કાચી-પાકી કેરી નું શાક – ખાવા માટે કેરી સમારો છો પછી થોડી ખાટી નીકળે છે ? તો બનાવો આ શાક…

ઊનાળા માં કેરી તો બોવ ખાધી પણ હવે વરસાદ પડી ગયો છે તો ચટપટું ખાવા નું મન થાય છે ને ? તો હું તમારી સમક્ષ કાચી-પાકી કેરી નું શાક લઈ ને આવી છું .

આપણે ઘણી વાર કેરી નો રસ કાઢતા હોય છે ત્યારે ઘણી વાર એવું બનતું હશે કે આ કેરી નો રસ કાઢી શું તો રસ ખાટો લાગશે તો એવી કાચીપાકી કેરી લઈ ને હું તમને શાક બતાવીશ .

સામગ્રી :


– રાય 1/2 ચમચી

– ઝીરું 1/2 ચમચી

– લીમડા ના પાન 6-7

– મરચા 1 નંગ

– કેરી ના કટકા 1 કપ

– ગોળ 1 ચમચી

– સ્વાદ મુજબ મીઠુ

– તેલ 1-2 ચમચી

– મરચું 1 ચમચી

– હળદર 1/2 ચમચી

– ધાણાજીરું 1 ચમચી

– હીંગ ચપટી

– કોથમીર જરૂર મુજબ

રીત :

સ્ટેપ :1


એક પેન માં તેલ લઈ .તેલ ગરમ થાય એટલે રાય ,જીરું અને હિંગ ઉમેરી હવે તતડે એટલે તેમાં મરચાં ના કટકા ન લીમડાં ના પાન ઉમેરવા .

સ્ટેપ :2


હવે તેમાં કેરી ના કટકા ઉમેરી બરાબર હલાવી તેમાં મીઠું ,મરચું ,ધાણાજીરું અને હળદર ઉમેરવા .

સ્ટેપ 3:


હવે કેરી માં બધા મસાલા ચડી જાય એટલે તેમાં ગોળ ઉમેરી .થોડીવાર ચડવા દઇ ગેસ બંધ કરી દેવો .

સ્ટેપ 4:


હવે કોથમીર થી સજાવટ કરી તમે રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો .

નોંધ :

ગોળ ઉમેર્યા બાદ 2 મિનિટ પછી તરત ગેસ બંધ કરવું નહિ તો ચાસણી થઈ જશે અને શાક ની કેરી કડક થઈ જશે .

રસોઈની રાણી : દિગ્ના રૂપાવેલ (વડોદરા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *