કાજુ ગાંઠિયા નું શાક – ચોમાસું શરુ થાય અને ચટાકેદાર ગરમાગરમ ખાવાનું મન થાય ત્યારે અચૂક બનાવો…

વરસાદ નું આગમન થઈ ચૂકયું છે અને ચોમાસામાં તો ગરમમસાલેદાર વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર છે.

તો આપણે પણ કંઇક મસાલા થી ભરપુર વાનગી આજે બનાવીશું,

આજ આપણે જે શક બનાવના છીએ તે હમણાં હમણાં કાઠિયાવાડની હોટલો અને રેસ્ટોરન્ટમાં ખુબજ પ્રચલિત થયું છે.

તો ચાલો આપણે આજ બનાવીએ મસલથી ભરપુર એવું કાઠિયાવાડી કાજુ ગઠીયા નું શક ગરમાં ગરમ બાજરાના રોટલા,રોટલી કે પરોઠા સાથે આ શાક ખુબજ જમાવટ બોલાવે છે.

સામગ્રી:

• ૧૦૦ ગ્રામ કાજુ

• ૧૦૦ ગ્રામ ભાવનગરી ગાંઠિયા

• ૪ ડુંગરી એકદમ ઝીણી સમારેલી

• ૨ ટમેટા એકદમ ઝીણા સમારેલા

• ૧ ચમચી આદુ,મરચા અને લસણની પેસ્ટ

• એક ગ્લાસ મોળી છાસ

• મીઠું સ્વદાનુસાર

• ૧ ચમચી ગરમ મસલો

• લાલ મરચું સ્વદાનુસાર

• અડધી ચમચી હળદર

• પા ચમચી હિંગ

• થોડીક ઝીણી સમારેલી કોથમરી

• તેલ

રીત:


૧. એક કડાઈમાં થોડું તેલ ગરમ મૂકીને કાજૂને તળી લેવા.

૨. કાજૂને લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.

૩. એક કડાઈમાં ૩ ચમચા તેલ ગરમ મૂકીને તેમાં પા ચમચી હિંગ નાખવી.

૪. હિંગ તતળે એટલે તેલમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને આદુ, મરચા અને લસણની પેસ્ટ એડ કરવી.

૫. ડુંગરી ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું,મરચું,ગરમ મસાલો અને હળદર એડ કરવા.

૬. મસાલા સરખા મિક્સ થઈ જાય એટલે તેમાં એકદમ ઝીણા સમારેલા ટમેટા એડ કરવા.

૭. ડુંગરી અને ટમેટાને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવા પછી તેમાં એક ગ્લાસ મોળી છાશ એડ કરવી.

૮. છાસ ઉકળે એટલે તેમાં તળેલા કાજુ એડ કરવા.

૯. કાજુ એડ કરીને શકને પાચેક મિનિટ સુધી ચડવા દેવું અને જમવા ટાઈમે શાકને ગરમ કરીને તેમાં ગાંઠિયા એડ કરવા ગાંઠિયા એડ કર્યા બાદ શાકને પચેક મિનિટ ચડવા દેવુ અને પછી ઝીણી સમારેલી કોથમીર થી શાકને ગાર્નિશ કરવું.

લ્યો રેડી છે એકદમ ચટાકેદાર એવું કાજુ ગાંઠિયા નું શાક ગરમા ગરમ રોટલી,રોટલા કે પરોઠા સાથે પીરસો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *