જુવાર અને બાજરીના રોટલાં – આ રોટલાંને તમે ભાજીના શાક સાથે ,રીંગણના શાક સાથે ,લસણની ચટણી અથવા માખણ સાથે લઈ શકો…

જુવાર અને બાજરી ના રોટલાં :

આની પેઢી ને રોટલો ભાવે તો છે પણ બનાવતાં નથી આવડતો તો શું કામ ટેન્શન લો છો ??

વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ કરવી શરૂ કરી દે છે. કે પછી રોટલી ખાવી બંધ કરી દે છે. અવુ બધુ કરવુ જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશુ જેને ખાઈને તમે તમારુ વજન ઘટાડી શકો છો. આ માટે તમે ઘઉંને બદલે બાજરીનો રોટલો ખાવાની ટેવ નાખો કારણ કે આ રોટલી જલ્દી વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને સાથે જ અનેક બીમારીઓમાંથી મુક્તી પણ અપાવે છે.

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.

તો હું આજે તમને જુવાર અને બાજરી ના મિક્ષ રોટલા રીત સાથે બતાવીશ .આ રોટલાં ને તમે ભાજી ના શાક સાથે ,રીંગણ ના શાક સાથે ,લસણ ની ચટણી અથવા માખણ સાથે લઈ શકો .

સામગ્રી :

– 1 કપ બાજરા નો લોટ

– 1/2 કપ જુવાર નો લોટ

– સ્વાદ મુજબ મીઠું

– 2 ચમચી મોણ

– જરૂર મુજબ પાણી

– માટી ની તાવડી

રીત :

સ્ટેપ :1


એક ત્રાસ માં જુવાર અને બાજરી નો લોટ લઈ .હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ,2 ચમચી મોણ ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધતા જઈ લોટ ને મશળવો .તમે જેટલો લોટ ને મશળશો એટલો રોટલો પોચો થસે .

સ્ટેપ 2:


હવે ,ગેસ ઉપર માટી ની તાવડી ગરમ કરવા મુકવી .ત્યારબાદ મસળાય ગયા લોટ ને હાથ થી થાબડી ને કે પાટલા ઉપર થોડો લોટ ભભરાવી ને વેલણ થી વાણી લેવું .

સ્ટેપ 3:


હવે ,રોટલા ને ઉપર ની બાજુ પાણી વાળો હાથ લગાવી માટી ની તાવડી ઉપર પાથરી દેવું .હવે ,તાવડી ઉપર રોટલો એક બાજુ પાકી જાય એટલે ચીપિયા થી ફેરવી બીજી બાજુ શેકવા દેવું .એટલે રોટલો એકદમ ફૂલી જશે .હવે ,ગરમ ગરમ રોટલા ઉપર માખણ અથવા ઘી લગાવી સર્વ કરવું .આ રોટલા નો ગોળ સાથે પણ પીરસી શકો છો .

નોંધ :


જ્યારે તમે તાવડી ઉપર રોટલો શેકતા હોવ ત્યારે ગેસ ફાસ રાખવો જરૂરી છે .નહિ તો કાચો રહેશે .પણ જો તમે લોઢી માં રોટલો બનાવતા હોવ તો ગેસ મીડ્યમ રાખવો જરૂરી છે .લોટ ને હાથ ની હથેળી થી ખુબ મશળવો . મશડશો નહિ તો પપોટી વળી જાય છે .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *