જુવાર લોટનું સૂપ – અવનવા સૂપના ચાહક મિત્ર માટે અમે લાવ્યા છીએ એક નવીન અને યુનિક સૂપ..

અત્યારે ઠંડી મસ્ત ચાલુ છે.તો ગરમગરમ સૂપ પીવાની બઉ મજા આવતી હોય છે.તો આજે કયિક નવું અને એકદમ પૌષ્ટિક સૂપ બનાવિયે….”જુવાર ના લોટ નો સૂપ”…. આ પચવામાં એકદમ હલકું હોય છે એટલે નાના ચોકરાવથી ગરડા લોકો સુધી બધાયને તમે આપી શકો છો.

સૂપ માં ખટાશ ના જોઈતી હોય તો તમે તરતજ પલાળી ને કરી શકો છો. તો ફટાફટ જાણી લો તેની સામગ્રી …….

જુવાર લોટ નું સૂપ

સામગ્રી :-

  • જુવાર લોટ – ૨ વાટકી
  • ચીલી ફ્લેક્સ – ૨ ચમચી
  • તલ – ૩ ચમચી
  • જીરું – ૧ ચમચી
  • મીઠું સ્વાદપ્રમાને

રીત :-

જુવાર નો લોટ પાણીથી આખી રાત પલાળી રાખવો.


તપેલીમાં પાણી ઉકાળવા રાખવું.


જીરું, તલ, લાલ મરચું પીસી લેઉ.


પલાળેલો લોટ ઉકળતા પાણીમાં નાખી ધીમે ધીમે મિક્સ કરી લેઉ.તલ ,જીરું ,મીઠું ,અને ચીલી ફ્લેક્સ નાખવું.


હવે તેને ૧૦ મિનિટ સરખું સિજવા દેઉ.

હવે તેને ગરમાગરમ પીરસવું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *