કચ્છી ગુલાબી પોકેટ – કચ્છની આ ફેમસ સ્વીટ હવે બનશે તમારા રસોડે, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ગુલાબ પાક આ ક્ચ્છ ની એકદમ ફેમસ સ્વીટ છે, કહેવાય છે કે કચ્છ જઈને જો ગુલાબ પાક ના ખાઈએ તો બધું અધુંરૂ રહી ગયું.. ગુલાબ પાક ફ્રેશ ગુલાબની પાંખડીમાંથી બનતી એક મીઠી મધુરી મિઠાઈ છે. હવે આપણે આ ગુલાબ પાક નું કઈક ઇનોવેશન કરીએ…

એમાંથી આપણે ગુલાબી પોકેટ બનાવીએ.

કચ્છી ગુલાબી પોકેટ

સામગ્રી :-

  • ૧ બાઉલ – મૈદો ( લોટ બાંધવા માટે )
  • ૨૫૦ ગ્રામ – દેશી ગુલાબની પાંખડીઓ
  • ૨૫૦ ગ્રામ – માવો
  • ૪ ચમચી – દૂધ
  • થોડુ કેસર
  • ૩૦૦ ગ્રામ – ખાંડ
  • ઘી
  • ગુલાબ એસન્સ
  • ૧ નાની વાટકી – કાજુ , બદામ , પિસ્તા
  • 2 નાની ચમચી – ઇલાયચી પાવડર
  • ૨ નાની ચમચી – રોઝ સિરપ
  • ડેકોરેશન માટે ગુલાબની પાંખડી

રીત :-

૧ – સર્વ પ્રથમ મૈદો લઈ મોણ નાખી લોટ બાંધવો.

૨ – એક વાટકી માં દૂધ લઈ તેમાં કેસર નાખી બાજુ પર મૂકવું….હવે એક બાઉલ માં ગુલાબની પાંખડીયો લઈ તેમાં નવસેકુ પાણી નાખી ૨ મિનિટ પછી કાઢી લેવી.

૩ – એક પેન્ માં ઘી લઈ તેમાં માવો નાખી સુંગધ આવે ત્યા સુધી શેકવું. ત્યાં સુધી બીજી તપેલીમાં ખાંડ લઈ… ખાંડ ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરી લેવી. પછી ચાસણીમાં ગુલાબ ની પાંખડીઓ નાંખવી. ચાસણી ને એક સરખું હલાવતાં રહેવુ જેથી પાંખડીઓ ચોંટે નહીં…

૪ – હવે તેમાં ઇલાયચી પાવડર અને એસન્સ નાખવું. હવે તેમાં કેસર વાળું દૂધ નાખવું. હવે ધીમા તાપે તેમાં શેકેલો માવો નાખી મિક્સ કરવું….તેમાં બદામ, કાજુ, પિસ્તા નાખવા.

૫ – હવે એક થાળી ને ઘી લગાવી તેમાં મિશ્રણ ઠંડુ કરવા મૂકવું.

૬ – હવે મૈદા ના લોટમાંથી લુવો લઈ નાની ચોરસ પુરી વણવી તેમાં સ્ટફિંગ ભરી પોકેટ બનાવવા. ખાંડ વારા પાણીથી પોકેટ પેક કરવા.

૭ – હવે ઓવન ની ટ્રે લઈ તેને ગ્રીસ કરી ૨૫ મિનિટ માટે બેક કરવું. તમે પોકેટ ને ડીપ ફ્રાય પણ કરી શકો છો…

તો તૈયાર છે કચ્છી ગુલાબી પોકેટ ……..

Yummmmmm yummmmmmm

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *