કાચી કેરી–ફૂદીનો–મીઠા લીંમડાનું ઇન્સ્ટન્ટ શરબત, ૬ થી ૮ મહિના સુધી સ્ટોર કરી શકશો આ શરબત…

કાચી કેરી–ફૂદીનો–મીઠા લીંમડાનું ઇન્સ્ટન્ટ શરબત

સામગ્રી

1 બોલ ખડી સાકર (તમારા ઘરમાં જે બોલ હોય તેને માપ તરીકે લેવો)

½ બોલ પાણી (સાકરની ચાસણી બનાવવા માટે)

1 બોલ બાફેલી કાચી કેરી

½ બોલ લીંમડા ફુદીનાના પાન

1 ચમચી સંચળ

2 ચમચી શેકેલા જીરાનો પાઉડર

1 ચપટી મરી પાઉડર


સૌ પ્રથમ તો ફૂદીનો અને મીઠો લીંબડો વ્યવસ્થીત રીતે ધોઈ નાખવા. તેને એક બાજુ પર મુકી દેવા. હવે કાચી કેરીને વ્યવસ્થીત ધોઈ તેને છોલી તેના મોટા મોટા ટુકડા કરી લેવા. તેને કુકરમાં, 5-6 મિનિટ બાફી લેવા. કુકરમાં તમારે 5-6 ચમચી જ પાણી એડ કરવું. કુકરનું ઢાંકણુ ઢાંકી તેને 5-6 મિનિટ ગરમ થવા દેવું. પછી ગેસ બંધ કરી દેવો.


તે દરમિયાન ખડી સાકરની ચાસણી બનાવવી. એક બોલ સાકરની સામે અરધો બોલ પાણી લેવું. તો એક તપેલીમાં આ બન્ને સામગ્રી એડ કરી તેને ગરમ થવા મુકી દો.


હવે બફાઈ ગયેલી કેરી, ફુદીનો અને મીઠા લીંબડાને એક મિક્સર જારમાં એડ કરી તેમાં માત્ર વટાય તેટલું પાણી જ એડ કરવું. આ બધી જ સામગ્રી વાટી લેવી.


હવે ખાંડની ચાસણી બનાવવા મુકી છે તેનો ગેસ ચાલુ જ રહેવા દો અને આ કેરી, ફૂદીના અને મીઠા લીંબડાની વાટેલી પેસ્ટ તેમાં એડ કરી તેને ગરમ થવા દેવું. આ મિક્સ્ચરને ચીકણું થાય ત્યાં સુધી જ ગરમ થવા દેવું.


ત્યાર બાદ ગેસ પરથી ઉતારી દેવું. તે દરમિયાન તેને બરાબર હલાવે રાખવું જેથી કરીને બધું જ એકરસ થઈ જાય. અહીં તમને જો ખટાશ વધારે લાગતી હોય તો તમે વાટેલી સાકર એડ કરી શકો છો. આ તૈયાર થયેલું સીરપ જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ જાડુ થતું જશે.


હવે તેને ગેસ પરથી ઉતારી લેવું. તેમાં 1 ચમચી સંચળ, 2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચપટી મરી પાવડર. આ બધું જ માપ તમારે સ્વાદ પ્રમાણે એડ કરવું.


અહીં જે આ સંચળ , મીઠું, જીરુ એડ કરવામાં આવ્યું છે તેને થોડું ચડિયાતુ એડ કરવું. કારણ કે આ એક પ્રકારનું સિરપ છે અને તેમાં પાણી ઉમેરીને શરબત બનાવવામાં આવતું હોવાથી. બધું જ ચડિયાતું હોવું જોઈએ.


તેમ છતાં તમને અંદાજો ન રહેતો હોય તો તમારે તૈયાર થયેલું સિરપ એક ચમચી લેવું. તેને એક વાટકી ઠંડા પાણીમાં ઉમેરી બરાબર હલાવી ટેસ્ટ કરી લેવું કે શરબત બરાબર બને છે? તો ચાખ્યા બાદ તમને કંઈ વધારવાની જરૂર લાગે તો સીરપમાં એડ કરી લેવું.


હવે આ તૈયાર થયેલા સિરપને થોડા મોટા કાંણા વાળી ગરમીમાં ચાળી લેવું. જો તમને ફુદીનાના પાંદડા ગમતા હોય તો તમે ચાળ્યા વગર જ સીરપને સ્ટોર કરી શકો છો. પણ ઘરમાં નાના બાળકો હોય તેમને પાંદડા અને કેરીના ટુકડા આવે તે નથી ગમતું હોવાથી સીરપ ચાળી લેવું યોગ્ય રહે છે.


હવે સીરપ ગાળતા જે જાડો કૂચો વધે છે તેને ફેંકી નથી દેવાનું પણ તેમાં થોડું પાણી ઉમેરી તેમ જ તેને ફ્રીઝમાં મુકી દેવું. અને તે બરાબર ઠંડુ થઈ ગયા બાદ તેને ચાળીને લઈ લેવું. કમસે કમ 2 ગ્લાસ શરબત તો તેમાંથી બની જ શકશે.


આ તૈયાર કરેલા કાચી કેરી-ફુદીના–મીઠા લીંમડા–સાકરના સીરપને તમે ફ્રીઝરમાં 7-8 મહિના રાખી શકો છો. આ સિરપ ફ્રિઝમાં મુકવા છતાં પણ બરફની જેમ જામશે નહીં પણ જાડા સીરપ જેવું જ રહેશે.

હવે આ તૈયાર થયેલા સિરપમાંથી તમારે જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તમારે એક ગ્લાસ શરબત બનાવવા માટે અઢીથી ત્રણ ચમચી સીરપ ગ્લાસમાં એડ કરવું અને તેમાં ઠંડુ પાણી એડ કરી દેવું. તૈયાર થઈ ગયું ઇન્સ્ટન્ટ શરબત.


આ શરબતને તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે ક્યારેય મહેમનાન આવે કે તમને પણ કંઈ ઠંડુ, ટેસ્ટી પણ હેલ્ધી પીવાનું મન થાય તો તમે તરત જ પી શકો છો. આ શરબત ઉનાળાની ગરમ લૂ સામે શરીરને રક્ષણ પુરુ પાડે છે. જો તમારા બાળકો તડકામાં અવારનવાર રમતા હોય અને તમે પણ જો તડકામાંથી ગમે ત્યારે ઘરે પાછા આવ્યા હોવ તો તમારે આવીને આ શરબત પી લેવું જોઈએ જેથી કરીને તમને લૂ ન લાગે અને તમે ઉનાળામાં પણ સ્વસ્થ રહી શકો.

સૌજન્ય : ફૂડ ગણેશા (નિધિ પટેલ. યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અને શીખો વિગતવાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *