કચ્છનું ફેમસ ફરસાણ પકવાન હવે બનશે તમારા રસોડે એ પણ બહુ સરળ રીતે…

પકવાન કચ્છ નું ફેમસ ફરસાણ છે. પકવાન ૨ સાઈઝ ના મળતા હોય છે. મરી વારા અને મરી વગર ના નાના અને મોટા એમ ઘણી પ્રકાર ના મળતાં હોય છે….

ક્ચ્છ માં અંજાર અને ભુજ ના પકવાન ખૂબ ફેમસ છે. પકવાન ચાય, દૂધ, કોફી સાથે… સવાર સાંજ ના નાસ્તા માં પણ લેવાતા હોય છે. તો આજે આપણે શિખી લઈએ કચ્છ ના પકવાન કેવી રીતે બનાવાય ? એકદમ સરળતાથી આપણે પણ ઘરે બનાવી શકીએ છે

તો જાણી લો સામગ્રી :-

સામગ્રી:

  • મૈદો – ૩ કપ
  • ચોખાનો લોટ – ૧ કપ
  • મરી પાવડર – ૨ ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ – તળવા માટે

રીત :-

૧- એક મોટા વાસણ માં મૈદો લઈ તેમાં મીઠું અને મરી પાવડર નાખી મિક્સ કરો. તેમાં તેલ નું મોણ નાખી લોટ બાંધવો.


૨- હવે લોટ ને ૩૦મિનીટ માટે ઢાંકીને રાખો. એક વાટકી માં ચોખા નો લોટ લઈ તેમાં તેલ નાખી પાતળી સ્લરી બનાવી લેવી.


૩- પકવાન માટે લોટ નો લુવો લઈ પાતળી રોટલી વણી


તેના ઉપર સ્લરી લગાવી એની ઉપર બીજી રોટલી મુકી ફરી સ્લરી લગાવી એવી રીતે ૬-નંગ રોટલી કરવી.


૪ – હવે તેનો રોલ બનાવી સમાન ભાગમાં કાપી લો. હવે તેને હથેળી વળે થોડા થેપી… પકવાન નો આકાર આપવો.


૫ – પકવાન ને વધારે પ્રેસ ના કરવું હળવા હાથે જ તૈયાર કરવા. તૈયાર કરેલા પકવાન ને ધીમા તાપે તેલ માં તળી લેવા. ઉપર થી થોડો મરી પાવડર ભભરાવો.


૬- એકદમ ક્રિસ્પી પકવાન તૈયાર થઈ જશે….પકવાન ને ચાય અથવા કોફી સાથે સર્વ કરી શકશો…

તો તૈયાર છે ક્ચ્છ ના સૌ કોઈ વખાણે એવા પકવાન…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *