કાચી કેરીમાથી બનતુ વઘારિયુ – બે મહિના સુધી તમે સ્ટોર કરી આનંદ ઉઠાવી શકશો આ વાનગીનો..

હલ્લો ફ્રેંડ્સ આજે છે કાચી કેરીમાથી બનતુ ચટપટી એવી ગોળચા કહો કે લૌંજી, કેરીનુ વઘારિયુ પણ કહેવાય છે. બહુ જ ટેસ્ટિ લાગે છે. ફ્રીજમા મહિનો બે મહિના સારુ રહે ને તરત ખાઇ શકાય. સાથે કાચી કેરીની ચટણીની પણ રીત લખુ છુ. ઉનાળામા ગરમીને લીધે જલ્દિ ખાવા મન ના થતુ હોય ને આવુ જમવામા લેતા ભુખ ઉઘડે ને જમવાનુ પણ ભાવે તો?

સામગ્રી:

કાચી કેરી છાલ કાઢી ટુકડા કરેલી જેટલી પણ બનાવવી હોય તે પ્રમાણે ૪ નંગ લીધી છે,

તેલ – મોટો ચમચો

વઘાર માટે:

૧/૨ ચમચી રાઇ

૧/૪ ચમચી હીંગ,

૧/૨ ચમચી વરિયાળી,

તજ ૧ નાની સ્ટિક,

આખા મરી ૩-૪ દાણા

,૧/૨ચમચી આખા ધાણા,

૩-૪ સુકા લાલ મરચા,

૧/૪ ચમચી કલૌંજી,

૬-૭ મેથી દાણા,

હળદર ૧/૪ ટી સ્પુન,

મીઠુ સ્વાદ મુજબ,

ગોળ કેરી જેટલા વજનનો કે અંદાજે ૧૦૦-૧૫૦ ગ્રામ,

કાશ્મિરી મરચુ ૧ ચમચી કે રંગ પસંદ હોય તે પ્રમાણે.

રીત :

કાચી કેરીને ધોઇ સરખી કપડાથી લુછી કોરી કરી છાલ કાઢી ટુકડા મોટા કરવા. હમણા કેરીમા ગોટલો એટલો નથી બંધાતો તો બહુ સોફ્ટ કેરી હોય છે.

હવે એક જાડા તળીયાના વાસણને ગેસ પર મુકી તેલ મુકવુ. મીડીયમ તાપે ગરમ થાય કે વઘારનો બધો મસાલો તેમા નાંખવો. તેલ બહુ ગરમ ના હોય મસાલાની સરસ સુગંધ આવે તેટલો સંતળાય જાય કે તરત કેરીના ચીરીયા મીઠુ ને હળદર નાંખી હલાવી લેવુ. તાપ મીડીયમથી સ્લો રાખવો ને ઢાંકણ ઢાંકી ચડવા દેવુ. બે મિનીટે ચેક કરવુ. આ ચિરિયા બહુ ના બફાઇ જાય તે ધ્યાન રાખવુ. સળી કે ચપ્પુ ખોસતા ખબર પડશે કે ચડી ગયા છે તો સમારેલો ગોળ નાખવો. બહુ હલાવવુ નહિ. કેરીના ચિરિયા બહુ સોફ્ટ હોય છે તો માવો ના બની જાય માટે લાકડાનો તવેથો વાપરવો સારો પડશે.

ને ગોળ ઓગળે ત્યા સુધી હજી ચિરિયા બફાશે તો આખા રહે તેમ હલાવી ઓગળે ગોળ એટલે તેમા કાશ્મિરી મરચુ મીક્ષ કરવુ. ગોળ ને સાકર બંને પણ વાપરી શકો છો. ગોળના રંગ પ્રમાણે આ વઘારિયુ રંગ પકડશે પણ ટેસ્ટ તો બહુ જ સરસ હોય છે. તાજુ ને સ્વાદિષ્ટ એવુ આ વઘારિયુ પરોઠા,થેપલા, પુરી, સાથે બહુ સરસ જ લાગે છે.

ધાણા વરિયાળી વગેરેનો જે વઘાર છે તે બહુ બળવો નહિ જોઇએ સુગંધી બને તેલ બહુ જ ગરમ થઇ ગયુ હોય તો આ વઘારની સામગ્રી નહિ નાંખવી માઇલ્ડ ગરમ મા જ રાઇ તતડે કે હીંગ, ધાણા, વગેરે લખેલી બધી સામગ્રી સાંતળી ચિરિયા વઘારવા. તો એકાદ કેરીનુ પણ આ રીતે બનાવી ઉનાળામા આ કાચી કેરીનુ વઘારિયુ જરુર બનાવશો. ઘણા કેરી સાથે ૧/૨ કપ પાણી નાંખે છે જેથી ગોળ ઓગળતા સારુ રસા જેવુ રહે પણ ના નાંખતા પણ સરસ ગાઢુ પોચુ બનતુ હોય છે. ને ટકાવ પણ પાણી વગર રહે. ફ્રીજમા રાખવુ સારુ પડશે . યા વિનેગર નાંખી બહાર સારુ રહે. ગરમી બહુ પડશે તો આ ઓછા તેલનુ ને રંધાયેલુ હોય માટે હુ ફ્રીજમા રાખવાનુ લખુ છુ. જેથી સ્વાદ બહુ જ સરસ રહેશે.

હવે કેરીની ચટણી તેમા તો કેરીના ટુકડા કે ખમણીને મીક્ષરમા સેકેલુ જીરુ,મીઠુ,ગોળ ને લાલ મરચુ એટલુ જ બારિક કરી લેતા બહુ જ સરસ બને છે. મારી પાસે ગયા વરસે બનાવેલી આ ચટણી હજી પણ એવી જ સરસ છે. જો પાણીનુ ધ્યાન રાખી બનાવિયે બધુ કોરુ સરખુ કરવાનુ ધ્યાન રાખતા આ ચટણી બારેમાસ બનાવી રાખી શકાય છે. કાચી કેરીને કોરી કરીને ટુકડા કરી ગોળ મીઠુ ને કાચુ જીરુ જ ક્રસ કરી મે બનાવેલી છે. ખજુર આંબલીની ચટણીની અવેજીમા આ ચટણી વાપરી શકાય છે. કેરી જ્યારે ગોટલાબંધ પાકટ મળશે ત્યારે વરસભરની આ ચટણી બનાવી ફ્રીજમા સ્ટોર કરી શકો છો.હુ વરસ પહેલાની બનાવેલી ચટણીનો ફોટો મુકુ છુ જે પા ભાગની વાપરવાની હજી બાકી છે ને સ્વાદ બહુ જ સરસ છે.

ફાયદાઓ :

– કાચી કેરી ઉનાળા ની ગરમી માં લુ થી બચાવે છે. એટલે જ ઉનાળા ના કાચી કેરી ની ચટણી અને કચુંબર ખાવા માટે ડોક્ટર સલાહ આપે છે.

-જીરું અને ગોળ પણ શરીર માં ઠંડક આપવા નું કામ કરે છે. ઘણી વખત વાતાવરણ માં અચાનક ફેરફાર થતા હોઈ છે આવા અચાનક બદલાતા વાતાવરણ માં શરીર ને માઠી અસર થતી હોઈ છે તો આ આડઅસર થી બચવા માં મદદરૂપ થઇ છે.

-કાચી કેરી એ વિટામીન સી નો અદ્ભુત સ્ત્રોત છે, અને સાથે સાથે ઈમ્યુન સીસ્ટમ પણ ઈમ્પ્રુવ કરે છે તદુપરાંત ચયા-પચયા માં આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

– ઉનાળા માં લીલા શાકભાજી ના અભાવ સામે કાચી કેરી નું સક ચટણી અને વાઘરીયા ઘર માં હરકોઈ હોશે હોશે ખાશે.

તો હવે રાહ કોની જુઓ છો?? ફટાફટ બજાર માંથી કાચી કેરી લઇ આવો અને કાચી કેરીની આ બે વેરાયટી પણ ક્યારેક બનાવી તેનો આનંદ માણો. અને હા… કમેન્ટ માં કેરી લાવાર ને ટેગ કરવા નું ભૂલતા નહિ અને આ રેસીપી ને શેર કરવા નું જરા પણ ભૂલતા નહિ.

રસોઈની રાણી : દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *