કાચી કેરી અને દ્રાક્ષ ના સંભારીયા – જમવામાં શાક સાથે અને દાળભાત સાથે પણ આનંદ આવશે…

કેમ છો ફ્રેંડસ..

હું આજે તમારી માટે કેરી દ્રાક્ષ ના સંભારીયા લઈને આવિ છું… આ સંભારીયા લગ્નમાં જમવામાં બધા રાખતા હોય છે .

બજારમાં સરસ કેરી પણ આવી ગઇ છે. જો તમે રોજની એકની એક કાચી કેરીની ચટણી અને તેનું સાદુ કચુંબર ખાઇને કંટાળી ગયા છો તો તમે કાચી કેરીની આ વાનગીઓને પણ ટ્રાય કરી શકો છો. તે તમને “લૂ” દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. તે તમારી થાળીને અલગ સ્વાદ આપે છે અને સાથે તે પરિવારના સભ્યોને પસંદ આવે છે.

તો જાણી લઈએ બાનાવવા માટેની સામગ્રી :-

“કાચી કેરી અને દ્રાક્ષ ના સંભારીયા”

  • 300 ગ્રામ – કાચી કેરી ના ટુકડા
  • 150 ગ્રામ – લિલી દ્રાક્ષ
  • 1 ચમચી – આખા ધાણા
  • 1 ચમચી – રાઈના કુરિયા
  • 1 ચમચી – ચિલી ફ્લેક્સ
  • 1 ચમચી – વરીયાળી
  • 2 ચમચી – પીસેલી ખાંડ
  • 4 ચમચી – અથાણાં નો સાંભાર મસાલો
  • 3 ચમચી – તેલ
  • મીઠું – સ્વાદપ્રમાને

રીત

સૌ પ્રથમ આખા ધાણા, ચીલી ફ્લેક્સ, વરીયાળી, અડકચરા પીસી લેવા.

હવે એક પ્યાન માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં અડકચરો વાટેલો મસાલો નાખવો.2 મિનિટ શેકી પછી કેરી ના ટુકડા નાખવા. થોડું સાંતળી લેવું.

હવે તેમાં મીઠું ,દળેલી ખાંડ, અને લિલી દ્રાક્ષ નાખી 2 મિનિટ થવા દેવું. હવે તેમાં સાંભાર મસાલો નાખીમિક્સ કરી ગેસ બંદ કરી દેવો.

રોટલી ,પરાઠા ,થેપલા સાથે તમે સંભારીયા ની મજા માણી શકો છો…

આ સંભારીયા 15 દિવસ સુધી સાચવી શકો છો….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *