કાજુ પાલક પનીર – પાલક પનીરનું વર્ઝન એકવાર જરૂર ટ્રાય કરજો…

કાજુ પાલક પનીર:

સ્વાસ્થ્ય માટે હોટ ફેવરીટ એવી પાલક આ સિઝનમાં સારા એવા પ્રમાણમાં માર્કેટમાં આવે છે. પાલક નો આહારમાં ઉપયોગ નાના બાળકોથી માંડીને વૃધ્ધ વયના દરેક લોકો કરે તો સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. કેમકે…….

પાલક આયર્ન નો ઉત્તમ સ્ત્રોત છે. ચરબી રહિત છે. અદ્રાવ્ય ફાઇબરથી ખુબાજ સમૃધ્દ્ધ છે. તે હ્રદય અને અન્ય મહત્વપુર્ણ અંગોને નુકશાનથી બચાવે છે. કોલોન કેંસરને રોકે છે. રક્ત વાહિનીઓમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે. આમ હાર્ટ માટે પણ ખૂબજ ફાયદાકારક છે.

પોટેશિયમથી સમૃધ્ધ હોવાથી બ્લડપ્રેશરને નિયંત્રીત કરે છે. તેમાં રહેલું ઝિંક રોગ પ્રતિકારક શક્તિ બનાવવા માટે મદદ કરે છે. ત્વચાના કેંસર સામે લડે છે. ત્વચા સુવાળી બનાવે છે.

ઇંસ્યુલીનનું સ્તર ઘટાડે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ હાડકાની રચના કરવામાં મદદ કરે છે.

પાલકમાં રહેલું થાયમીન અને વિટામિન બી 1 ઉર્જા પ્રદાન કરે છે.

પાલકમાં રહેલું વિટામિન ઇ વાળને શાઇની અને તંદુરસ્ત રાખે છે. આમ પાલક અનેક રીતે ફાયદા કારક છે. તો આપણે બધા પણ પાલકના કોમ્બિનેશન વાળુ કાજુ- પાલક પનીર આહારમાં વણી લઇએ. એ માટે અહિં હું આજે કાજુ પાલક પનીરની રેસિપિ આપી રહી છું. તેમાં રહેલા કાજુ અને પનીર પણ એટલા જ પ્રમાણમાં પૌષ્ટિક છે. તો મારી આ રેસિપિને ફોલો કરીને જરુરથી કાજુ પાલક પનીર બનાવજો.

કાજુ પાલક પનીર બનાવવા માટેની સામગ્રી :

  • 15-17 નાના પીસમાં કાપેલા પનીરના ક્યુબ
  • 250 ગ્રામ પાલક
  • ½ કપ કાજુના ટુકડા
  • 2 મોટા ટમેટા મોટા કાપેલા
  • 3 નાની ઓનિયન મોટી કાપેલી
  • 1 લીલુ મરચુ હાફ કરેલુ.
  • 4-5 નાના પીસ આદુના
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 2 ટેબલ સ્પુન ક્રીમ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 2-3 તજ ના નાના ટુકડા
  • 2 નાના પાન તમાલ પત્ર – તજ પત્તુ
  • 2-3 નાના પીસ બાદિયાન
  • પાણી જરુર મુજબ

કાજુ પાલક પનીર બનાવવા માટેની રીત :

એક પેન લઇ તેમા 2 ટેબલ સ્પુન તેલ વઘાર માટે મૂકો.

ગરમ થાય એટલે તેમાં 1ટી સ્પુન આખુ જીરું, 2 નાના તજપત્તા, 2-3 તજ ના નાના ટુકડા અને 2-3 નાના પીસ બાદિયાનના ઉમેરો.

હવે બધું 1 મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં ½ કપ કાજુ ના ટુકડા, 2 મોટા ટમેટા મોટા કાપેલા, 3 નાની ઓનિયન મોટી કાપેલી, 1 લીલુ મરચુ હાફ કરેલુ અને 4-5 નાના પીસ આદુના ઉમેરી મિક્ષ કરો.

મિક્ષ કર્યાબાદ તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરો.

હવે 3-4 મિનિટ કૂક કરો અથવા તો ટમેટા અને ઓનિયન થોડા નરમ પડે ત્યાં સુધી કૂક કરો.

ત્યાર બાદ ધોઇને કોરી કરીને સમારેલી પાલક વઘાર કરેલા મિશ્રણમાં ઉમેરી દ્યો. બરાબર મિક્ષ કરો.

2-3 મિનિટ કૂક કરો. ત્યાર બાદ ફ્લૈમ બંધ કરો.

હવે કૂક થયેલું મિશ્રણ થોડું ઠંડું પડે એટલે તેમાંથી તજ ના પત્તા અને તજ ના ટુકડા બહાર કાઢી લ્યો. બાકીના મિશ્રણ ની ગ્રાઇંડરમાં બારિક ગ્રાઇંડ કરી ગ્રેવી બનાવી લ્યો. બનાવેલી ગ્રેવીને થિક બોટમ પેનમાં ટ્રાંસ્ફર કરો. મિડિયમ ફ્લૈમ પર મૂકો. તેમાંથી બહાર કાઢેલા તજ ના પત્તા અને તજ ના ટુકડા ગ્રેવી માં ફરી ઉમેરી દ્યો.

ગ્રાઇંડરના જારમાં 1 કપ જેટલું પાણી ઉમેરી હલાવીને એ પાણી ગ્રેવીમાં ઉમેરો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ક્રીમ ઉમેરી મિક્ષ કરી લ્યો.

તેમાં પનીર ઉમેરીને બરાબર હલાવી લ્યો. 2 મિનિટ કૂક કરી થોડું થીક કરો.

સરસ થીક ક્રીમી ગ્રેવી જેવુ કાજુ – પાલક પનીર સર્વ કરવા માટે રેડી છે.

એક સર્વિંગ બાઉલમાં ભરી બહાર કાઢેલા તજ પત્તા, કાજુ અને ક્રીમથી ગાર્નિશ કરો.

પરોઠા, પુરી, કુલ્ચા કે નાન સાથે પીરસો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *