પીઝા – પીઝાના ટોપિંગ બનાવવાની સાથે જ શીખો પીઝાનો બેઝ બનાવતા, એ પણ કડાઈમાં…

આજે આપણે નાના મોટા સૌને પસંદ એવા પિઝા બનાવીશું. તો આ પિઝા આપણે યીસ્ટ અને ઓવન વગર જ કડાઈમાં બનાવીશું.

• તો ચાલો જોઈએ અને રેસીપી પસંદ આવે તો Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.

સામગ્રી:-

 ટોપિંગ માટે:-

  •  2 સમારેલાં કેપ્સીકમ
  •  1 સમારેલ ટામેટું
  •  2 સમારેલી ડુંગળી
  •  2 ચમચી તેલ
  •  4 થી 5 કળી લસણ
  •  1 ચમચી બટર

• પિઝા નો બેઝ:-

  • • 1 બાઉલ મેંદો
  • • ¼ ચમચી બેકિંગ સોડા
  • • ½ ચમચી બેકિંગ પાવડર
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • ½ ચમચી સુગર પાવડર
  • • 1 બાઉલ મોળું દહીં
  • • 1 ચમચી તેલ
  • • પિઝા સોસ
  • • ચિલી ફ્લેક્સ
  • • ઓરેગાનો
  • • મિક્સ હબ્સૅ
  • • મોઝરેલા ચીઝ
  • • કેચપ

રીત:-

• સ્ટેપ 1:-સોપ્રથમ પીઝા માટે ટોપિંગ તૈયાર કરીશું. તો એક કડાઈમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરી એમાં લસણ સાંતળી લો. અને થોડું સાંતળેલું બટર એક બાઉલમાં લો. અને બધા જ વેજીટેબલ ને ગાલિૅક બટર માં સેલો ફ્રાય કરી લો. તો પિઝા નું ટોપિંગ તૈયાર છે

• સ્ટેપ 2:-હવે આપણે પિઝા નો બેઝ તૈયાર કરીશું. તો એ પહેલાં આપણે કડાઈમાં ને પ્રિહિટ કરવા માટે મૂકીશું. તો એ માટે એક કડાઈમાં મીઠું નાખીને એમાં સ્ટેન્ડ મૂકો અને ઢાંકી દો.

• સ્ટેપ 3:-હવે લોટ બાંધવા માટે 1 બાઉલ મેંદો લો. ¼ ચમચી બેંકિંગ સોડા, ½ ચમચી બેકિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ચમચી સુગર પાવડર, ઉમેરી થોડું થોડું દહીં ઉમેરી લોટ બાંધી લો. અને 1 ચમચી તેલ ઉમેરી મસળી લો અને લોટ ઢીલો જ બાંધી લેવો.

• સ્ટેપ 4:-હવે જે ગાલિક બટર જે સાઈડમાં રાખ્યું હતું એનાથી પ્લેટ ગ્રીસ કરી લો અને એમાં એક ખુલ્લું લો અને પ્લેટ માં જ હાથથી થેલીને પિઝા નો રોટલો તૈયાર કરો. અને ફોકૅ થી કાંટા કરી લો. અને ઉપર પિઝા નો સોસ ઉમેરી ને પાથરી લો.

• સ્ટેપ 5:-ત્યારબાદ ટોપિંગ પાથરી લો અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબૅ ઉમેરી લો.

• સ્ટેપ 6:-ત્યારબાદ પિઝા ની કિનારીને ગાલિક બટર થી ગ્રીસ કરો અને ઉપર મોઝરેલા ચીઝ ઉમેરી લો. અને પ્રિહિટ થયેલી કઢાઈમાં આ પ્લેટ મૂકી દો. અને ઢાંકી ને 10 થી 15 મિનિટ માટે ધીમી આંચ પર કુક થવા દો.

• સ્ટેપ 7:-તો હવે પિઝા તૈયાર છે અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબૅ અને કેચપ ઉમેરી પિઝા સવૅ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *