કાજુ કારેલા – તમે અનેક પ્રકારે કારેલા બનાવતા હશો આજે શીખો એક નવીન વાનગી, બાળકોને પણ પસંદ આવશે…

હેલો ફ્રેન્ડઝ

તમે કારેલા ના વિવિધ પ્રકારના શાક બનાવતા જ હશો ભરેલા કારેલા, લોટવાળા કારેલા અને કાંદા કારેલા, કારેલા બટાકા, ક્રિસ્પી કારેલા વગેરે. કારેલા ની કાચરી બનાવી ને તેનો પણ રોજીંદા ખોરાક મા સમાવેશ થાય છે, કારેલા સ્વાદ મા કડવા જરૂર હોય છે પણ ગુણો થી ભરેલા હોય છે તો ચાલો આજ હું તમને આ કડવા પણ ગુણો થી ભરેલા આ કારેલા અને કાજુ નુ શાક કેવી રીતે બને તે શીખવાડીશ.

કારેલા એટલા બધા ગુણકારી હોય છે કે તેને આપણા રોજીંદા ખોરાક મા સમાવેશ કરવો જ જોઇએ, ઘણા લોકો એની કડવાશ ના કારણે તેને ખાવા નુ ટાળતા હોય છે પરંતુ જો તમે આવી રીતે શાક બનાવશો તો તે જરા પણ કડવુ નથી લાગતું અને તે ખુબ સ્વાદિષ્ટ બને છે તો ચાલો નોંધી લો સામગ્રી..

સામગ્રી —

*250gram કારેલા

*1/2 કપ તળેલા કાજુ

*2 મિડિયમ સાઈઝ ના કાંદા લાંબા સમારેલા

2-3 ટેબલસ્પૂન ગોળ

સ્વાદ અનુસાર મીઠું

3-4 ટેબલસ્પૂન તેલ

1ટીસ્પુન લાલ મરચાંનો પાવડર

1 ટેબલસ્પૂન ધાણાજીરું

1ટીસ્પુન હળદર

1/2 રાઇ

1/2 જીરૂ

ચપટી હીંગ

ગારનીશ કરવા માટે સમારેલી કોથમીર

*રીત —


1–સૌ પ્રથમ કારેલા ને ધોઈ લેવા અને તેની છાલ ઉતારી લો અને તેને ગોળ ગોળ સમારી લેવા તેમા એક ટીસ્પૂન જેટલુ મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી ને 15મિનિટ માટે મુકી દો. જેથી કારેલા ની કડવાશ મીઠા દ્રારા નીકળી જાય, 15 મિનિટ પછી કારેલા ને નિચોવી ને તેનુ પાણી કાઢી તેની કડવાશ દૂર કરી લો. (જો તમે કડવુ ખાઇ શકતા હોય તો કારેલા માથી પાણી કાઢવુ નહીં)


2– ત્યાર બાદ બે અલગ અલગ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એક કડાઈમાં રાઈ જીરૂ મૂકી ને ચપટી હીંગ નાખી ને કારેલા વઘારવા અને બીજી કડાઈ મા થોડુ તેલ મુકી કાંદા સાંતળો.તેમા થોડુ મીઠું નાખીને કાંદા ને સતત હલાવતાં રહેવુ જેથી તે બળે નહી ,તે સોનેરી થાય એટલે ગેસ બંધ કરીદો.


3–હવે બીજી બાજુ કારેલા મા લાલ મરચુ અને હળદર નાખો મીઠું નાખવાની જરૂર નથી કેમ કે કારેલા પહેલા થી જ મીઠા મા ચોળેલા છે, અને ધીમે તાપે ઢાંકણ ઢાંકી ને ચડવા દો.


4– ત્યાર બાદ કારેલા બરાબર ચઢી જાય એટલે તેમાં સાંતળેલા કાંદા, તળેલા કાજુ અને ગોળ નાખી ને બરાબર મિક્સ કરી લો, ગોળ ઓગળે અને એકરસ થઇ જાય કે તુરંત જ ગેસ બંધ કરી દો, નહી તો વધારે સમય માટે જો ગોળ ને ગેસ પર રાખવામાં આવે તો શાક ચવડ થઇ જશે. તો ચાલો તૈયાર છે તમારૂ સ્વાદિષ્ટ કાજુ અને કારેલા નુ શાક. હવે તેને કોથમીર ભભરાવી ને ગારનીશ કરી ગરમા ગરમ ફુલકા સાથે સવૅ કરો.


નોંધ —

* કાજુ ને તળવા માટે એક પેનમાં થોડું તેલ અથવા ઘી મૂકીને ને ધીમા તાપે ગુલાબી રંગ ના શેકી લો, તમે રેડીમેડ તળેલા કાજુ પણ વાપરી શકો છો.

*કારેલા સમારતી વખતે જે છાલ આપણે ફેકી દઇએ છીએ તે ન ફેંકતા તેનો ઉપયોગ કરીને પણ સ્વાદિષ્ટ વાનગીઓ બને છે તે પણ શીખવાડીશ.

*જે લોકો ને ડાયાબિટીસ છે તે લોકો કારેલા ને છાલ સાથે જ શાક બનાવે તો ખુબ સારુ છે કેમ કે કારેલા ની છાલ મા પણ કારેલા જેટલા જ ગુણો સમાએલા છે.

રસોઈની રાણી : અલ્કા જોષી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *