કાહવો / કાહવા – કોઈપણ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ કાવો ખાસ બનાવો…

કાહવો / કાહવા

સીઝન કોઈપણ હોય આપણે પોતાની અને પરિવારની કેર કરવી એ ખુબ જરૂરી બાબત છે. હમણાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા આપણે પરિવારની સુરક્ષા વિષે જરા પણ બાંધછોડ કરવી જોઈએ નહિ. આજે લગભગ દરેક ઘરમાં બધા પોતપોતાની રીત કોઈકને કાંઈક નવીન ઉકાળા અને હેલ્થી ફૂડ ખાઈ રહ્યા છે કે જેથી પરિવાર સુરક્ષિત રહે અને બધા કોરોનાથી સલામત રહે.

બસ આજે હું પણ તમારી માટે લાવી છું એક ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક જેનાથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકશો. આ કાવાની મદદથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ખુબ વધારો થાય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને પસંદ આવે કે ના આવે બે કે ત્રણ દિવસે એકવાર આ કાવો બનાવીને જરૂર પીવાના ઉપયોગમાં લેજો. પહેલા જોઈ લો આ વિડિઓ રેસિપી અને પછી જુઓ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી પણ.

સામગ્રી

 • પાણી – 200 ml
 • લીંબુનો રસ – બે થી ત્રણ ડ્રોપ
 • ફુદીનાનો પાવડર અથવા ફ્રેશ ફુદીનો – અડધી ચમચી
 • મધ – એક નાની ચમચી
 • તજ પાવડર – અડધી ચમચી
 • મરીયા પાવડર – અડધી ચમચી
 • આદુ – એક નાનો ટુકડો
 • તુલસી – આઠ થી દસ પાન
 • સંચળ પાવડર – અડધી ચમચી
 • ગ્રીન ટી બેગ (ઓપશનલ) – એક નંગ
 • લવિંગ – 2 નંગ
 • ઈલાયચી – 2 નંગ
 • સૂંઠ પાવડર – અડધી ચમચી

કાહવો / કાહવા બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા એક વાસણમાં આપણે પાણી ગરમ કરવા મુકીશું તેમાં 200 ml જેટલું પાણી મુકીશું આનાથી 1 કપ જેટલો કાવા બનશે વધારે બનાવવો હોય તો એ પ્રમાણે પાણી ગરમ કરવા મૂકવું.

2. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું. સૌથી પહેલા તેમાં અડધી ચમચી સુંઠ પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરવાનો છે.

3. ઉકળી રહેલ પાણીમાં હવે અડધી ચમચી તજ પાવડર અને અડધી કેહમચી ફુદીનાનો પાવડર ઉમેરો ફ્રેશ ફુદીનો હોય તો આઠ થી દસ પાન અડધા અડધા સમારીને ઉમેરવા.

4. હવે આમાં બે લવિંગ અને 2 ઈલાયચી ઉમેરવી ઇલાયચીને ફોલીને ફોતરાં સાથે જ ઉમેરવાની છે.

5. જો પાણી વધુ ઉકળી રહ્યું હોય તો ગેસ ધીમો કરી દેવો. હવે આ ઉકળતા પાણીમાં અડધી ચમચી મરી પાવડર અને આઠ થી દસ તુલસીના પણ અડધા અડધા કાપીને ઉમેરવા. (તુલસી, ફુદીનો કે મીઠો લીમડો કોઈપણ પાનને અડધા અડધા કરીને જે તે વાનગીમાં ઉમેરવાથી તેની સોડમ સરસ આવે છે.)

6. હવે આ પાણીમાં નાનો આદુનો ટુકડો છીણી લેવાનો છે જો છીણી ના હોય તો નાના ટુકડાને ખાયણીમાં વાટીને ઉમેરવું.

7. હવે આ પાણી બરાબર ઉકાળવાનું છે આ પાણી ઉકળીને અડધું થઈ જવું જોઈએ ત્યાં સુધી ઉકાળવાનું છે.

8. હવે તમે જોઈ શકો છો કે પાણી ઉકળીને અડધું થઇ ગયું છે. હવે ગેસ બંધ કરી દો.

9. આ કાવાને કપમાં સર્વ કરીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત.

10. જો તમે ગ્રીન ટી બેગનો ઉપયોગ કર્યો છે તો પહેલા કપમાં ગ્રીન ટી બેગ મુકો,

11. હવે આપણે બનાવેલ ગરમાગરમ કાવાની ગરણીની મદદથી કપમાં ગાળી લઈશું.

12. હવે તે કપમાં આપણે એક ચમચી મધ ઉમેરીશું

13. મધ ઉમેર્યા પછી તેમાં લીંબુનો રસ ઉમેરીશું

બસ તો હવે કાવો તૈયાર છે જે તમે અને તમારા પરિવાર સાથે આનંદથી પી શકો છો. આ કાવો ઇમ્યુનીટી બુસ્ટરનું કામ પણ કરે છે. તો તમે અમારી આ રેસિપી તમારા મિત્રો અને તમારા પરિવારજનો સાથે શેર જરૂર કરજો અને વિગતે આ રેસિપી શીખવા માટે અમારો વિડિઓ જરૂર જુઓ. વિડિઓ જોવાથી આ રેસિપી તમે વિગતે અને વ્યવસ્થિત શીખી શકશો. અને હા અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.

ખાસ નોંધ : જો કાવો બહુ સ્ટ્રોંગ લાગતો હોય તો બાળકોને થોડું ગરમ પાણી ઉમેરીને આપવું એટલે પીવામાં આનાકાની ના કરે.

રેસિપીની વિડિઓ લિંક :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

યુટ્યુબ ચેનલ – Food Guru

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *