કાચી કેરીની ચટણી (શાક) આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો.

મિત્રો, અત્યારે કેરીની સીઝન છે અને માર્કેટમાં ખુબ જ સરસ તાજી અને ખાટી કેરીઓ આવી ગઈ છે તો આ કાચી કેરીમાંથી ઘણી બધી ડીશો બનાવી શકાય. કાચી કેરીનું કચુંબર તો તમે બનાવતા જ હશો જે એટલું તો સ્વાદિષ્ટ લાગે છે કે ભૂખ ન લાગી હોય તો પણ ત્રણ ચાર રોટલી તો ઠુંસી લઈએ. કાચી કેરીની ચીરો કરી ચટણી, મીઠું અને ધાણાજીરું સાથે પણ ખાવાની ખુબ મજા પડે, બાળકોને તો આ કેરીઓ ખુબ ભાવે છે. આ જે હું કાચી કેરીની ચટણી કે જેને શાક પણ કહી શકો તેવી સ્વાદિષ્ટ ખાટી મીઠી રીત શેર કરવાની છું જેને કેરીની લોન્જી પણ કહેવાય છે અને એટલી તો ચટપટી બને છે કે વાત જ ન પૂછો. આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સામગ્રી :

  • Ø 200 ગ્રામ કાચી કેરી
  • Ø 100 ગ્રામ ગોળ
  • Ø ચપટી રાઈ
  • Ø ચપટી જીરું
  • Ø ચપટી હિંગ
  • Ø ચપટી હળદર
  • Ø ચપટી ચાટ મસાલો
  • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • Ø સ્વાદ પ્રમાણે મીઠું
  • Ø 2 ટેબલ સ્પૂન તેલ

તૈયારી :

સૌપ્રથમ કેરીની છાલ ઉતારી મોટા કટકા કરી લો, કેરીની અંદરની ગોટલી તેમજ જાળી દૂર કરી લેવી.

રીત :

1) હવે કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાય, જીરું તેમજ હિંગ એડ કરો અને રાઈને સારી રીતે ક્રેક થવા દો.

2) રાઈ દાણા ક્રેક થાય પછી તેમાં કેરીના ટુકડાઓ એડ કરો, બરાબર મિક્સ કરી તેલથી કોટ કરી લો.

3) ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું તેમજ ચપટી હળદર ઉમેરી લો. બરાબર મિક્સ કરી કેરીના ટુકડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

4) કેરીના ટુકડાઓને ચમચાથી પ્રેસ કરીને ચેક કરવા, કેરીના ટુકડાઓ સોફ્ટ પડતા 1 કપ જેટલું પાણી એડ કરી લો અને પાણીને ઉકળવા દો.

5) પાણી ઉકળતા તેમાં ગો એડ કરી દો, ગોળને મિક્સ કરી પીગળી જવા દો.

6) ગોળ પીગળે પછી તેમાં ચાટ મસાલો, ધાણાજીરું તેમજ લાલ મરચું પાવડર એડ કરી દો.

7) મિક્સ કરી થોડીવાર માટે ચડવા દો.

8) રસો અનુકૂળ હોય એ રીતે ઉકાળવું, ઘટ્ટ થતા સ્ટવ ઓફ કરી દો.

9) તો તૈયાર છે આ ચટપટી ચટણી કમ શાક, જેને સ્ટોર કરી પાંચ થી છ દિવસ એન્જોય કરો. તો આજે જ બનાવજો બધાને ખુબ જ પસંદ આવશે

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *