બહાર જેવી કચ્છી દાબેલી બનાવો ઘરે બનાવતી વખતે ધ્યાન રાખો આટલી પરફેક્ટ સિક્રેટ ટિપ્સ – Kachchi Dabeli

આજે આપણે બહાર જેવી કચ્છી દાબેલી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ટિપ્સ જોઈશું.

1- સૌથી પહેલા આપણે શું કરતા હોઈએ છે કે સ્ટફિંગ બનાવતા હોય એ છે તેમાં દાબેલીનો મસાલો ઉમેરતા હોય છે. અને બાકીના સુકા મસાલા ઉમેરતા હોય છે. અને તેના સિવાય ચટણી.તેની સિક્રેટ ટિપ્સ જે છે તે ચટણી માટેની. ચટણી એટલી સરસ બને છે.તેના ઉપર જ તેનો આધાર રહેલો છે.

2- જ્યારે આપણે દાબેલી નો સ્ટફિંગ બનાવતા હોય ત્યારે શું કરવાનું હોઈ છે.તેના માટે પાચ થી છ દાબેલી થશે તે રીતે તેનું સ્ટફિંગ અને ચટણી ની રીત જોઈશું.જ્યારે દાબેલી બનાવતા હોય ત્યારે સ્ટફિંગ તૈયાર કરતા હોય છે.ત્યારે બે કાચા કેળા લેવાના હોય છે અને તેને બાફી લેવાના.અને તેના ટુકડા કરી લેવાના.તમે બટેકા પણ લઈ શકો છો.પણ તેને મેસ નથી કરવાનું.

3- તમે જે બટાકા કે કેળા લો તે સરસ ચડી ગયા હોવા જોઈએ.જો કાચા કેળા લો તો બે થી ત્રણ સીટી કરી લેવાની.કેળા સરસ રીતે બફાઈ જશે.હવે તેલ લેવાનું છે.આપણે સ્ટફિંગ તૈયાર કરીએ ત્યારે તેલ નું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે.હવે બે ચમચી તેલ લઈશું.તેમાં રાય નો વઘાર કરીશું.અને થોડી હિંગ નાખીશું.હવે તેમાં દાબેલી નો ભીનો મસાલો આવે છે.તે એડ કરીશું.હવે તેની અંદર ત્રણ ચમચી ગડી ચટણી ઉમેરીસું.

4- જ્યારે આ રીતે તમે મસાલો તૈયાર કરશો તો આ મસાલો એકદમ બહાર જેવો જ ગ્રેવી વાળો તૈયાર થશે.હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેની અંદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું.હવે મીઠું થોડા ઓછા પ્રમાણમાં ઉમેરીશું.લગભગ પા ચમચી.કારણ કે દાબેલી ના મસાલા માં અને ગડી ચટણી માં મીઠું એડ કરેલું હોય છે.હવે આ બધી વસ્તુ મિક્સ કરી લાસ્ટ માં ટુકડા કરેલા કેળા અથવા બટેકા ઉમેરી દઈશું.અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું.

5- હવે જે સ્ટફિંગ તૈયાર થશે એકદમ લચકા પડતું તૈયાર થશે. તેમાં તમે દાડમ ના દાણા,કોપરું ગમેતે ઉપર ભભરાવી શકો છો.આ રીતે દાબેલી નો મસાલો તૈયાર થઈ ગયો છે.હવે દાબેલી નો ચટણી તૈયાર કરીશું.હવે આ ચટણી બનાવવા માટેની પણ સરસ ટિપ્સ છે. હમેશાં આપણે શું કરતા હોઈએ છીએ કે ખજૂર આમલીની ચટણી ઉપયોગ માં લેતા હોય છે.અને તેને ઢીલી કરી લેતા હોય છે.એટલે દાબેલી ના બન પર ચટણી લગાવી અને સ્ટફિંગ મૂકી અને પછી મસાલા સીંગ નાખતા હોય છે.

6- હવે તેને બંધ કરી શેકી લેતા હોય છે.પણ આ રીતે દાબેલી બનાવવા થી જે બહાર રસા વાળી મળે છે ને તેવી દાબેલી નથી બનતી.કે તેમાં ટામેટા સોસ ઉમેરી દેતા હોય છે. પછી દાબેલી નો ટેસ્ટ એકદમ ના ગમે તેવો આવે.ટામેટા નો સોસ દાબેલી માં સરસ નથી લાગતો. હવે ચટણી બનાવતા હોય ત્યારે શું કરવાનું હોય છે કે તેલ મૂકવાનું હોય છે. ચટણીને વઘારવાની છે.

લગભગ 2 ચમચી તેલ લઈશું.અને અડધી ચમચી રાય, ચપટી હિંગ એડ કરીશું. હવે બધી વસ્તુ ઉમેર્યા પછી લગભગ ત્રણથી ચાર ચમચી ગડી ચટણી ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ફરીથી તેની અંદર બે ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. અને ચપટી ગરમ મસાલો ઉમેરી શું.

7- હવે આ મિશ્રણને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈશું. આમ કરવાથી ચટણી સરસ બનશે.અને ચમચા થી લેવાય તેવી તૈયાર કરવાની છે.આ રીતે તમે ચટણી બનાવશો તો તમારી બહાર લારી પર ચટણી મળે છે તેવી તૈયાર થશે. આમાં તમને ગમે તો અલગ થી લસણ ની ચટણી પણ બનાવી શકો છો.હવે તીખી લાલ મરચાં ની ચટણી ની ટિપ્સ જોઈશું.આ ચટણી ટેસ્ટ બહુ સરસ આવે છે.અને તમારા ટેસ્ટ માં વધારો કરે છે.તો તીખી ચટણી બનાવવા માટે શું કરવાનું છે? કે આખા લાલ મરચાં ની પેસ્ટ તૈયાર કરી લેવાની છે.અથવા લાલ મરચું પાવડર ને પલાળી ને પણ બનાવી શકો છો.તો લગભગ એક ચમચી લાલ મરચું પાવડર લઈ અને તેની અંદર પાણી નાખી તેને પલાળી લેવાનું.

8- હવે બે ચમચી તેલ મુકીશું.હિંગ નો વઘાર કરીશું.અને થોડી હિંગ લઈશું.અને મરચું જે પલાળી ને રાખીયુ હતું.તે ઉમેરવાનું છે.અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે. હવે આ મિશ્રણને એક કે બે મિનિટ માટે ઉકાળી લેવાનું છે. એટલે આ લાલ મરચાની ચટણી તૈયાર થઇ જશે. અને તેનો ટેસ્ટ બહુ સરસ આવશે.આ ટિપ્સ ને ખાસ ધ્યાન માં રાખજો.અને તેની સાથે સાથે ચટણી કેવી રીતે બનાવવાની છે અને તેની સાથે લાલ મરચા ની ચટણી તૈયાર કરી લેવાની છે.જો આ રીત થી બનાવશો તો તમારી કચ્છી દાબેલી તૈયાર થશે.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *