જુવાર લોટ ના નૂડલ્સ – મૈદો, ઘઉં નો લોટ વાપરયા વગર બનાવો એકદમ ચટપટા નૂડલ્સ…

કેમ છો બધા…

મૈદો, ઘઉં નો લોટ વાપરયા વગર બનાવો એકદમ ચટપટા નૂડલ્સ….આજે હું તમને બચ્ચા પાર્ટી ની ફેવરીટ ડીશ બતાવાની છુ.

ટેસ્ટી અને હેલ્થી નૂડલ્સ બનાવાના છે .અને હા,.. આપણે આજે જુવાર ના લોટ ના નૂડલ્સ બનાવીશું.. આજે આ નુડલ્સ માં આપણે કોઈપણ સોસ મિક્સ કર્યા વગર બનાવાના છે .. ફક્ત બધા વેજિટેબલ નાખી નૂડલ્સ બનાવીશું. ખરેખર આ નૂડલ્સ ટેસ્ટ માં એકદમ બેસ્ટ બને છે.

હવે બાળકો થોડા વધારે નૂડલ્સ ખાંઇ લેશે તો પણ કોઈ ટેનશન નહીં . આમ તો બચ્ચાં ઓ જુવાર રોટી અને શાક ખાતા નથી તો એમને ખવડાવાનો આ બેસ્ટ ઓપ્શન છે જુવાર લોટ ના નૂડલ્સ. તો આજેજ તમારા કિડ્સ માટે બનાઓ હેલ્થી નૂડલ્સ….

જુવાર લોટ ના નૂડલ્સ

  • ૧ કપ – જુવાર નો લોટ
  • ૧ – ડુંગળી
  • ૧ – ટામેટું
  • ૧- ગાજર
  • ૧ – કેપ્સિકમ
  • ૨ ચમચી – વટાણા
  • ૫ કણી – લસણ
  • ૨ – લીલા મરચા
  • ૧ ચમચી – લાલ મરચું
  • ૧ ચમચી – મેગી મસાલા
  • પિંચ – હળદર
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • ૨ ચમચી – તેલ વધારવા માટે
  • પાણી – જરૂર મુજબ ( લોટ બાંધવા માટે )

કૃતિ :-

સૌ પ્રથમ જુવાર નો લોટ માં મીઠું નાખી નવશેકા પાણી થી લોટ બાંધવો.

હવે સેવ પાડવાના સંચાથી નૂડલ્સ પાડી લેવા.જે થાળી માં નૂડલ્સ પાડવા હોય તે થાળી ને તેલ થી ગ્રીસ કરી લેવું. હવે નૂડલ્સ ને સ્ટીમર માં બાફી લેવા.

હવે પ્યાન માં તેલ ગરમ મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ક્રશ કરેલા આદુ ,મરચા, લસણ નાખી ૩-૪ મિનિટ સાંતળવું.

હવે તેમાં મીઠું ,મરચું , મેગી મસાલા , હળદર, નાખી બે જ મિનિટ સાંતળવું. પછી ટામેટું નાખવું.

હવે તેમાં બાફેલા નૂડલ્સને થોડા ઠંડા કરી પછી મિક્સ કરવા. ઉપર થી કોથમીર નાખી ગરમાગરમ નૂડલ્સ સર્વ કરવા.

હેલ્થી અને ટેસ્ટી જુવાર લોટ ના નુડલ્સ તૈયાર છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *