ઉનાળું સ્પેશિયલ કાચી કેરીમાંથી ટ્રેડિશનલ ડીશ – Summer Special Kachi Keri Mathi Traditional Dish

આજે આપણે જોઈશું ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ટ્રેડિશનલ ડિશ. ઉનાળો આવી ગયો છે. કાચી કેરી પણ મળવા લાગી છે. ઉનાળા માં જ્યારે દાળ કે કઠોળ ભાવતા ના હોય ત્યારે કેરી યાદ આવે. તો ચાલો આજે આપણે કેરી માંથી બનતી ટ્રેડિશનલ ડિશ બનાવીએ.

સામગ્રી

  • કાચી કેરી
  • ગોળ
  • મરી પાવડર
  • ઈલાયચી પાવડર
  • લવિંગ
  • ઘઉં નો લોટ
  • તજ
  • ઘી
  • જીરું

રીત

1- તમે કાચી કેસર કેરી લઇ શકો છો.અથવા દેસી કાચી કેરી લઈ શકો છો. વોસ કરી ને છાલ કાઢી ને સાફ કરી લીધી છે.અને લાંબી લાંબી સમારી લેવાની છે.

2- તમે વિડિયો માં જોઈ શકો છો કે છાલ કાઢી લીધી છે.અને લાંબા લાંબા ટુકડા કરી લીધા છે. આ પ્રમાણે સમારવાં ની છે.હવે એક લિટર પાણી ગરમ કરીશું. અને એક ઉભરો આવવા દઈશું.

3- હવે એક ઉભરો આવી ગયો છે. હવે આ કેરી ના ટુકડા પાણી માં એડ કરી દઈશું.હવે તેને સરસ બફાવા દઈશું. હવે તેને વચ્ચે એકવાર હલાવી લઈશું. કેરી કાચી હોય કે પાકી ખાવા માં મજા આવે છે. અને કાચી કેરી ઉનાળાનું અમૃત છે.અને લું થી બચાવે છે.

4- આ વિટામિન સી થી ભરપુર હોય છે.હવે લગભગ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. કે આ કુક થઈ છે કે નહી.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ કુક થઈ ગઈ છે.

5- હવે આમાં આપણે ગોળ નાખીશું. આપણે અહીંયા એક લિટર પાણી લીધું હતું અને એક કાચી કેરી લીધી હતી. અને તેની સામે એક વાડકી ગોળ લઈશું. હવે તેમાં એડ કરીશું. જો વધારે ખટાશ હોય કેરી માં તો તમે વધારે નાખી શકો છો.

6- આમાં ગોળ નાખ્યો એટલે ઘર કેરી છે.જો ખાંડ નાખે તો અમૃત કેરી કહેવાય છે. હવે ગોળ ને ઓગળી લઈશું. હવે આમાં આપણે ઘઉં નો લોટ નાખવાનો છે. પણ તે શેકી ને નાખવાનો છે. તો ચાલો પહેલા તે શેકી લઈએ.

7- હવે એક પેન માં બે ચમચી ઘી લઈશું.હવે બે ચમચી ઘઉં નો લોટ એડ કરીશું. અને તેને સરસ શેકી લેવાનો છે.આ તમે જોઈ શકો છો કે આ કેટલું પોષ્ટિક બની રહ્યું છે. લોટ શેકતી વખતે ગેસ ધીમો રાખવાનો છે.અને તેને સરસ ગોલ્ડન કલર લાવવાનો છે. તમે વિડિયો માં જોઈ શકો છો કે લોટ સરસ શેકાય ગયો છે.

8- હવે ગેસ બંધ કરી દઈશું.જેથી કરી ને લોટ બળી ના જાય. હવે લોટ ઠંડો પડી ગયો છે. હવે લોટ ને કેરી માં ઉમેરી દઈશું.આના થી ઘર કેરી ને થીકનેસ મળશે.હવે તેને હલાવી લઈશું.હવે તેમાં મસાલા કરી દઈશું. હવે અઘ્ધી ચમચી તજ નો પાવડર ઉમેરી શું. હવે અડધી ચમચી મરી પાઉડર એડ કરીશું.

9-હવે આપણે અડધી ચમચી ઈલાયચી પાઉડર એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી લઈશું.આનો સ્વાદ ખાટો ગડીયો અને તીખો આવે છે.હવે આને દસ મિનિટ માટે ઉકાળી લઈશું. પણ પહેલા વઘાર કરી લઈશું.વઘાર માટે એક વઘારીયું લઇ લઈશું.હવે એક મોટી ચમચી ઘી લઈશું.

10- હવે ઘી માં બે તજ ના ટુકડા નાખીશું.હવે ત્રણ લવિંગ નાખીશું. હવે બે થી ત્રણ મરી નાખીશું. અને થોડું જીરું નાખીશું.હવે વઘાર એડ કરી દઈશું.વઘાર કર્યા પછી તેને એકવાર હલાવી લઈશું.હવે તેને દસ મિનિટ ઢાકી ને ધીમા તાપે ઉકળવા દઈશું.હવે આપણી ઘર કેરી તૈયાર થઈ ગઈ છે.
11- હવે ગેસ બંધ કરી દઈશું.હવે તેને સર્વે કરીશું.અને તમે પરાઠા,પૂરી,ઠેપલા સાથે ખાય શકો છો. તો આ ઉનાળા માં તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *