલા ને પણ શેકાવા દઈશું.જ્યાં સુધી તેલ પાછું છૂટું ના પડે ત્યાં સુધી. તેને હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહી.

16- હવે સરસ ગ્રેવી શેકાય ગય છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.કે થોડું થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે.

17- હવે તેમાં આપણે નાની ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે તેને મિક્સ કરી લઈશું.

18- આપણી ગ્રેવી એકદમ સોફ્ટ હોવી જોઈએ. હવે પેનમાં તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણી ગ્રેવી શેકાય ગઈ છે.

19- આ સ્ટેજ પર અડધો ગ્લાસ થી પોણા ભાગનું પાણી નાખીશું. એક બોઈલ આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. પછી તેમાં ગુલાબ જાંબુ એડ કરીશું.

20- હવે આ ગ્રેવી સરસ ઉકળી ગઈ છે આ સ્ટેજ પર આપણે ગુલાબ જાંબુ એડ કરીશું. 21-ગુલાબ જાંબુ જે ગરમ પાણીમાં મૂક્યા હતા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તેને કાઢી લઈશું. હવે તેને ગ્રેવી માં એડ કરીશું.

22- હવે તેમાં ગળપણ હશે પણ ઓછું થઈ ગયું હશે. આને હલકા હાથે હલાવીને મિક્સ કરવાના છે. જેથી તે તૂટી ન જાય. તેનું ધ્યાન રાખવાનું છે.

23- હવે તેનું ઢકણ બંધ કરી દઈશું. એક બોઈલ આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. બેથી પાંચ મિનિટ સુધી કુક થવા દઈશું.

24- હવે થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું.

25- હવે આપણે તેમાં કસ્તુરી મેથી એડ કરીશું. તેને હાથ માં મસળી ને નાખીશું. બહુ જ થોડી જ. જો વધારે હશે તો કડવું લાગશે.

26- હવે આપણી ગુલાબ જાંબુ ની સબ્જી તૈયાર છે.

27- હવે આપણે તેને એક બાઉલમાં કાઢીને ગાર્નીશિંગ માટે ફ્રેસ કોથમીરથી ગાર્નીશ કરીશું. અને જો તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તે પણ ઉપર નાખી સકો છો.

28- હવે આપણું રાજસ્થાની જોધપુરનું ફેમસ ગુલાબ જાંબુ નું શાક તૈયાર થઈ ગયું છે તો તમે આ રીતથી ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *