કઢી ગોળે – રોજ એકના એક દાળભાત અને શાક ખાઈને કંટાળી ગયા છે? બનાવો આ નવીન મહારાષ્ટ્રીયન વાનગી…

હેલો ફ્રેંડસ રોજ રોજ દાળ,ભાત,શાક,રોટલી ખાઈને કંટાળી ગયા છો ?….

તો ચાલો મસ્ત મજાની મહારાષ્ટ્ર ની સબ્જી બનાવી દઈએ આ કઢીગોળે તમે તુવેર ના દાણા માથી પણ બનાવી સકો છો…જેમ દાળ ને ક્રશ કરી અંદર બધા મસાલા કર્યા તેવી જ રીતે તુવેર દાણા ને ક્રશ કરી બધા મસાલા નાખી ગોળા બનાવા…આ શાક મારા દાદી બનાવતા હતા. એકદમ સરળ અને ટેસ્ટ માં બેસ્ટ એવા કઢીગોળે બનાવવા ની સામગ્રી અને રીત જાણી લઈએ…..

“કઢી ગોળે “( મહારાષટ્રીયન સબ્જી )

સામગ્રી :-

  • ૪- ૫ કલાક પલાળેલી – ચણાની દાળ
  • ૧ વાટકી – દહીં છાછ હોય તો ૨ વાટકી
  • ૨ ચમચા – ચણાનો લોટ
  • ૨ ચમચી – આદુ ,મરચા, લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચી – હળદર
  • ૩ ચમચી – તેલ
  • વઘાર માટે – રાઈ, જીરું ,મેથી, લીમડો, અને હિંગ
  • કોથમરી સર્વે કરવા માટે

રીત :-

સૌ પ્રથમ દાળ ને ધોઈ મિક્સર માં ક્રશ કરવી, હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, હળદર, મીઠું કોથમરી નાખી મિક્સ કરવું.

હવે આ મિશ્રણ ના નાના ગોલા બનાવા.

કઢી ના વઘાર માટે તૈયારી કરવી.

દહીં અને ચણાનો લોટ મિક્સ કરી લેવો.

હવે તેલ ગરમ કરી તેમાં રાઈ જીર, મેથી ,હિંગ, લીમડો નાખી વઘાર કરવો.મરચાની થોડી પેસ્ટ નાખવી.દહીં અને ચણાના લોટ નું મિશ્રણ અંદર નાખી જરૂર પ્રમાણે પાણી નાખવું.

અને કઢી ને ઉકાળવા દેવી.

ઉકળતી કઢી માં એક એક ગોલા નાખવા.આ ગોળા ને સિજતા ૧૫ મિનિટ લાગશે.

કઢીગોળા રોટલા સાથે ખુપ સરસ લાગે છે. ઉપરથી કોથમીર નાખવી…..પરાઠા અને રોટલી સાથે પણ સરસ લાગે છે….

તો તૈયાર છે મહારાષ્ટ્ર ની ડીશ “કઢીગોળે “…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *